________________
199
– ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15
–
૧૯૯
“અન્ન દામાવો મä !" હે ભગવન્તારા પ્રભાવથી મને હો ?' જે વસ્તુ તમારા આત્માની જાગૃતિ માટે રોજ માગો છો - રોજ હાથ જોડીને જે માગો છો, તે હૈયામાં ન હોય-એની ભાવના પણ ન હોય, તો તો એ દંભ કહેવાય ને ? જે કહીએ, તે શક્તિના અભાવે કદાચ એકદમ અમલમાં ન મુકાય તે ચાલે, પણ ભાવનામાં પણ ન હોય, એમ કેમ ચાલે ? તમારી માગણી નાનીસૂની છે ? માંગણી કઠિનમાં કઠિન કરી છે. શાથી? એના વિના આત્માનું કલ્યાણ થઈ શકે તેમ નથી તેથી !
“નિધ્યેયો ભવનિર્વેદ, સંસારથી નિર્વેદ. સંસાર એ કારાગાર છે, એમાંથી છૂટવાની ભાવના જાગ્રત થાય છે. કોની પાસે માગો છો ? ભગવાન પાસે. “હે ભગવનું ! તારા પ્રભાવથી, તારો પ્રભાવ અમારા પર પડતો હોય તો-તારા પ્રભાવને ઝીલવા લાયક અમે બન્યા હોઈએ તો, અમને સૌથી પહેલાં ભવનો નિર્વેદ થાઓ.” એના વિના આગળની કોઈ કાર્યવાહી સાબિત થાય તેમ નથી, કારણ કે “ભવ ગમે એને ધર્મ નહિ ગમે ? ધર્મ ગમે એને ભવ નહિ ગમે.”
શ્રી વીતરાગદેવ પાસે રોજ ભવનિર્વેદની માંગણી કરનારા હૃદયમાં, સંસાર પ્રત્યે ભાવના કેવા પ્રકારની હોય તે વિચારો અને જો એનો અમલ પણ કરતા થઈ જાવ તો ઝટ સંસારનો અંત આવે. આ માંગણી કાંઈ એક દિવસની નથી : રોજની છે. એ માંગણી ફળે એમ ઇચ્છો છો કે વાંઝણી રહે તેમ ઇચ્છો છો ? રોજની માંગણી પણ ફળે કયારે ? માંગણી કરો, હાથ જોડીને વિનંતિ કરો, શબ્દો બોલો, પણ વિચાર જ ન કરો તો કેમ ફળે ? માંગણી બાદ ભાવના કરો, વિચાર કરો, તો તો ધર્મ અંતરાત્મામાં વસે : નહિ તો છેટે રહેવાનો. ધર્મી કહેવરાવવા માત્રથી ધર્મી બનાતું હોત, તો તો એક પણ અધર્મી ન રહેત.
સભા : ભવ કારાગારરૂપ ન લાગે ત્યાં શું કરવું ?
વાંધા ત્યાં છે એમ કહો ને ! મૂળમાં જ વાંધા. આ જ કારણથી ધર્મને અંતરમાં ઉતારવો મુશ્કેલ પડે છે : એથી જ ધર્મ નથી જચતો. જ્ઞાનીએ સંસારની જે અસારતા અને જે કારાગારતા, જે જે રૂપે કહી છે તે તે રૂપે વિચારો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org