________________
191
- ૧૪ : આશા પારતન્યની આવશ્યકતા - 14 ---
૧૯૧
બંધ હોય તો જુઓ, કઈ અસર થાય છે ! શાસ્ત્ર તો કહે છે કે ચોમાસામાં વેપાર, રોજગાર, આરંભ, સમારંભ, બંધ કરી કેવળ ધર્મની સાધનામાં લીન રહેવું.” ભીમા શેઠનું દષ્ટાંત :
મંત્રીશ્વર ઉદયનના પુત્ર વાડ્મટ શ્રી શત્રુંજયના ઉદ્ધાર માટે, શ્રી શત્રુંજયની તળેટીમાં આવાસો સ્થાપીને સૈન્યની સાથે રહ્યા છે. પાટણના મંત્રીશ્વર-રાજા કુમારપાળના મંત્રીશ્વર, શત્રુંજયનો ઉદ્ધાર કરવા જાય-એ વાત કંઈ છૂપી રહે? ગામોગામ સમાચાર પહોંચી ગયા. ચૈત્યના ઉદ્ધારની વાતને સાંભળીને ઘણા શેઠિયાઓ, પોતાની લક્ષ્મીના વ્યયથી પુણ્યમાં ભાગ લેવાની ઇચ્છાએ આવી પહોંચ્યા. મંત્રીશ્વર ટીપ કરવા નહોતા નીકળ્યા : પાટણના મંત્રીશ્વરને ટીપની જરૂર પણ નહોતી : પણ પુણ્યકાર્યમાં ફાળો આપવાના ઇરાદે ગામેગામના શ્રીમાનો પોતાની મેળે આવી પહોંચ્યા,
આજની દશા વિચારો ! કોઈ સામાન્ય માણસ ઉત્તમ કાર્ય માટે ટીપ કરવા આવે તો કઈ રીતનું વર્તન થાય છે ? કોઈ ટીપ લઈને આવે તો ખુશી થવું જોઈએ. કોઈ ઠેકાણે ધર્મસ્થાન બંધાય છે, એની તમને ટીપના બહાને ખબર આપવા આવનારને તો વધાવવો જોઈએ. એ આવે એમાં તમારી મહત્તા કે હાનિ ? શી ભાવના થાય છે તે આત્માને પૂછો અને શી કરવી જોઈએ તે નક્કી કરો !
મંત્રીશ્વર વાલ્મટ ઉદ્ધાર માટે જાય છે, એ સાંભળીને અનેક શ્રીમાનો પોતાની લક્ષ્મીના સદ્વ્યયથી પુણ્યકાર્યમાં ભાગ લેવાની લિસાથી વગર આમંત્રણ આવી પહોંચ્યા. તેઓથી સેવાતા મંત્રીશ્વર પોતાના પટમંડપમાં સભા ભરીને બેઠા છે.
આ વખતે “ટીમાણકી ગામમાં વસનાર “ભીમ' નામના કુતપિક, કે જેની પાસે માત્ર છ દ્રમકની મૂડી છે, તેણે કટકમાં ઘી વેચીને શુદ્ધ વ્યવહાર દ્વારા એક રૂપિયો અને એક દ્રમક પેદા કર્યો : એક રૂપિયો અને સાત દ્રમકની મૂડીવાળા તે મહાનુભાવે, એક રૂપિયાનાં પુષ્પોથી મનના આનંદપૂવક શ્રી ઋષભદેવ ભગવાનની પૂજા કરી. અને પાછા આવેલા તેણે કટકની અંદર ભમતાં પટમંડપમાં આસન ઉપર બેઠેલા અને કોટીશ્વર વ્યવહારીઓથી સેવાતા મંત્રીશ્વર વાલ્મટને જોયા. જોવાની અભિલાષાથી અંદર જવાની ઇચ્છા છતાં પણ તેને અંદર કોણ જવા દે ? દ્વારપાલો દ્વારા દૂર ધકેલાતા એવા પણ તેણે મંત્રીશ્વરને જોયા અને વિચારવા લાગ્યો કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org