________________
૧૫૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - – 154 દેવાંગના જેવી સ્ત્રીઓ પણ ખૂણે ઊભી ઊભી રોતી રહી. એ વખતે મને લાગ્યું કે આ રક્ષક, આ રક્ષક, એ બધું ખોટું છે એ વખતે મેં નક્કી કર્યું કે આમાં રક્ષક કોઈ નથી, રક્ષક ધર્મ છે. અભિગ્રહ કર્યો કે આ વ્યાધિ શમે કે તરત એ ધર્મને શરણે જાઉં. વ્યાધિ શમ્યો એટલે એ બધું મૂકીને આવ્યો : નાથ વગરનો હતો તે નાથવાન બન્યો. રાજનું ! આટલા જ માટે હું તમને પણ કહું છું કે તમે અનાથ છો !” અને એ જ વખતે શ્રેણિક પણ તે વાતને કબૂલ કરે છે. આ યોગ્યતા !
શ્રેણિક મહારાજા જેવા પણ સમ્યક્ત પામ્યા પછી ત્રિકાળ જિનપૂજન વિના કોઈ દિવસ રહ્યા નથી : એક પણ દિવસ શ્રી જિનેશ્વર ભગવાનના સમાચાર મેળવ્યા વિના રહ્યા નથી : સમાચાર લાવનારને એક પણ વખત ઇનામ આપ્યા વિના રહ્યા નથી : સમાચાર મળે કે તરત સિંહાસનથી ઊઠી, પાંચ-સાત કદમ સન્મુખ જઈ, વંદન કર્યા વિના રહ્યા નથી : રાજગૃહીના ઉદ્યાનમાં ભગવાન આવ્યાના સમાચાર સાંભળ્યા કે તરત રાજસભા બંધ કરી દેશનામાં ગયા વિના રહ્યા નથી ! એ માનતા કે રાજસભા તો કાયમ છે, પણ ભગવાન કદાચિત્ આવે તો ગયા વિના રહેવાય ? આંખો મીંચીને, પગ પર પગ ચડાવીને, ધ્યાની બનતાં એમને નહોતું આવડતું ? અરે મહાનુભાવ ! ગણધરદેવ પણ નિરંતર પ્રતિક્રમણ કરે : સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા, ચાર જ્ઞાન ધારણ કરનાર, છતાંયે આવશ્યક ન છોડે : અને આજના અમારા જેવા આવશ્યક છોડે અને તમારા જેવા ઘરમાં બેસે તે ચાલે ? એનો અર્થ તો એ કે તેવા પણ પૂર્વપુરુષો કરતાં આપણો આત્મા ઊંચી કોટિનો માનીએ છીએ ? વિચારો તો ખરા કે આજનું સત્ત્વ કેટલું ? છાપરાનું નળિયું ખખડે, અરે હાલે તો છાતી ધડકે : જરા મચ્છર બેસે તે પણ ન ખમાય : અને સાતમા ગુણઠાણાના ધ્યાનની વાતો કરે !
જ્ઞાની પુરુષોએ કેવળ ઉપકારની ખાતર કહેલાં અનુષ્ઠાન છોડી “સોડજંસોડ'નો જાપ કરનારાઓને પૂછો કે “સોડ' શું ?, એ તો કહે ! તે હું, પરમાત્મા તે હું, પણ ક્યારે ? માંહીં રહેલો કચરો કાઢે ત્યારે કે એમ ને એમ? જે રીતે પરમાત્માએ કચરો કાઢ્યો, તે રીતે કચરો કાઢવો પડશે કે નહિ ? માટે યાદ રાખો કે આડંબરથી જરાયે મુક્તિ નથી. આડંબર મૂકીને કરવા યોગ્ય હોય તે અવશ્ય કરો. સ્વાર્થ એ જ મહાપાપ :
વ્યવહારમાં શ્રીમાન થવા માટે શું કરવું પડે? એમ ને એમ થવાય? પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org