________________
127
--
- ૧૪ : આશા પારતની આવશ્યકતા - 14 --
- ૧૮૭
આજે હોટેલો કે જ્યાં આ જાતનો ભક્ષ્યાભક્ષ્યનો વિચાર નથી, ત્યાં ખાવું એ ભક્ષ્ય કે અભક્ષ્ય ? એથી શરીરની મજબૂતી વધતી જાય છે એમ ? નહિ જ. પણ એક જાતનો આત્મનાશક શોખ વળગ્યો છે. વારુ, મનુષ્ય ખાવું કેટલી વાર જોઈએ ? કેટલા કલાક ખાવું જોઈએ ? રાત્રે, દહાડે, સવારે, બપોરે,-બસ ચાલુ જ એમ ? ઊંઘવાના સમય સિવાય ઘણાનું મોટું ભાગ્યે જ બંધ રહેતું હોય : રહે એ અપવાદ : ઘણા એટલે બધા ન સમજતા. જેનું મોટું આખો દિવસ ચાલે તે કઈ કોટિનો ? પૂર્વે પણ મુખવાસ ખાતા હતા, પણ તે જમે ત્યાં જ અગર દીવાનખાનામાં ! પણ ત્યાંથી નિપટાવીને જ ઊઠે : આખો દિવસ નહિ. મુખવાસ મુખશુદ્ધિ માટે છે, મુખમાં ગંદવાડ કરવા માટે નથી.
ખાતાં ખાતાં બોલવાથી તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે'-એમ શાસ્ત્ર કહે છે. હવે મોઢું ચાલુ રાખનારાની દશા કઈ ? આ વાત હું કરું એટલે ઝટ કહે કે “આ જમાનામાં ચાલે ?' ભાઈ ! ત્યારે આવી વાત કયા જમાનામાં ચાલે ? બોલવું એ શબ્દ છે : શબ્દ એ જ્ઞાનનું કારણ છે : માટે અશુદ્ધ મુખે ન બોલાય. પણ મોટું બંધ રહે તો એ નિયમ પળાય ને ?
આજની દશા એ છે કે જ્યાં જાય ત્યાં, મોટું ખાલી થયું કે જે સાધન મળ્યું તે લઈને મોંમાં નાંખ્યું. એક-એક આદમી દશ-દશથી માંડી પ્રાયઃ પચાસપચાસની સંખ્યા સુધીનાં પાન ખાય ! મને એ થાય છે કે “એ ખવાતાં શી રીતે હશે ? મુંઝવણ પણ ન થાય ? આ સ્થિતિથી એટલે કે યથેચ્છ ભક્ષણથી બુદ્ધિ, બગડી. તમે કહો છો કે “રોગ વધ્યા, બુદ્ધિ બગડી :'-પણ એમ ન થાય તો થાય શું? આંખો મીંચીને જે હોય તે ખાય, એની બુદ્ધિનો સદુપયોગ થાય શી રીતે ? જે પેટમાં કચરો ભરવાનું જ કામ ચાલુ રાખે, એ વિચારે કયા વખતે ? આ બધી ચીજો આત્માને પાગલ બનાવે છે. આથી તો વિષયવાસના બળવત્તર બને છે. આંખ અને કાન વગેરે એવાં બને છે કે ન જોવાનું જુએ, ન સાંભળવાનું સાંભળે, ન બોલવાનું બોલે : કશો ખ્યાલ જ ન રહે. આ દશામાં અખંડપણે સદ્ગુરુના વચનની સેવના રહે ક્યાંથી ? એ તો અખંડ ન રહે પણ ઊલટી ખંડખંડ થઈ જાય. આ સ્થિતિ સુધર્યા વિના સુધારો શી રીતે થાય ? “આહાર તેવો ઓડકાર'આવે એમાં આશ્ચર્ય શું છે ? આથી તો અનીતિ પણ વધી.
પચીસ-પચાસના પગારમાં પાંચ-દશ ચાના પ્યાલા, આખો દિવસ પાન, બીડી-હવે તો બીડી નહિ પણ સિગારેટ-જોઈએ, પછી પૂરું થાય શી રીતે ? પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org