Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 289
________________ ૨૦ : સમાધિમરણ સમાધિમરણ અને બોધિલાભ: ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ તીર્થ હંમેશને માટે જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો અનેક ભંગીથી એવી રીતે સિદ્ધ થયા છે કે તેને સેવનાર આત્મા કર્મબળથી રહિત થઈ જરૂર મુક્તપદે પહોંચે : માટે જ એ શાશ્વત છે, કેમ કે સત્યને શાશ્વત રહેવાનો હક્ક છે એથી જ એ અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આ તીર્થમાં આચાર, એ મુખ્ય વસ્તુ છે.' એ આચારને જીવનમાં ઉતારવા માટે આપણામાં ભાવના બહુ સ્થિર હોવી જોઈએ જો ભાવના સ્થિર ન હોય, તો આ આચાર જીવનમાં ઉતારવા બહુ કઠિન છે. અનાદિ કાળથી જેનો સંગ કર્યો તેને તજીએ તો જ આચાર જીવનમાં ઊતરે એને તજ્યા વિના ઊતરી શકે તેમ નથી. માટે આપણે પ્રાર્થનાસૂત્ર જય વિયરાય વિચારીએ છીએ. પ્રાર્થનાસૂત્રમાં જેની માગણી કરીએ છીએ, તેની ભાવના દઢ બનાવવી જોઈએ : એ ભાવનામાં એવા તન્મય બનવું જોઈએ કે પરિણામની ધારા પ્રગટે કે જેથી સહેજે પ્રવૃત્તિ આવીને ઊભી રહે : આચાર સહેજે આવે. ભવનિર્વેદ, એ પહેલી માગણી : એ પણ ટકે ક્યારે ? માર્ગાનુસારિતા વગેરે બધા પાછળના : ભવનિર્વેદ પછી આવે : કિંતુ ભવનિર્વેદ પણ ટકે કયારે ? સદ્ગુરુના વચનની સેવા અખંડપણે ટકે તો ! એ સેવા હોય તો જ બધી વસ્તુ ટકે. ભવનિર્વેદ એ પાયો છે : વચનસેવા એ સાધન છે. ભવનિર્વેદ વિના વચનસેવાનો ભાવ પણ ન થાય. સદ્ગુરુની અખંડિત વચનસેવા માગ્યા પછી, પ્રાર્થનાસૂત્રમાં એ માગણી છે કે “હે ભગવન્તારા શાસનમાં નિયાણાના બંધનનો તો નિષેધ છે, તો પણ હું નિયાણું કરું છું કે જ્યાં સુધી સંસારમાં રહું, ત્યાં સુધી ભવે ભવે મને તારા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306