Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 286
________________ ૨૫૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 258 આત્માનું છે. આત્મા અને આધીન ન થાય, તો એ બેય સંયોગો વાંઝિયા (નિષ્ફળ) બની જાય. શુભ અને અશુભ ર્મોની સત્તા ક્યાં સુધી ? પુણ્યયોગે એકને શુભ સંયોગો પણ અનેક મળી જાય અને પાપના યોગે એકને અશુભ સંયોગો પણ અનેક મળી જાય : પણ એ બેય તે તે સંયોગોને છોડે તો મુક્તિએ જાય ! શુભવાળો શુભને છોડે તો મુક્તિએ જાય અશુભવાળો અશુભને છોડે તો મુક્તિએ જાય ! શુભ અને અશુભ કર્મની સત્તા ક્યાં સુધી ? આત્મા ઊંઘતો હોય ત્યાં સુધી. જાગે એટલે જરાયે નહિ. આત્મા કર્માધીન થઈ પ્રવૃત્તિ કર્યો જાય તો બગડે, પણ એમ કહે કે “શુભને આવવું હોય તો પણ ભલે આવો : અશુભને આવવું હોય તો પણ ભલે આવો પણ બેમાંથી એકેના ફંદમાં હું નહિ આવું?' તો બેયને સીધું ને સટ ચાલ્યા જવું પડે. આત્મા પરનું પુદ્ગલનું આવરણ ખસી જાય ત્યારે વાસ્તવિક સ્વરૂપ પ્રગટે અને તે પછી તે આત્મા સંસારમાં રહે જ નહિ, કારણ કે કર્મમાત્ર જાય એટલે લોકાગ્રે (મોક્ષ) જ જાય. કાદવથી લેપાયેલી અને કાંકરાથી ભરેલી તુંબડી હોય, સાગરને તળિયે પડી હોય, પણ કાંકરા નીકળી જાય ને કાદવ ધોવાઈ જાય, તો એ તુંબડી સીધી ઉપર-જળની સપાટીએ આવે. એથી ઊંચે જાય ? ના, તાકાત નથી ! તાકાત તો છે, પણ સાધન નથી. તેમ આત્મા પુદ્ગલના સંગથી રહિત થાય એટલે લોકાગ્રે જાય, ઉપર નહિ. ઉપર આકાશ તો છે, પણ અલોક છે. તેમાં ધર્માસ્તિકાયાદિકનો અભાવ છે. ધર્માસ્તિકાય વિના જીવ ગતિ કરી શકે નહિ. ગમનાગમન કરવાના સ્વભાવવાળા જીવન અને પુદ્ગલને ગમનમાં સહાયરૂપ થાય, તે ધર્માસ્તિકાય અને સ્થિતિમાં સહાયરૂપ થાય તે અધર્માસ્તિકાય. જ્ઞાનીએ જોયું કે લોકમાં બે વસ્તુ છે : જેના યોગે જીવો તથા પુદ્ગલો ગમન તથા સ્થિતિ કરી શકે છે, એ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય-બન્ને અરૂપી દ્રવ્યો છે. જે આત્મા જડથી એટલો બધો દબાઈ ગયો છે, કે જેથી જડ રમાડે તેમ રમે છે. જડમાં પણ અનંતી શક્તિ છે. આત્માના અનંત ધર્મો પુદ્ગલના યોગે દબાઈ ગયા છે. નિગોદમાં જોઈએ તો ચૈતન્ય કેટલું? અક્ષરના અનંતમા ભાગ જેટલું ! ત્યાં વેદના પણ અવ્યક્ત. નિગોદમાંથી ભવિતવ્યતાના યોગે બહાર આવે, યથાપ્રવૃત્તિકરણના યોગે ગ્રંથિદેશ નિકટ આવે, વર્ષોલ્લાસ થાય અને અપૂર્વકરણ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306