________________
૩૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
નથી અને સમ્યગ્દષ્ટિ નથી : માર્ગાનુસારી આત્માને પણ સંસાર પ્રત્યે બહુમાન ન હોય.
સભા : વિચારે તો સાધુ થયો ને ?
–
સાધુ થવાની ભાવનાવાળો - પણ એને સાધુ કહેવાય નહિ. એને ભાવ જાગે, એને મનોરથ થાય કે ક્યારે છૂટું, ક્યારે આ પામું. જ્યારે જ્યારે છૂટો થાય-પ્રમાદમુક્ત થાય ત્યારે એ જ ચિંતા કરે.
32
સમ્યગ્દષ્ટિને જો કોઈ સાધુ કહે, તો એ તો એમ જ કહે કે ‘ભાઈ ! મારામાં સાધુપણું ક્યાં છે ? જ્યારે તે આવશે ત્યારે જ હું મારા આત્માને પૂર્ણ ભાગ્યશાળી માનીશ.' પણ તે એમ ન કહે કે ‘હું હૃદયથી મુનિ છું, માટે મને પણ મુનિ તરીકે વંદના ક૨વામાં હરકત નહિ.’
વિરતિને વંદન :
શ્રી કૃષ્ણ મહારાજામાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું : એમણે ભગવાન શ્રી નેમિનાથ સ્વામીના અઢાર હજાર મુનિને વાંઘા છે. બધામાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું ? નહિ. પણ એ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, એક પણ મુનિને-નાનામાં નાના પણ મુનિને વંદન કર્યા વિના રહ્યા ? નહિ જ : કારણ કે સમકિત જુદું છે અને વિરતિ જુદી છે, એમ તેઓ સારી રીતે સમજતા. ક્ષાયોપશમિક સમતિવાળાને, હું ક્ષાયિક સમકિતવાળો માટે ન વાંદું, એમ તો નહિ ને ? ક્ષાયિક સમ્યક્ત્વ એટલે જવાનો ભય નથી : મિથ્યાત્વના પુદ્ગલોના આવાગમનનો ભય નથી : આત્માને મુંઝવણ થવાનો સંભવ નથી : ભયનું કારણ નષ્ટ થયેલ છે. ક્ષયોપશમ સમકિતવાળાને ભય છે, તે કારણે આત્માને મુંઝવણ થવાનોય સંભવ છે અને તે ગુણ ચાલ્યા જવાનો ભય પણ છે જ, તેમજ ઘણાને વખતોવખત ચાલ્યું પણ જાય છે. પણ ચારિત્રમોહનીયના ક્ષયોપશમનો જે ગુણ મુનિમાં છે, તે પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં ક્યાં છે ? આ વસ્તુ શ્રી જિનેશ્વરદેવનો માર્ગ, પ્રવૃત્તિ વગેરે બધું સમજે તેને સમજાય. જેને મનગમતી વાતો જ કરવી છે તેને આ વસ્તુ નહિ સમજાય. મનગમતી વાતો કરનારને અહીં સ્થાન નથી અને એવાની શરમ રાખવાનું કામ પણ ઉપકારી પુરુષોનું નથી. ઉપકારી પુરુષો પોતાની જાત ઉપર આવતા ખોટા આરોપોનો બચાવ કરવાની ભાવના જ નથી રાખતા. તેઓએ તો પોતાનું જીવન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને-આગમને સોંપેલું છે, એટલે તે દરરોજ પોતાના આત્મામાં એ જ જોયા કરે કે ભૂલેચૂકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org