________________
૫ : તીર્થની આરાધનાનો અવસર
તીથરાધનાની તાકાત કેળવો !
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા તીર્થનો મહિમા કહી આવ્યા. એમાં એમ ફરમાવી ગયા કે “તીર્થ ગતિ તીર્થ જયવંતું વર્તે છે.” શાથી ? એનામાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એક પણ સુયોગ્ય વિચારનો એમાં તિરસ્કાર નથી. એ તીર્થના સિદ્ધાંતો એવા તો સિદ્ધ થયેલા છે, કે જેની સેવાથી સેવકના સઘળા પાપરૂપ મળો દૂર થઈ શકે એમ છે. એટલા જ માટે એ શાશ્વત રહેવાને સરજાયેલું છે. જેની ઉપમામાં કોઈ જોડી નથી અને એટલા જ માટે સઘળા શ્રી જિનેશ્વરોથી શરૂઆતમાં એ નમસ્કાર કરાયેલું છે. જે તીર્થને સાક્ષાતુ જિનેશ્વરો નમે છે, તે તીર્થની આપણને પ્રાપ્તિ થાય તો એ તીર્થની સેવા માટે આપણે જેટલું શક્ય હોય તેટલું કરવું જોઈએ. શાસ્ત્ર જેમ શક્તિ ગોપવવાનો નિષેધ કર્યો છે, તેમ શક્તિના અતિરેકનો પણ નિષેધ કર્યો છે. જેમ શક્તિ છુપાવવી નહિ તેમ શક્તિથી આગળ પણ જવું નહિ. શક્તિ છુપાવીએ તો ગુનેગાર બનીએ, અમલ ન કરીએ તો વંચિત રહીએ, અને શક્તિથી આગળ વધી જઈએ તો કરી શકતા હોઈએ તે પણ ગુમાવી બેસીએ. અતિશય મુસીબતે મળી શકે તેવું તીર્થ પામ્યા પછી, એની આરાધનામાં જિંદગીનો જેટલો સમય વ્યતીત થાય તેટલો કરવો જોઈએ.
એક વાતની સૂચના કરવાની છે, અને તે એ છે કે દિવસે દિવસે બહારનું વાતાવરણ બગડતું જાય છે. ભાવનામાં પરિવર્તન થતું જાય છે. જરા પણ શાંતિ ગુમાવવી, આકરા થવું કે હૃદયની ભાવનામાં ઉગ્રતા કરવી, એ બધું જોખમમાં છે. લેશ પણ બોલ્યા વિના જ શાંત રહી શકશો, શ્રી જિનેશ્વરદેવે કહેલો મૌનગુણ કેળવી શકશો, શાસનને રોમરોમ પરિણમાવી શકશો, તો જ તમે તમારું પોતાનું કલ્યાણ કરી શકશો તથા સામાનું કલ્યાણ પણ કરી શકશો : નહિ તો સ્વ અને પરનું બગડવાનો સમય આવી લાગશે. ગમે તે સંયોગોમાં જરા પણ ઉકળાટ લાવ્યા વિના, શાંતિથી જે કાંઈ આ જ્ઞાનીએ સંસાર તરવા માટે આપણને બતાવ્યું છે તેને સાંભળી, જીવનમાં જેટલા પ્રમાણમાં ઉતારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org