________________
221 - ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17- ૨૨૧ મહાસતી શ્રી સીતાદેવીએ અગ્નિની ધખધખતી ખાઈમાં ઝંપલાવ્યું. હવે આ વખતે ઉદ્યાનમાં એક મુનિવરને કેવળજ્ઞાન થયું હતું, તેનો મહોત્સવ કરવા ઇંદ્ર પોતાના સેનાપતિ તથા દેવતાઓ સાથે જતા હતા, ત્યાં દેવતાઓની વિનંતિથી આ પ્રસંગ જાણીને તરત ઇંદ્ર મહારાજે, પોતાના સેનાપતિ દેવને શ્રીમતી સીતાદેવીને સહાય કરવાનું ફરમાવ્યું. પોતે કહ્યું કે “આ બેય ધર્મકાર્યો છે : હું કેવળજ્ઞાનીનો મહોત્સવ કરવા જાઉં છું અને તમે સીતાજીના શુદ્ધિપ્રસંગને સાચવી લો.”
સીતાજીએ જેવું ચિતામાં પડતું મૂક્યું, કે તરત એ ખાઈ પાણીથી ભરાઈ ગઈ : અંદર સુવર્ણકમળ ગોઠવાઈ ગયું : એના ઉપર સીતાજી બેઠાં : પાણી તો જોસભેર વહેવા માંડ્યું : વિદ્યાધરનાં સિંહાસનો પાણીમાં તરવા લાગ્યાં. “હે મહાસતી ! બચાવો, બચાવો !—એમ વિદ્યાધરો બોલવા લાગ્યા : શ્રી સીતાદેવીએ પોતાના હસ્તથી વહેતા પાણીને વાળી લીધું. આથી શ્રીસીતાદેવીના શીલની પ્રશંસા કરનારા શ્રી નારદજી વગેરે આકાશમાં નાચવા લાગ્યા. દેવતાઓએ આકાશમાંથી શ્રી સીતાદેવીના શિર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને લોકો પણ ‘દો શી નો શી'-આવી ઊંચા સ્વરે ઉદઘોષણા કરવા લાગ્યા. પોતાની માતાના પ્રભાવને જોઈને આનંદ પામેલા “લવણ” અને “અંકુશ' નામના શ્રી સીતાદેવીના પુત્રો હંસની માફક તરતા પોતાની માતા પાસે પહોંચી ગયા અને શ્રી સીતાદેવીએ મસ્તક સૂંઘીને પોતાની પાસે બેસાર્યા. પછી લક્ષ્મણ આદિએ નમસ્કાર કર્યા અને શ્રી રામચંદ્રજીએ પણ હાથ જોડવાપૂર્વક ક્ષમાપના કરી તથા પોતાની સાથે વિમાનમાં બેસવા અને ઘેર આવવા કહ્યું : પણ શ્રી સીતાદેવીએ તો કહ્યું કે આમાં કોઈ અન્ય લોકોનો દોષ નથી, કેવળ મારાં પૂર્વકર્મોનો જ દોષ છે : ખરેખર, હું આ રીતે દુઃખને આપનારાં કર્મોથી હવે નિર્વેદ પામી છું, માટે એ કર્મોનો ઉચ્છેદ કરનારી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીશ.” આ પ્રમાણે કહીને મહાસતી શ્રી સીતાદેવીએ પોતાના માથાના વાળ ઉખેડી શ્રી રામચંદ્રજીને સમર્પણ કર્યા : શ્રી રામચંદ્રજી એ જોઈ મૂછિત થાય છે : સીતાજી સીધાં ચાલ્યાં જાય છે : કેવળજ્ઞાની પાસે જઈ વ્રત લે છે. રામચંદ્રજી તો હજી મૂચ્છિત છે. એમની આજ્ઞા લેવા પણ સીતાજી ન રહ્યાં. સીતાજી આજ્ઞાપાલક હતાં કે નહિ ? કદી આજ્ઞા તોડી છે ? પણ અત્યારે સીધાં જઈ વગર આજ્ઞાએ પણ વ્રત લે છે.
શ્રી રામચંદ્રજીની મૂર્છા વળી ગઈ એટલે સીતાને ન જોવાથી પૂછ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org