________________
૨૭
-
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
-
28
ધર્મધ્વંસ વખતે મુનિ શું કરે? :
તીર્થની અનુપમતા સમજવા માટે હજુ ચાર વિશેષણો છે તેમાંથી તમારીઅમારી ફરજો સમજાશે. કેવી સમતા, શાંતિ,ક્ષમા રખાય અને શાસનરક્ષા માટે શા શા પ્રયત્નો થાય-એ બધું આ શ્લોકમાંથી નીકળવાનું છે. એ આપણે ક્રમસર જોઈશું. કલિકાલસર્વજ્ઞ, ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
ધર્મસે ક્રિયાનો, સિદ્ધાન્તાવિત્નો
પૃષ્ટના પાન, વચ્ચે રિણિતમ્ III” ધર્મના નાશ સમયે, ઉત્તમ ક્રિયાનો લોપ થયો હોય કે થતો હોય તે વખતે અને સ્વસિદ્ધાંત એટલે શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા સિદ્ધાંતના અર્થનો વિપ્લવ થતો હોય ત્યારે, તેને રોકવા માટે નહિ પુછાયેલા એવા પણ સમર્થ આત્માએ અવશ્ય બોલવું જોઈએ.” એવા સમયે બનાવટી અને નાશક શાંતિના જાપો ન જપાય. ખોટી શાંતિ અને સમતાના પાઠ ભણવાથી વસ્તુને ગુમાવી દેશો. એ પાઠ ભણાવનારા કોઈ હોય તો તે સુગુરુ નથી ! સન્માર્ગનો લોપ થતો હોય, ત્યારે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા પણ કહે છે કે સામર્થ્યવાન આત્મા પુછાયા વગર પણ નિષેધ કરે. “કરશે તે ભરશે તો તમે શું કરશો ? આવા પ્રસંગે ઘરના ખૂણે બેસવા કરતાં ખપી જવું સારું છે. જ્ઞાની કહે છે કે સત્યનો રાગી ઉત્તમ ક્રિયાઓના લોપ વખતે મંગો ન રહે. જો છતી શક્તિએ મૂંગો રહે, તો પરિણામે આસ્તિકતા ચાલી જાય અને નાસ્તિકતા આવે. તમારું સામર્થ્ય ન હોય તો કોઈ બોલે, કોઈ સમર્થ જાગે, કોઈ ઉન્માર્ગીઓને રોકે-એમ ભાવવું જોઈએ અને કોઈ જાગે ત્યારે ખુશ થવું જોઈએ. “એવો કોઈ જાગે તો સારું- એમ હૃદયમાં વારંવાર થયા કરવું જોઈએ. સાચો સન્માર્ગપ્રેમ ત્યાં છે.
શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગુરુવર્ય આચાર્યદેવ શ્રીમદ્ દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ પોતાની અમુક અશક્તિનો પશ્ચાત્તાપ કરી“ક્યારે કોઈ પ્રભાવક જાગે ?” – એવા મનોરથ કરતા હતા. જેને જેને શાસનની અનુપમતા સમજાય, તેને તેને એવા મનોરથ થાય જ. તારણહાર શાસનની અનુપમતા સમજવા માટે વધુ હવે પછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org