________________
૧૦૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
103
બહિરાત્મા તથા અંતરાત્માના સ્વરૂપને સમજ્યા વિના, પરમાત્મા શી રીતે બની શકાય ? બહિરાત્મ અવસ્થા મૂકવી નથી, અંતરાત્મઅવસ્થા પ્રાપ્ત કરવી નથી અને સીધું પરમાત્મા બનવું છે તે કેમ બનાય ? પરમાત્મા બનવા માટે તો બહિરાત્મદશા મૂકી, અંતરાત્મદશા પ્રગટ કરવી પડશે. આત્માના ગુણોનો વિચાર જ કરવામાં ન આવે ત્યાં થાય શું ? આત્માના ગુણો કાંઈ બહારથી નથી લાવવાના, પણ છે તેને પ્રગટ કરવાના છે. એ પ્રગટ કરવાને બધાં શુભ આલંબનો સેવવાનાં છે. અંતરાયભૂત વસ્તુઓથી આઘા રહેવાનું છે. ઉત્તમ આત્માઓને ઉત્તમ પરિણામ આવે તે પણ ક્વચિત્ અને તે પણ ચંચળ : માટે ઉત્તમ પરિણામ આવે ત્યાં ઉત્તમ પ્રવૃત્તિ કરવામાં વિલંબ કરવો, એ આત્મકલ્યાણકાંક્ષી આત્માને માટે ઉચિત નથી. શાસ્ત્રમાં શ્રાવકોને સાધુનાં માબાપ કહ્યાં છે ?
વસ્તુને વસ્તુગતે જાણીએ અને સમજીએ, તો ભાવના જીવતી-જાગતી કેમ ન રહેવી જોઈએ ? પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય) બોલતી વખતે આત્મા એકતાન બનવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવ સમક્ષ બોલીએ છીએ,ત્યાં બોલીને ફરાય નહિ એટલું સમજવું જોઈએ. પ્રાર્થનાસૂત્ર બોલતી વખતે આટલી સાવચેતી હોય તો આત્મા કેવો અને કેટલો સુંદર બની શકે એ વિચારો.
મહાપુરુષોને પ્રાણાંત ઉપસર્ગોમાં પણ દુર્ભાવના નહોતી આવતી તેનું કારણ શું, એ વિચાર્યું છે? આ પ્રાર્થનાના ભાવથી તે મહર્ષિદેવો ઓતપ્રોત થયા હતા. રાજાના મારાઓ જ્યારે શ્રી ખંધક મુનિવરની ખાલ (ચામડી) ઉતારવા આવ્યા, ત્યારે તે મુનિવર આનંદ પામ્યા અને શું વિચાર્યું તે જુઓ :
મુનિવર મનમાંહી આણંદ્યા, પરિષહ આવ્યો જાણી રે; કર્મ ખપાવા અવસર એહવો, ફરી નહિ આવે પ્રાણી રે, અહો. ૧ એ તો વલીય સખાઈ મળીઓ, ભાઈ થકી ભલેરો રે;
પ્રાણી કાયરપણું પરિહરજે, જેમ ન થાયે ભાવફેરો રે. અહો. ર” વિચારો, આ કેવી સુંદર વિચારણા છે ? કઈ જાતની ભાવના છે ? ઉપસર્ગ કરનારને પણ ઉપકારી માનવા, એ જેવી તેવી ધીરતા નથી ! વધુમાં એ મહર્ષિ ફરમાવે છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org