________________
213
૧૬ : ભવોભવ તુમ ચરણોની સેવા
-
Jain Education International
16
નમસ્કાર હોય. “ચ્છામિ માસમળો" -જેવા સૂત્રનો સર્વત્ર ઉપયોગ ન જ થાય અને જો થાય તો તે સૂત્રની આશાતના કરવા બરાબર છે.
૨૧૩
સમ્યગ્દષ્ટિની ઉદારતામાં સ્થાન સર્વેને હોય તેમ જ દુષ્ટ બુદ્ધિ કોઈ પણ પ્રત્યે ન જ હોય, પણ પ્રદાન તો યોગ્યતા મુજબ અને યોગ્ય રીતે જ હોય !
હૃદય વિશાળ હોય, સંકુચિતતા ન હોય, પણ આજે જે વિશાળતાની વાતો ચાલી રહી છે તે નભે નહિ : કહેવું કે ‘બધા ભાઈઓ છીએ, મિત્રો છીએ અને અમને પરસ્પર પ્રેમ છે : પણ એનો અર્થ અમે બધામાં ભેળા છીએ એ ન જ થવો જોઈએ !' કોઈનું પણ ભૂંડું કરવાની ભાવના નથી એ વાત સાચી પણ એનો અર્થ એ નથી કે સર્વને સલામ જ ભરવી જોઈએ ! સહવાસમાં આવનારને એમ તો લાગવું જ જોઈએ કે આ અયોગ્યના પૂજારી નથી જ : એક પણ અયોગ્ય વસ્તુને અહીં સ્થાન મળી શકે તેમ નથી. અયોગ્યને સલામ ભરવાથી તો એ વધુ અયોગ્ય બને છે અને જેનું ભલું કરવા માંગીએ છીએ તેનું આપણા હાથે જ બૂરું થાય. નોકરના ભલા માટે શેઠે નોકરને નોકર તરીકે જ સાચવવો જોઈએ, નહિ તો કદાચ નોકરને દુર્બુદ્ધિ જાગે અને ઊલટું નોકરનું ખરાબ થાય. અર્થાત્-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જેના અંતરમાં ઊતરી જાય, તેનામાં પરના શ્રેય માટે સર્વસ્વનો ભોગ આપવાની અનુપમ ઉદારતા હોય, પણ તે ઉદારતા એવી તો ન જ હોય કે જેથી પોતાનું અને પરનું-એમ ઉભયનું અહિત થાય. માટે જ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિ આત્મા રોજ પ્રભુને એ જ પ્રાર્થે છે કે ‘જ્યાં સુધી સંસાર ૨હે ત્યાં સુધી શુભ ગુરુના યોગ સાથે તેમના વચનની સંપૂર્ણ સેવા મળો તેમ જ હે ભગવન્ ! ભવે ભવે તારાં ચરણની સેવા મળો !'
For Private & Personal Use Only
www.jainelibrary.org