________________
૪૮
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
વ8
ગુલામ કોણ ?
જે દીક્ષાને અનંત શ્રી તીર્થંકરદેવોએ અને શ્રી ગણધરદેવોએ સેવી, જેની સેવાના યોગે અનંત આત્માઓ મુક્તિપદના ભોક્તા થયા અને એ પરથી ઉપકારી પુરુષોએ પણ એ જ ફરમાવ્યું કે દીક્ષા વિના આત્માને ઇષ્ટ એવા એકાંતિક અને આત્યંતિક સુખની પ્રાપ્તિ જ નથી તે દીક્ષા જો આ આત્માને ન જચે તો એ કેવી કમનસીબી ગણાય ?, એ વિચારો.
આત્માના ઉદ્ધારની બાબતમાં બેદરકાર ન બનો. શું બે ઘડીની સામાયિક કરનાર આત્માને જિંદગીના સામાયિકની ભાવના ન હોય એ બને ?
જૈનશાસન દુનિયાનો પરલોક સુધારવા સરજાયેલું છે આ લોકને નિયમિત કરવા, પરલોકને સુધારવા-વિશુદ્ધ કરવા જ, આ શાસનની સ્થાપના છે : પણ અનીતિ, પ્રપંચ, જૂઠ, પાપ, વિષયવાસના, આરંભ, સમારંભ વગેરે વધારવા, ખીલવવા કે અનુમોદવા માટે શ્રી જૈનશાસનની સ્થાપના નથી. શ્રી જૈનશાસન સ્થાપનારા પણ પહેલાં કહ્યું તેમ, સ્થાપવા માટે સંયમ લીધા પછી કેવળજ્ઞાન ન થયું ત્યાં સુધી, જમીન પર બેઠા નહિ : ઊભા ને ઊભા, સૂવાની તો વાત જ નહિ. ભૂમિ ઉપર તો બેઠા જ નહિ. કદી બેઠા તો વીરાસને, ઉત્કટાસને કે તેવા જ કો આસને. શ્રી ઋષભદેવ સ્વામીની છબસ્થાવસ્થામાં હજાર વર્ષમાં આવી ગયેલી જુદી જુદી નિદ્રાને ભેગી કરો, તો એક અહોરાત્રિની ! ભગવાન શ્રી મહાવીરદેવની છબસ્થાવસ્થાનાં સાડાબાર વર્ષમાં નિદ્રા અંતર્મુહૂર્તની ! તપશ્ચર્યામહિનાના, બે માસના, ચાર માસના, છ માસના ઉપવાસ વગેરે અને પારણે પણ એક જ વાર : જ્યાં ગયા ત્યાં હાથમાં દાતાર નાખે તે લઈ લે, વાપરે ને ત્યાંથી જ બંધ : તે પાછી તપશ્ચર્યા શરૂ થાય. ભગવાન શ્રી મહાવીરદેવને એ સાડાબાર વર્ષમાં પારણાના દિવસ ત્રણસો ઓગણપચાસ જ, પૂરું વર્ષ પણ નહિ.
છત્રીસ કલાકનો ઉપવાસ કરનારો શ્રાવક, પારણા વખતે પા કલાક મોડું થાય તો તેના મુખમાંથી કયો શબ્દ નીકળે ? “સારું થયું કે પા કલાકની તપશ્ચર્યા વધી'-આ ભાવના જોઈએ. તપશ્ચર્યા તો પરલોક માટે જેટલી ઉપકારી છે, તેટલી આ લોક માટે પણ છે : પણ આ લોકના ઉપકાર માટે મારે તમને તપસ્વી નથી બનાવવા માટે બોલતો નથી. આ લોક માટે તો તમે બધું કરવા તૈયાર છો. વેદની, ડૉક્ટરની, ઘરની, બજારની, કેવી ગુલામીમાં રહેવું પડે છે તે તમે સમજો છો ? ફક્ત ધર્મની, શાસ્ત્રની ગુલામી નથી ગમતી. તમે કોના શેઠ છો એ તો કહો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org