________________
265
– ૨૦ : સમાધિમરણ - 20 -
૨૦૫
રહિત થઈ પ્રગટ કરવાનું છે : તેથી તેને માટે યોગ્ય નિમિત્તોની ઘણી જ આવશ્યકતા છે, માટે ઉત્તમ નિમિત્તો સેવવાં જ જોઈએ અને યોગ્યતા કેળવવી જોઈએ.
નોકર મહેનત કરે તો શેઠ પગાર આપે, મહેનત વિના પગાર ન આપે, છતાં જેમ નોકર શેઠને “દાતા' કહે એ ઉપચાર છે, તેમ જ્ઞાનીના નિમિત્તે કેવળજ્ઞાન મળે-તેના દાતા જ્ઞાનીને કહેવાય એમાં વાંધો નહિ, પણ એ ઔપચારિક ભાષા. વસ્તુતઃ તો ગુણો છે તે જ પ્રગટ કરવાના છે. તે પ્રગટ કરવા માટે જેટલાં નિમિત્તો અને સાધનો જે રીતે સેવવાં જોઈએ, તે રીતે ન સેવાય તો તે પ્રગટ ન થાય.
સ્વાભાવિક શ્વેત વસ્ત્ર જો મલિન થયું હોય, તો તેના ઉપરનો મેલ જો થોડો હોય તો એકલા પાણીથી જાય, અધિક લાગ્યો હોય તો સાબુથી જાય અને એથી પણ અધિક લાગ્યો હોય તો ખારમાં બાફવાથી જાય. કોઈ એમ કહે-“આત્માના ગુણો આત્મામાં છે, તો પછી બાહ્ય આલંબનની જરૂર શી ?'— તો એ આત્મા સમ્યગ્દર્શનથી ખસી જાય છે. માટે જે સાધનોથી કચરો ભરાયો હોય, તેનાં પ્રતિપક્ષી સાધનો દ્વારા કચરો ન કઢાય તો આત્મા મલિન રહે અને એ મલિનતા વધે. આપણો મુદ્દો એ છે કે આત્મા ઉપકારને યોગ્ય ન હોય તો, ઉપકારીની ભાવના ગમે તેવી હોય તો પણ કાંઈ થાય નહિ ! પરંતુ જેનો ઉપકાર ન થઈ શકે તેનું પણ “ભંડું થાઓ'-એમ તો ભાવનામાંયે ન હોવું જોઈએ. પૂર્વાચાર્યોની અપૂર્વ લઘુતાઃ
ટીકાકાર મહર્ષિ કહે છે કે પ્રાણીમાત્રના ભલા માટે આ આચારશાસ્ત્રને ભગવાન શ્રી મહાવીરદેવે જેવી રીતે કહ્યું, તેવી જ રીતે કિંચિત્ હું કહું છું. મૂળ આ શાસ્ત્ર કહ્યું કોણે ? ભગવાને. એમણે કહ્યું કેટલું બધું? પારાવાર. માત્ર ત્રણ પદથી દ્વાદશાંગી રચવાની શક્તિ ધરાવનારા ગણધરદેવો પણ પ્રભુના કથનને ઝિલાય તેટલું ઝીલે છે. શ્રી ગણધરદેવોનું સામર્થ્ય કેટલું ? એ આત્માઓ પૂર્વે એવી આરાધના કરીને આવેલ હોય છે - એવો જ્ઞાનનો ખજાનો સાથે લઈને આવેલ હોય છે અને એમનો આત્મા એવો નિર્મળ બની ગયો હોય છે કે માત્ર ત્રણ પદ ઉપરથી જ એક અંતર્મુહૂર્તમાં એઓ શ્રી દ્વાદશાંગી રચે છે. પ્રભુના અગિયાર ગણધરોએ એ મુજબ શ્રી દ્વાદશાંગીની રચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org