________________
કા
– ૪ : તીરથની આશાતના નવિ કરીયે - 4 -
-
૧૧
શાની ન હોવાથી તેની શિક્ષામાંથી હોશિયારીના યોગે યા બનાવટી પુરાવા વગેરેના યોગે કદાચ બચી જશો, પણ કર્મસત્તા તો ક્ષણેક્ષણના મનના વેગને પણ જાણી સત્તામાં દબાવશે ; ત્રીજી મિનિટે કાનપટ્ટી પકડી ઢસડી જશે : કાકા, મામા ને ફુઆ કે ગાડી, વાડી ને લાડી નહિ બચાવે. પાખંડીના રંગમાં ન રંગાઓ, રાતા પીળામાં ન મૂંઝાઓ. દુનિયાની વાયડી વાતોમાં વાયડા ન બનો. અણસમજુના પ્રલાપને આધીન ન થઈ જાઓ. અનંતજ્ઞાનીના વચન પર વધુ વિશ્વાસુ બનો. એ મહાત્માઓ તો તમારા અને અમારા ભવિષ્યના ભલા માટે-આત્માના ભલા માટે રાજઋદ્ધિ તજી, ત્યાગ સ્વીકારીને આ બધું લખી ગયા : મહામહેનત કરી લખી ગયા. તરવાનો રસ્તો એ મહાત્માઓ આપી ગયા. અને ત્યાં કહેવું કે શાસ્ત્રને આઘાં મૂકો એમ ? કયા શબ્દોમાં કહું તો તમને અસર થાય, કે જેથી પરિણામે તમે પાપથી બચો ? જરા વધુ કરડા શબ્દો કહું, તો કહે છે કે મહારાજ ઘણું કહે છે, પણ ભાઈ ! આ તો બચાવના રસ્તા છે.
શાસ્ત્રમાં આવે છે કે સ્વાર્થ ખાતર પતિએ પત્નીને મારી અને પત્નીએ પતિને માર્યો, બાપે દીકરાને માર્યો અને દીકરાએ બાપને માર્યા. એવી સંભાવના હોવા છતાં પણ ત્યાં વિશ્વાસ મૂકવામાં વાંધો નહિ અને આ અનંતજ્ઞાનીઓની આજ્ઞામાં વિશ્વાસ મૂકવામાં તમારું શું લૂંટાઈ જાય છે ?, એ તો કહો !
જે તીર્થને પામ્યા છો તે તીર્થ-હિંસા, મૃષા, ચોરી, વ્યભિચાર, લોભ, ક્રોધ, માન, માયા, પ્રપંચ, ઇર્ષા, કલહ, કજિયા વગેરે બધાં પાપથી બચાવનારું છે : દુઃસહ્ય પાપથી બચાવનારું છે : ભૂંડું કરનારનુંયે ભલું કરવાની સલાહ આપનારું છે : પ્રાણ લેવા આવનારનુંયે હિત ચિંતવવાની સલાહ આપનારું છે. આવું અનુપમ તીર્થ પામ્યા તો છો, હવે ન આરાધાય તો એના જેવી કમનસીબી બીજી કોઈ નથી, એ નક્કી માનજો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org