________________
૮ : પ્રાર્થનાનો પરમાર્થ
ધર્મકુશળ બનવા માટે કર્મકુશળ બનવાની જરૂર ખરી ?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, શ્રીઆચારાંગ સૂત્રની આદિમાં મંગળાચરણ કરતાં ફરમાવી ગયા કે શાસન જયવંતુ વર્તે છે. તીર્થ છે ત્યાં સુધી હંમેશ જયવંતુ છે. એનો કદી પરાજય થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. એકેએક યોગ્ય વિચારને ત્યાં સ્થાન છે અને એકેએક અયોગ્ય વિચારનો એમાંથી બહિષ્કાર છે. ખરાબ વિચાર એમાં એક પણ નથી અને કોઈ પણ સારો વિચાર એમાં નથી એમ પણ નથી. તેના સિદ્ધાંતો અનેક રીતે એવા સિદ્ધ થયા છે કે એને સેવનારો જરૂર સંસારથી મુક્ત થાય જ. એટલા માટે જ એ તીર્થ સદાકાળ રહેવા માટે સરજાયેલું છે : એની જગતમાં જોડી પણ નથી : અને માટે જ સધળા શ્રી જિનેશ્વરોએ શરૂઆતમાં એને નમસ્કાર કરેલ છે. તીર્થંકરો પણ એને નમે છે : કારણ કે એ અનુપમ છે, શાશ્વત છે અને એના સિદ્ધાંતો,સેવનારાના કર્મરૂપ મળને દૂર કરે તેવા છે. તેમાં એકેએક યોગ્ય વિચારને સ્થાન છે, એક પણ અયોગ્ય વિચારને ત્યાં સ્થાન નથી, એક પણ યોગ્ય વિચાર ત્યાં નથી તેમ નથી. માટે જ એ તીર્થ હંમેશ જયવંતુ છે. માટે જ વખતોવખત કહેવામાં આવે છે કે તીર્થ પામ્યા બાદ સાચવવાની, એનું રક્ષણ કરવાની જોખમદારી ઘણી મોટી છે. એ પામ્યા બાદ આત્માના આખા જીવનનો પલટો થવો જોઈએ.
આ તીર્થના સેવકની ફરજ છે કે એક પણ અયોગ્ય વિચારને ટકવા ન દેવો અને એક પણ યોગ્ય વિચારના સ્વીકારમાં આનાકાની ન કરવી. તીર્થ સદૈવ જયવંતુ છે એમાં તો શંકા નથી. ભલે જયવંતુ છે, છતાં તીર્થનો સેવક એની રક્ષા માટે પ્રયત્ન કરે, જો પ્રયત્ન ન કરે તો શાસન જીવતે છતે પણ તીર્થનો સેવક તો રક્ષક ન જ કહેવાય.
આ તીર્થના સેવકની ફરજ કઈ ? એક પણ અયોગ્ય વિચારને પોતામાં ન આવવા દે અને એક પણ સુયોગ્ય વિચારને જવા ન દે. એના સિદ્ધાંતોના સેવનમાં આત્માને ઢીલો પડવા ન દે કે એમાં અસ્થિરતા આવે એવો વિચાર થવા ન દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org