________________
૧૦૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
100
બોલો ને ? પણનો પાંચમણિયો રાખો એ ન પાલવે. હું કહું છું કે મીઠા કરતાં કડવું સાંભળવાના વધુ રસિયા બનો ! તમારી ખામી કહેનાર મળે ત્યારે તમારા ઉદ્ધારની તૈયારી થઈ એમ માનો ! તમને સારા તો સૌ કહેશે : જેને તમારી ગરજ હોય તે કદી તમને ખોટા કહે ? મને કોઈ ખોડ ન બતાવે તો કઈ તાકાત છે કે ખોડ જુઓ ? કોઈ દિવસ ખોડનો વિચાર કરો છો ? નિયમ કરો કે ખોડ જોવી. ખોડ જોવીયે નહિ ને સાંભળવયે નહિ, તો કલ્યાણ શી રીતે થાય ? ગામ જવું હોય તો બધું પૂછો. ગાડી કયા ટાઇમે ઊપડશે, કયા પાટે આવશે, ટિકિટ ક્યાં મળે છે, પૈસા કેટલા-એ બધું નક્કી કરી : અને અહીં કંઈ જ નહિ ? ગાડી પાંચ ને પાંચે ઊપડતી હોય તોયે ત્યાં ટાઇમ પહેલાં જઈને બેસો. ગાડી ટાઇમસર જ ઊપડે. કદાચ મિનિટ મોડી થાય. વહેલી તો ઊપડે જ નહિ : એવો મજાનો કાયદો છે તોયે વહેલા જઈ બેસો. ત્યાં સામાન્ય પટાવાળો કહે કે કેમ અહીં ઊભા છો ? તો તરત કહે કે ભાઈશાબ ! આઘા ઊભા રહીએ ? સમજે છે કે દંડ થાય. અહીં જો સાધુ કહે કે આ ભૂલ છે, ઠીક નથી, તો ન ખમાય : સાધુ અમને ખોટા કહે ? એમની ભાષા સમિતિ ક્યાં ગઈ ? ભાગ્યશાળી ! ભાષાસમિતિનો અર્થ સમજો. ઉન્માર્ગે જતી જનતાને જે શબ્દોથી રોકાય તે શબ્દો બોલાય એ જ ભાષાસમિતિ : પણ ઉન્માર્ગે જતા રોકવા નહિ અને મીઠું બોલવું, એ તો ભાષાસમિતિનો ભંગ છે. છોકરો સાપને પકડવા જાય ત્યારે મા કેવી બૂમ મારે ? કારમી બૂમ મારે કે છોકરું ભડકી જાય, પટકાય, હાથ મરડાય તો મરડાવા દે, પણ બાળકને બચાવે. એ તો સમજો છો ને ? બચાવવાની ક્રિયાથી આપણું ચાલ્યું જાય કે રહે ? પ્રભુ શ્રી વીરનું દષ્ટાંત વિચાશે !
અમારી દયા તમે ન ખાઓ : તમારા શ્રેયની ચિંતા કરી તમે આગળ ધપો : ગમે તેવા પ્રસંગે પણ ગભરાઓ નહિ. ભય કોનો અને કોને ? હિંસા કરવી નથી, જૂઠું બોલવું નથી, ચોરી કરવી નથી, સ્ત્રીસંગ કરવો નથી, અને પરિગ્રહ રાખવો નથી, તો પછી ભય શાનો ? ભય તો તેને કે જેને હિંસા કરવી હોય, કોઈને મારવા હોય, ઊંધું-ચતું બોલવું હોય, ગલ્લા ગેપ કરવા હોય, કોઈના ઘરમાં ઘૂસવું હોય કે મારું તારું કરવું હોય ! જેને કોઈનું ભૂંડું કરવું નથી, એટલું જ નહિ પણ માત્ર ભલું જ કરવું છે, તેને ભય શો ? ભલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org