________________
123
– ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10 - ૧૨૩ ચડાવનારા, એ વસ્તુતઃ ત્યાગી નથી.'-આ વાત તમને આ પ્રાર્થનાસૂત્ર સમજાવે છે ! જેમ જેમ વિચારશો, તેમ તેમ તમને આ પ્રાર્થનાસૂત્રમાંથી ઘણું મળશે.
મિથ્યાદષ્ટિ અવસ્થાના અપુનબંધક માર્ગાનુસારીપણાના વર્ણનમાં પણ, એ વસ્તુ આવે છે કે તે આત્મા પણ ભયંકર સંસાર પ્રત્યે બહુમાનવાળો ન હોય ! સમ્યગદૃષ્ટિ આત્મા તો સંસાર પ્રત્યે રુચિવાળો ન જ હોય, પણ સમ્યક્તને નહિ પામેલા માર્ગાનુસારી આત્માને પણ એમ થયા કરે કે : “જરૂર સંસાર ભયંકર છે : વિકટ છે : ડગલે ને પગલે ભયંકરતા પ્રત્યક્ષ દેખાય છે : મને સત્ય ધર્મની પ્રાપ્તિ ક્યારે થાય ?' મિથ્યાત્વમાં બેઠેલો આત્મા પણ ઉત્તમ વિચારોમાં વધતો વધતો, એટલો બધો મધ્યસ્થ બને કે “શાસ્ત્ર ગહન છે અને મતિ તો અલ્પ છે : શાસ્ત્રમાં આપણી ચાંચ ખેંચે તેમ નથી : માટે શિષ્ટ પુરુષો કહે એ જ પ્રમાણ હોય !” આ ભાવનાવાળો-આ વિચારવાળો, પછી એમ ન કહે કે “મને આમ લાગે છે અને મને તેમ લાગે છે. એ તો એમ જ કહે કે “મારી મતિ ક્યાં ને આ ગહન શાસ્ત્ર ક્યાં ?” મતિ અલ્પ છે માટે શાસ્ત્ર સમજવું કઠિન છે તેથી શિષ્ટ પુરુષો કહે તેને પ્રમાણ રાખે છે. મતિ અલ્પ હોવાથી શાસ્ત્રની ગહનતા ન સમજી શકાવાથી, મતિને આધી મૂકી શિષ્ટ પુરુષોનું કહેલું પ્રમાણ કરે : અર્થાત્ તે માને કે “જ્ઞાનીનું કહેવું બુદ્ધિમાં ઊતરતું નથી, માટે બુદ્ધિ મુજબ દોડવું કામ નહિ લાગે, પણ શિષ્ટ મહાજનો કહે તે બુદ્ધિમાં ઉતારવા પ્રયત્ન કરવો પડશે.” ધર્મ, એ સામાન્ય બુદ્ધિથી પર હોય કે કેમ ?
જે વસ્તુ અનંતજ્ઞાનીઓએ કહી, તે સામાન્ય બુદ્ધિથી સર્વ પ્રકારે ગ્રાહ્ય ? શ્રી તીર્થંકરદેવો પણ કેવળજ્ઞાન થવા પૂર્વે ધર્મતીર્થની સ્થાપના કરતા નથી. કેવળજ્ઞાન પેદા કરી, અનંતી શક્તિ મેળવી, ત્રણે જગતના અને ત્રણે કાળના સઘળા પદાર્થો-સઘળા પર્યાયોને એકી સાથે-એકી સમયે જોયા અને જાણ્યા પછી, ધર્મતીર્થની સ્થાપના કરી. હવે આ ધર્મ સામાન્ય બુદ્ધિથી સર્વ પ્રકારે ગ્રાહ્ય હોય તે બને ? ધર્મ, એ સામાન્ય બુદ્ધિથી પર વસ્તુ છે : તેમાં સમાઈ જાય તેવો નથી.
શ્રી ઇંદ્રભૂતિજી, ભગવાન શ્રી મહાવીરદેવ પાસે સમવસરણમાં આવ્યા : જ્યાંથી નીકળ્યા ત્યાંથી તો પરિપૂર્ણ અભિમાનના યોગે નીકળ્યા હતા : એમના પાંચસો શિષ્યો ઉત્તમ બિરદાવળી બોલતા હતા : અને એ સાંભળીને શ્રી ઇંદ્રભૂતિજી પોતામાં જે ન હતું તે માનીને ચાલ્યા આવતા હતા : સમવસરણમાં બેઠેલા ભગવાન શ્રી મહાવીરદેવને જોયા કે તરત પલટો થયો : ઇંદ્રભૂતિ મુંઝાયા : મનમાં થયું કે “હું ધારું છું તેવી આ વ્યક્તિ નથી.” અનેક પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org