________________
19૩
- ૧૪ : આશા પારતન્યની આવશ્યકતા - 14 -
-
૧૯૩
ધર્મીની ઉચિત પ્રતિપત્તિથી આત્મા કેવો ધર્મરસિક બને છે, એ સમજવા જેવું છે. કોઈ પણ ધર્માત્માને જોતાં ધર્મપ્રેમીનું હૃદય હર્ષિત બન્યા વિના રહેવું જ ન જોઈએ. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરનાર તરફ સન્માન ન ઊપજે, તો બીજા કોની તરફ ઊપજે ? હવે આ જ વખતે સાધર્મીઓ મંત્રીશ્વર શ્રી વાડ્મટને કહે છે કે :
"प्रभविष्णुस्त्वमेकोऽपि, तीर्थोद्धारेऽसि धीसख !।
बन्धूनिव तथाप्यस्मान्, पुण्येऽस्मिन् योक्तुमर्हसि ।।१।।" હે મંત્રીશ્વર ! આપ એકલા પણ તીર્થોદ્ધારમાં સમર્થ છો, તો પણ બંધુઓ જેવા અમને આ પુણ્યકાર્યમાં જોડવાને યોગ્ય છો.'
આ પ્રમાણે કહીને તેઓ સોનૈયાના ઢગલાઓ દેવા લાગ્યા. કહો કેવો ધર્મપ્રેમ ? કેવી ઉદારતા ? અને કેવી રીતભાત ? પુણ્યકાર્યમાં પોતાની જાતે વિનંતિ કરીને આપવા જવું, એ ઓછી ઉદારતા છે ? લક્ષ્મી ઉપરની મૂચ્છ ઊતર્યા વિના આવી ઉદારતા આવવી-એ અશક્ય પ્રાયઃ છે. મંત્રીશ્વરે એ પુણ્યવાનોનાં નામો પણ વહીમાં લખવા માંડ્યાં. આ સમયે મહાનુભાવ ભીમ, કે જેની પાસે અત્યારે માત્ર સાત કમકની જ આખી મૂડી છે, તે વિચારે છે કે જો મારા પણ આ સાત દ્રમો તીર્થોદ્ધારના પુણ્યકાર્યમાં લાગે, તો ખરેખર હું કૃતાર્થ થાઉં.” પણ આ વિચારનો અમલ કરતાં તેને ઘણો જ સંકોચ થાય છે : કારણ કે કયાં સોનૈયાના ઢગલા અને કયાં સાત દ્રમક ! દ્રમક, એ તે સમયમાં ચાલતું નાણું છે. સાતેસાત દ્રમુકને સમર્પી દેવાની ભાવના, એ જ અજબ છે.
| વિચક્ષણ મંત્રીશ્વરે જોયું કે “ભીમા શેઠ કંઈક આપવા ઇચ્છે છે, પણ અલ્પ હોવાથી આપી શકતા નથી :” એટલે તરત જ કહ્યું કે : “હે સાધર્મિક ! આપને પણ આ તીર્થના ઉદ્ધારમાં આપવાની ઇચ્છા હોય તો આપો, કારણ કે આવો સમય એ મહાપુણ્ય મળી શકે છે.” આથી ખુશ થયેલા તે પુણ્યશાળીએ પણ પોતાની પાસેના સાતે દ્રમકોને પણ આનંદપૂર્વક આપી દીધા. ઔચિત્યના જ્ઞાતા મંત્રીશ્વરે પણ સર્વની ઉપર ભીમા શેઠનું નામ લખાવ્યું. આ જોઈ સઘળા વ્યવહારીઓના મુખ ઉપર શ્યામતા છવાઈ ગઈ : અને તેથી મંત્રીશ્વરે એમને કહ્યું કે :
"कस्मादेवं क्रियते ? अनेन गृहसर्वस्वं दत्तं, युष्माभिस्तु शतांशमात्रमपिन । यदि सर्वस्वं दीयते, तदा भवतां सर्वोपरि नाम स्यात्, इति मन्त्रिवचसा मुदिता लज्जिताश्च ते ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org