________________
૧૮૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
184
છે ! સ્વાર્થ એ વિશ્વમાં ભારભૂત છે, ત્યારે પરમાર્થ એ સારભૂત વસ્તુ છે. શાસ્ત્રકાર મહર્ષિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઇષ્ટફળસિદ્ધિ, લોકવિરુદ્ધત્યાગ, ગુરુજનપૂજન અને પરાર્થકરણ'ને લૌકિક સૌન્દર્ય તરીકે ઓળખાવે છે ? અને તે પછી તે આત્માને લોકોત્તર ધર્મના અધિકારી તરીકે બતાવે છે. વાત પણ ખરી છે કે ભવનિર્વેદ આદિ આવ્યા પછી જ શુભ ગુરુનો યોગ ફળે છે. માટે જ પ્રાર્થનાસૂત્રમાં ઉપરની વસ્તુઓને પ્રાર્થો પછી શુભ ગુરુના યોગની પ્રાર્થના કરવામાં આવે છે અને સાથે “શુભ ગુરુના વચનની સેવા, સંસાર રહે ત્યાં સુધી અખંડિત રહે એવી પણ પ્રાર્થના કરવામાં આવે છે. શુભ શબ્દનું રહસ્ય:
ઉપરની વસ્તુઓ પામ્યા પછી તેના ટકાવનો આધાર અને તેની સફળતાનો આધાર શુભ ગુરુના યોગ ઉપર છે. શુભ ગુરુ જ ઉપરની વસ્તુઓને ટકાવવાનું અને ફળદ્રુપ કરવાનું સામર્થ્ય ધરાવે છે, એમાં બે મત ન જ હોઈ શકે. શુભ ગુરુ વિના ભવના નિર્વેદને અને માર્ગાનુસારિતા આદિ સણોને બીજું કોણ ટકાવી શકે? કોઈ જ નહિ! આથી ગુરુની બાબતમાં ઘણા જ સાવધ રહેવું ઘટે. શુભ ગુરુના યોગમાં જરા પણ ભેદ ન થવો જોઈએ; એમાં ભેદ થાય તો પરિણામ શું? સ્ટીમર કાણી થાય તો બંદર આવે કે તળિયું? ગુરુ કહ્યાથી બધું આવી જતું હતું, તો શુભ ગુરુ કેમ લખ્યું ? કારણ કે જેટલી સારી ચીજ તેની નકલ નીકળે છે. અસલની નકલ હોય જ. સાચા સિક્કાના પ્રચારની સાથે નિયમા ખોટા સિક્કાનો પ્રચાર પણ હોય છે જ. સારાપણું ને ખોટાપણું સાથે ને સાથે જ છે માટે “સુશુભ-અશુદ્ધ' વગેરે વગેરે શબ્દો ઉપર ઉપકારી પુરુષો ભાર મૂક્યા વિના રહેતા જ નથી. બુદ્ધિ પણ “સુ” ને “કુ' બંને હોય, પણ આપણે તો “સુ” જોઈએ તેમ ગુરુ પણ “સુ” જ જોઈએ. આથી જ “સદગુરુનો’ અને ‘તવ્યસેવા'નું વિવરણ કરતાં, પરમ ઉપકારી મહર્ષિ ફરમાવે છે કે :
"शुभगुरुयोगो-विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः, तथा तद्वचनसेवा-सद्गुरुवचनसेवना, न जातुचिदयमहितमुपदिशति, आभवमासंसारमखण्डा-सम्पूर्णा ।"
શુભ ગુરુનો યોગ-એટલે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યનો સંબંધ તથા સદ્ગુરુના વચનની સેવના, આ સંસાર પર્યત અખંડિત એટલે સંપૂર્ણ હો!-કારણ કે સગુરુ કદી પણ અહિતનો ઉપદેશ કરે નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org