________________
5૭
- ૫ : તીર્થની આરાધનાનો અવસર - 5
-
૫૯
વિના-આ આજ્ઞા વિના કેમ જિવાય?નહિ જ જિવાય ! જીવવું હોય તો ખરી ચીજ તો આ છે : પેલી બધી ચીજો જેમાં તમારી પરીક્ષાશક્તિ વગેરે છે, તે કાંઈ જીવાડનારી નથી.બહુ તો ખોખું રહે ત્યાં સુધી ખોખાને પોષનારી છે. કોણ જાણેખોખાને પણ પોષશે કે નહિ ? એની ખાતરી શી ? જીવવા માટે તો એક આ જ ચીજ છે. આ વાત હૈયામાં અંકિત થઈ જાય, તો નય વીયર' સૂત્રમાં કરવામાં આવતી પ્રાર્થના સાર્થક થાય. એ ‘જય વિયરાય માં તમે તો બહુ કહ્યું. શ્રી વીતરાગ પાસેની તમારી માગણીનો પાર નથી રહેતો. ય કહીને અટક્યા નથી. બીજા પદમાં તમે તમારી ભાવના વ્યક્ત કરો છો :
“દોડ મi સુદ vમાવો પ્રયવં !”
“હે ભગવન્! મને તારા પ્રભાવથી હો ! ભગવાનના પ્રભાવથી શું માગો છો તે કહેશો ? હવે તમે જે શ્રેણિબંધ માગણી કરો છો તે ગણાવું ? એ ગણાવવાની વાર છે. એની તો આજે બધી પંચાત છે. આ બધું કોની આગળ બોલો છો ? શ્રી જિનેશ્વરદેવની આગળ ! શ્રી જિનેશ્વરદેવ એ કાંઈ સામાન્ય વ્યક્તિ નથી. શું શ્રી જિનેશ્વરદેવ તમારા હૈયાને ન જાણે ? આ નાનીસૂની વ્યક્તિ છે ? આનાથી દુનિયામાં બીજી કઈ મોટી વ્યક્તિ છે? તમારો રાજા તો એ ! મનુષ્ય દેહનો રાજા ભલે બીજો હોય, પણ આત્માનો રાજા તો આજ ! આ ખોખા પર ભલે બીજી રાજસત્તા હોય, પણ આત્મા પર સત્તા કોની ? એ શ્રી વીતરાગદેવની ! જે દિવસે એની સત્તાનો અંકુશ નીકળી ગયો, પછી રહ્યું શું ?
જય વીયરાય કેવી ઉમદા વસ્તુ છે ! એક એક શબ્દના મર્મ સમજાય, એ પદોની કિંમત હૃદયમાં અંકાય અને એ અનંતજ્ઞાનીએ ગોઠવેલા શબ્દોનો મહિમા હૃદયમાં ઊતરે, તથા એક એક શબ્દમાં રહેલા અનંતા ભાવને સદ્દહી શકો તો કામ થઈ જાય. જેને આ ગમતું હોય તેને માટે આ વાત છે. જેને ‘જય વિયરાય” ન ગમતા હોય, જેને આ પ્રાર્થના જ ન ગમતી હોય, તેને માટે આ વાત નથી. જેની આગળ પ્રાર્થના થાય છે, તે સર્વનું સર્વથા યોગક્ષેમ કરનાર છે સર્વસ્વ એ તારકની પાસે છે. ધર્મગુરુ શા માટે?
નારદ, વસુ અને પર્વત,-એ ત્રણેના ગુરુ ઉપાધ્યાયે જ્યારે ચારણમુનિના મુખમાંથી એમ સાંભળ્યું કે આ ત્રણ શિષ્યોમાંથી બે નરકગામી , ત્યારે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org