________________
૧૧૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
114
રોકે ? ભલે, આ લોકમાં છોકરાં ખુરશી પર બેસે, પણ પછી ? પરલોકમાં મરીને ક્યાં જશે તેની ચિંતા નહિ કરવાની કેમ ? છોકરાઓએ બાપને કહેવું જોઈએ કે ઘણું કર્યું, હવે તો આત્મસાધના કરો !” માબાપ પણ છોકરાને કહે કે “અમે તો ફસાયા, પાપમગ્ન બન્યા, પણ અમારો અનુભવ એ સૂચવે છે કે એ અનુભવના અખતરા ન હોય.' જે અટવીમાં પોતે ભૂલા પડ્યા, ત્યાં જ બચ્ચાંને ધકેલવાં, એ કેટલો ભયંકર જુલમ છે? કેટલી ભયંકર ખરાબી છે? અશાંતિ અને દુઃખનું કારણ શું છે?
દોષથી બચવું છે અને શાંતિ-સુખ-આનંદ જોઈએ છે, તે શી રીતે મળશે ? આપણે શાંતિ જોઈએ તો શાંતિનું પાલન કરવું પડે ને ! પારકાને દુઃખી કરવાની ભાવનાથી સુખી થવાય ? કોઈનું મોટું કાળું કરવા ઇચ્છનારે હાથમાં કાદવ લીધો, એટલે સામાનું મોટું તો કાળું થશે ત્યારે થશે, પણ તે પહેલાં પોતાનું તો મન અને હાથ બન્નેય કાળાં કરવાં પડ્યાં,એમાં તો જરા પણ શંકા નથી જ. સામો હોશિયાર હોય તો ઠેઠ સુધી સામે જુએ અને એ વખતે મોઢું ફેરવી નાખે તો બચી પણ જાય ! તો એવો બેવકૂફ કોણ હોય કે સામાનું મોં કાળું કરવા, કાળું થવાનું નક્કી નથી છતાં, પોતાના હૈયાને તથા હાથને કાળા કરે ? કોઈનું પણ કાળું કરવાની ભાવના હૈયામાં ન આવવી જોઈએ. સામાનું કાળું તો ભાગ્યને આધીન, સામો ભૂલે તો થાય, પણ પહેલાં પોતાનું તો કાળું થઈ જ જાય. સામાનું કાળું કરવાનો વિચાર આવે કે તરત પોતાનું તો બગડે. જ્ઞાની પુરુષોએ બહુ બહુ શિખામણી દીધી છે. કોઈ તરફથી ખરાબ શબ્દ આવે તો ગુસ્સે ન થાઓઃ જો એ કહે છે તે સાચું હોય તો તમે સુધારો કરો અને ખોટું હોય તો એની કિંમત ન આકો.
મનુષ્યપણાની ભાવના નાશ પામી જાય ત્યાં જેનત્વ આવે કયાંથી ? અને જૈનત્વ વિના ધૂનન થાય શી રીતે ? ધૂનન થાય ત્યારે તો બધું હાલે. સ્થિર જગ્યામાંયે ન ટકી શકાય, તો ધરતીકંપ થાય ત્યાં શું થાય ? મજાના શાંત સ્થળમાં પણ મજબૂત ન રહી શકાય, તો પાયાનાં મૂળિયાં હાલે ત્યાં શું થાય ?
ત્રણ લોકના નાથની પાસે જે જાતની માગણી કરો છો, તેમાં એકતાન બનો. એ ભાવના અને એ સંસ્કાર, ઘરમાં અને કુટુંબમાં ફેલાય તો પાપનો આપોઆપ નાશ થાય. આજે જ એ પાપ ચાલી જાય. બધા એમ જ કહે કે “જિંદગી નાની છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org