Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 280
________________ 22 ૨૫૨ ---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – – 252 ભૂંડું ઇછ્યું નથી, એટલે શું થશે એની ચિંતા તેઓને શાની હોય ? બુટ્ટી હોત તો ઉપયોગ કરત. ન મળી એથી પણ નારાજ ન થયા. ઊલટા સાવધ થઈને રામચંદ્ર મુનીશ્વરની હાજરીમાં અંતિમ આરાધના કરી અને પરલોક સુધાર્યો. આવી તાકાત ક્યારે આવશે ? માગણી તો એ છે કે “તારા ચરણની સેવા ભવે ભવે હોજો.” એ સેવા જ એવી છે કે દુઃખ ન થાય. “દુઃખ ન થાય'-એનો અર્થ એ નથી કે દુઃખના પ્રસંગો જ ન આવે, પણ દુઃખના પ્રસંગોને તે દુ:ખરૂપ માને નહિ. નવકાર ગણનારો દુઃખી ન હોય, એનો ભાવ આ છે. બાંધેલ કર્મ ઉદયમાં ન આવે કે નિકાચિત કર્મો ભોગવવાં ન પડે એમ નહિ, પણ એ સમયે ચિંતવે કે “અશુભોદય છે ? સારું થયું કે આ સ્થિતિમાં આવો ઉદય આવ્યો, કે જેથી હું સારી રીતે ભોગવી શકીશ : દેવું ઘટયું એથી આત્મા હલકો થશે, એટલે ઊંચે જવાશે અને ઊંચે જવાની તો ભાવના ગળા સુધી (સંપૂર્ણ) ભરેલી જ છે.' સંસારમાં સુખી કોણ? “સુવાવો ” એટલે દુઃખનો ક્ષય. શ્રી તીર્થંકરદેવને પણ ઉપસર્ગ આવે કે નહિ ? ભગવાન શ્રી મહાવીરદેવને પારાવાર પીડા થઈ છે : સાડા બાર વર્ષમાં દુનિયાએ માની લીધેલી શાંતિનો એક પણ દિવસ નહિ એમ કહીએ તો ચાલે. કઠિન સંયમ, ધ્યાનમગ્ન અવસ્થા, ઘોર તપશ્ચર્યા અને તેમાં આવા ઉપસર્ગોની પરંપરાને સહવી ! એમના જેવાને કર્મના ઉદયે અનેક ઉપસર્ગ આવે, તો આપણા જેવા સામાન્યને આવે એમાં નવાઈ શી ? એવા ભયંકર ઉપસર્ગોના પ્રસંગે પણ એ તારકે દુઃખ માન્યું ? નહિ જ. સંગમ નામનો દેવ લગભગ છ મહિના સુધી પીડા કરી જ્યારે પાછો જાય છે. ત્યારે ભગવાન શું વિચારે છે ? એ જ કે “સંસારને તારવાની ભાવનાવાળા અમારા સંસર્ગમાં આવીને પણ, આ પાપાત્મા સંસારમાં રખડી જશે.” એ જે પીડા દઈ ગયો એનો પાર નથી : પણ આ દુઃખ દઈ ગયો, એમ એમણે માન્ય ખરું ? “એ તો મારું દુઃખ લઈ ગયો, એના નિમિત્તે તો આત્મા હલકો થયોએ જ ભાવના આવી. શ્રી જિનેશ્વરદેવની સેવા કરનારની ભાવના આ હોય. શ્રી જિનેશ્વરદેવના અનુયાયી, વસ્તુ માત્ર ઉપર શાંત ચિત્તે વિચાર કરીને વર્તે. તે આત્માને લક્ષ્મી આવે તો મદ ન થાય અને જાય તો કહે કે “જવા દો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306