________________
૧૦૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
માબાપની ફરજ :
છોકરાના ગુનાને જો માબાપ હસી કાઢે, તો શાસ્ત્ર, દુનિયા તથા નીતિકારો કહે છે કે એ માબાપ છોકરાનાં હિતૈષી નથી : છોકરો ચોરી કરીને આવે અને હાથ ફેરવે, એ માબાપ છોકરાનાં હિતૈષી નથી : સાચાં માબાપ તો કહે કે જ્યાંથી લાવ્યો ત્યાં મૂકી આવ, જેની ચીજ હોય તેને પાછી આપી આવ, માફી માગી આવ, અને કહી આવ કે ‘મેં ભૂલથી ચોરી કરી, પણ હવે નહિ કરું : એમ કહે તો જ ઘરમાં પેસ !’ બસ, આટલું થાય તો છોકરાની જિંદગી સુધરી જાય.
102
માબાપ રૂપિયાની રૂપિયાભાર ચીજ ખવરાવે, પણ છોકરો હઠ લે કે આપો તો ન આપે, રોવા દે. બાળકને એમ થવું જોઈએ કે માબાપ મારી ખોટી હઠને નહિ જ પોષે. પ્રેમ હોય, પણ મોહ ન હોવો જોઈએ. જો કે આજનો તો પ્રેમ પણ મોહના ઘરનો છે : પ્રશંસાપાત્ર નથી. મારું બાળક મોક્ષમાર્ગે જાય અને પાપમાર્ગોથી અટકે, એવું કયાં અને કેટલાં માબાપ ઇચ્છે છે ? તમારો પ્રેમ કેવો છે તે જાણું છું. ખેર ! પણ ત્યાંયે અનીતિ, જૂઠ, પ્રપંચ તમારા બાળકને શીખવાડો, અગર તમારું બાળક તે તરફ જાય તો દરકાર ન કરો, તો કઈ કોટિનાં માબાપ કહેવાઓ ?
આર્ય દેશ, આર્ય કુળ, આર્ય જાતિ, અને પરમાત્મા શ્રી મહાવીરદેવનું શાસન મળ્યું છે, એ કઈ રીતે સફળ થઈ શકે, તે બધું વિચારો અને તેને અનુસરતી કાર્યવાહી કરો. અસ્તુ.
આ જીવનમાં એ નક્કી કરો કે શ્રી વીતરાગ અને વીતરાગના માર્ગની જયમાં જ જય. એ પ્રભુના માર્ગની રક્ષા કરતાં કાયા ખપી જાય તો પણ વાંધો નથી !
Jain Education International
સભા : તાકાત હોય તો હુંકારો દેવાય ને !
તમારી સરળતા માટે ખુશ થાઉં છું. કમતાકાત માટે પશ્ચાત્તાપ કરો. પશ્ચાત્તાપના અગ્નિમાં શિથિલતા બળીને ખાખ થઈ જશે અને શૂરવીરતા આપોઆપ પેદા થશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org