________________
223
–– ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17 -
૨૨૩
બધાને પહોચી વળવા સમર્થ હતા. જે કાળમાં વિરોધીઓ બળવત્તર હોય ત્યારે નાની સંખ્યામાં રહેલા પણ ધર્મનું બળ એવું હોય છે કે પેલાઓને પાછા જવું જ પડે. શાસન જયવંતુ છે. શાસન રહેવાનું ત્યાં સુધી રક્ષક પણ જયવંતા રહેવાના જ ! જો એમ ન ચાલે તો તો અરાજકતા થાય ! સજ્જનો જીવી શકે જ નહિ !! સારો કાળ હોય ત્યારે સજ્જનને સહેવું ન પડે : વગર સત્યે સાધ્ય સાધી શકે એ વાત ખરી ! અને ખરાબ કાળમાં વેઠવું પડે પણ કાંઈ નાશ ન પામી જાય. દરેક કાળે જેવા જેવા વિરોધી હતા, તેવા તેવા રક્ષક હતા, હોય છે : વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે.
એક સાચો ધર્માત્મા, લાખ્ખો અધર્મમાં હીરાની જેમ ઝળકે છે. અધર્મીને તો પહેલું હૃદય જ ડંખે. ચૌદ આની બળ તો ત્યાં જ નાશ પામે. બાકીના બે આની બળ પર ધમાચકડી કર્યા કરે, પણ ધર્માત્માની દૃષ્ટિ એ બધા બળને ઢીલું કરે. તમે જુઓ, જ્યારે ત્યારે ધર્મીઓની દૃષ્ટિ કઈ હોય છે ? “હશે-“હશે” એવી દૃષ્ટિ છતાં આ શાસન કાયમ અને વિરોધીની ધાંધલ આટલી આટલી છતાં ત્યાં નાસીપાસી ! કારણ એ છે કે અહીં મૂળ સાચું છે. એક એક ધર્મીની સુંદર જાગૃતિ હોય તો ઘણી જ સારી અસર નિપજાવે. અરે, સુધર્મા ઇંદ્રને વચ્ચે આવવાની જરૂર જ ન પડે : જુઓ ને ! શ્રી રામચંદ્રજીના ગુસ્સાને શ્રી લક્ષ્મણજીએ જ ન વધવા દીધો ! હાથમાં બાણ લેવાને તૈયાર થયા કે તરત જ શ્રી લક્ષ્મણે આવીને શાંત કર્યા. આ મહાપુરુષો પુણ્યવાન એવા કે એમને સલાહ આપનારા સાથે જ હોય. શ્રી લક્ષ્મણજીનો આત્મા તો નરકગામી, વિરતિનો ઉદય પણ નહિ, છતાં પણ વસ્તુ પ્રત્યે સદ્ભાવ કેટલો ? કેવા મજાના શબ્દ બોલી શ્રી રામચંદ્રજીને શાંત કર્યા ? એ શબ્દો એવી ઊંચી કોટિના છે કે ગમે તેવા કષાયમાં ચડેલા આત્માને પણ શાંતિ આપ્યા વિના રહે નહિ.
શ્રી લક્ષ્મણજી બોલ્યા છે કે : “હે આર્ય ! આ શોભે ? કોઈ પ્રભુનો માર્ગ આરાધે તે સામે આપણો વિરોધ હોય? આપણે સંસારમાં રોળાતા હોઈએ તો ભલે રોળાઈએ, પણ કોઈ છૂટતું હોય ત્યાં વિરોધ હોય ?' ઉપકારી પુરુષોએ તો કહ્યું છે કે “એક સર્વવિરતિ લે ત્યારે સમગદષ્ટિ આત્માઓને ઘેર ઘેર વધામણાં હોય.' લક્ષ્મણ ઉપરનો શ્રી રામચંદ્રજીનો મોહ
સભા : લક્ષ્મણ પર રામનો મોહ ખરો ને ? અરે, એ મોહ તો મહા ભયંકર ! છ મહિના શ્રી લક્ષ્મણજીનું શબ લઈ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org