________________
૨૯૭
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
233
સભા : બ્રાહ્મણમાંથી આવેલા ને?
હા, ભણેલા ઘણું હતા : માત્ર ખામી ચાવીની હતી! જ્ઞાનની દિશા પલટાઈ ગઈ : ત્રણ પદમાં વસ્તુમાત્રનું સ્વરૂપ જાણી લીધું : પૂર્વની સામગ્રીના યોગે એવા તૈયાર હતા કે આ ત્રણ પદ સાંભળે ને બધાં દ્વાર ઊઘડી જાય.
ભગવાન ‘ઉપન્ને વા, વિમે વા, યુવે વા'-આ ત્રણ પદ કહે, એ ઉપરથી શ્રી ગણધરદેવો અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચે. સંપૂર્ણ વિવેચન કરવાની તાકાત તો ચૌદ પૂર્વની પણ નથી હોતી. શ્રી ગણધર ભગવાનનું જ્ઞાન અતિશાયી હોય છે. ટીકાકાર મહર્ષિ કહે છે કે મારે કહેવાનું તો એ જ, પણ હું કાંઈ બધુંય કહી શકું ? ના. કહેલું તે ત્યાંનું, પણ જેટલું કહ્યું તેટલું કહેવાની મારી તાકાત નથીપણ જે કાંઈક કહું છું તે મારું નથી કારણ કે મારામાં જે આવ્યું છે તે ત્યાંથી આવ્યું છે. વાત પણ ખરી છે કે હવાડામાં પાણી આવે ક્યાંથી ?' કહેવું જ પડે કે “કૂવામાંથી.’ હવાડો એમ કહે કે હું પાણીનું ઘર—તે કાંઈ ચાલે ? કૂવાને બંધ કરો અને પછી હવાડામાં જુઓ, એટલે માલૂમ પડી જશે કે “પાણી હવાડામાંનું છે કે કૂવામાંનું ?” આથી જ ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે હું કહું છું તે મારું નથી પણ પ્રભુનું કહેવું છે એટલું જ નહિ પણ પ્રભુએ કહેલામાંથી પણ કિંચિત્ માત્ર જ છે !” કહો કેટલી લઘુતા ? મહાપુરુષોમાં આ જ સદ્ગણ હતો. આ સદ્ગુણથી જ જૈનશાસનની તેઓ સેવા કરી શક્યા છે. દરેક મહાપુરુષે પૂર્વપુરુષોને જ ભળાવ્યું : પોતાનું ઉમેરણ જરા પણ ન કર્યું.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દોઢડાહ્યા ન ખપે ? ડાહ્યા ખપે બહુ ડાહ્યા ન હોય તે પણ ખપે : પણ દોઢડાહ્યા તો ન જ ખપે, કારણ કે એ તો મારી જ પાડે. ડાહ્યો તો હોય તેવું જ કહે, ન સમજે તો હોય તે સાચવી રાખે, પણ પેલો તો ડહોળવાનું જ કામ કરે : એટલે એ ન પાલવે. જૈનશાસનની સુંદરતા જળવાઈ રહી છે તેનું કારણ ઉપર કહી આવ્યા તે સદ્ગણ જ છે.
પૂર્વના મહાપુરુષો તો કહેતા કે “ક્યાં એ મહાપુરુષો અને ક્યાં અમે ? શ્રી જિનેશ્વરદેવો તો રાગદ્વેષરહિત ! એ શા માટે જૂઠું કહે ? ન સમજાય તો અમારી મતિની મંદતા અને એ મતિની મંદતાના યોગે ન સમજાય, માટે એ ખોટું-એમ કહેવાનો અમને અધિકાર નથી જ ! આવી ભાવનાવાળા આત્મા સાંભળે, વિચારે, મનન કરે અને પછી બીજાને આપે. પૂર્વાચાર્યોએ આવી સુંદરતા ન રાખી હોત, તો આ ટકત નહિ. જો કે ગયું ઘણું, પણ રહ્યું તે તો એ ઉપકારી પુરુષોએ એવું સાચવ્યું છે કે ન પૂછો વાત ! બુદ્ધિભેદ પડ્યો ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org