________________
૨૪૨
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
22
સમજો. બહારનાને કહો કે અહીં શું કહેવાય છે ! શ્રી સુદર્શન શેઠ તો ઘણા સારા હતા, પણ આપણને શું કામ લાગે ? એમનું જીવન જાણી, સાંભળી, આપણે આચારમાં ઉતારીએ તો કામ લાગે ને ? સુદર્શનની ખ્યાતિ :
તમે શ્રી સુદર્શન શેઠની ખ્યાતિનો ખૂબ વિચાર કરો અને તેવી ખ્યાતિ થાય તેવા જીવનને જીવી જાણો. શ્રી સુદર્શન શેઠના શીલનું ખંડન કરવાની પ્રતિજ્ઞા કરનાર રાજરાણીને તેની ધાવ માતા ધિક્કારે છે અને કહે છે કે “તે શ્રી જિનેશ્વરદેવનો અને નિગ્રંથ ગુરુઓનો સેવક છે, બ્રહ્મચર્યરૂપ ધનથી ધનવાન બનેલા ગુરુઓનો અને શીલાદિ ધર્મનો ઉપાસક છે, એટલે પોતાની પાસે જે ભોગાદિની સામગ્રી છે, તેને પણ તજવા ઇચ્છે છે અને નિરંતર ગુરુકુળમાં રહેનાર તેમજ સદા સક્રિયાઓમાં રત રહેનાર છે, એટલે તેને પાપક્રિયામાં કઈ રીતે જોડી શકાય ?' વિચારો !
હવે ચોવીસે કલાક તમારી પ્રવૃત્તિ કઈ ? અર્થ-કામની પ્રવૃત્તિ શ્રાવક ન છૂટકે કરે, આ વિધિ છે. તમે ન છૂટકે કરો છો ? આ દશાનો વિચાર કરો તો આરસીમાં મુખ જુઓ અને જેમ દેખાય તેમ બધું દેખાય. મુખ પર ડાઘ હોય તો તો કોઈ કહે કે નાહ્યો નહિ હોય, પણ અહીં આચારમાં ડાઘ હોય એનું શું થાય ? એ તો ભયંકર કલંક કહેવાય. ખોટા કલંકથી ગભરાવું નહિ : કોઈ ખોટું કલંક દે તો ગભરાવું નહિ પણ તે કલંક હોવું ન ઘટે. દુર્જનોનો સ્વભાવ છે કે સજ્જનોને કલંક આપે. સજ્જને વિચારવું કે “કલંક છે ?' હોય તો કાઢવું. ન હોય તો કહેવું કે “જીવો કર્માધીન છે, ભલે બોલે. આપણે ખોટા હોઈશું તો કોઈના સારા કહેવાથી મુક્તિ મળશે નહિ અને સારા હોઈએ તો ચિંતા પણ શી છે ?'
એક કવિ કહે છે કે “ખોટું કહેનારાનો તો ઉપકાર માનો ! એ તો સાવધ રાખે, ચેતવે, ભલે એની ભાવના ગમે તે હોય, પણ તેમાં આપણને વાંધો શો ?' અસ્તુ.
ધાવમાતા પાસેથી-“સુદર્શન ગુરુકુળમાં કાયમ રહેનારો, બને એટલો સમય ધર્માનુષ્ઠાનમાં ગાળનારો, ત્રિકાળપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ, વારંવાર અધ્યયનાદિ, દાન, શીલ, તપ, ભાવનાદિમાં નિમગ્ન, ધ્યાનમગ્ન, મૌનમાં રહેનારો, એને અહીં લાવવો અને રીઝવવો એ બને કેમ ? ફણીધરની ફણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org