________________
16
- ૧૫
- ૨ : અનુપમ શાસન - 2 - કર્યું તે જ નહિ, પણ કહ્યું તે આપણા માટે ધર્મરૂપ છે. નાના મોઢે મોટી વાતો કરાય નહિ. કેટલી બધી યોગ્યતા કેળવી અને કેવી કેવી આરાધના કરી, ત્યારે તીર્થકર બન્યા? એ યોગ્યતા, એ બળ કેળવ્યા પહેલાં સમાન ક્રિયાની વાતો કરે તે પાછા પડે. આપણે માટે તો શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે ધર્મ અને તેમ કરીએ તો તેમના જેવા થવામાં પણ હરકત આવે તેમ નથી.
શ્રી જિનેશ્વરદેવો દ્વારા શરૂઆતથી નમાયેલું, માટે એ તીર્થ “અનુપમ, ૩૫માતીતમ્ - ૩૫માહિત” – જેની સરખામણીમાં બીજી કોઈ પણ વસ્તુ મળી શકે તેમ નથી તેવું. સભા: ‘તોwોત્તરમ્'
લોકથી શ્રેષ્ઠ, લોકથી પ્રધાન. લોકવ્યવહાર અને તીર્થવ્યવહાર એક નહિ થાય. અનુપમ, એટલે જેની ઉપમા નહિ. લોકોત્તર કહ્યું ત્યાં લોક સાથે સરખું શી રીતે થાય ? લોકની સરખામણીમાં કેમ આવે ? લોક માગે-ઇચ્છ-કહે જુદું, અને આ કહે જુદું. સભા: ‘ત પર્વ તિનિમ્'.
એમ કહેવાથી તે અસેવ્ય જેવું ગણાય. એવો ભાસ કરાવવાની ચેષ્ટા ન કરો, કારણ કે તે જેટલું કઠિન છે, તેટલું જ મનોહર છે. એકવાર સમજાયા બાદ તો તે ઘણું સુંદર, મનોહર અને સહેલું છે. વેપારીને વેપારમાં તકલીફ ઓછી છે ? ઘણી જ. પણ વેપારના લાભને સમજે એટલે બધી તકલીફ ક્યાં જાય છે ? ઊડી જાય છે. શાથી ? લાભ માન્યો અને સમજ્યો કે છ કલાક મહેનત કરું, તો ગરમાગરમ રસોઈ મળે, ખુરશી ટેબલ મળે, સૌ શેઠસાહેબ કહી સલામ કરે ! આ બધો પ્રતાપ કોનો ? વેપારનો. આ પ્રમાણે માન્યા પછી જેમ તકલીફ તકલીફરૂપે નથી લાગતી, તેમ અહીં જ્યારે “સેવાથી અનંત સુખ મળી જાયએમ સમજાઈ જાય, પછી તકલીફ રહે ક્યાંથી ? પણ શ્રદ્ધા બેસવી જોઈએ. વસ્તુને તેવા સ્વરૂપે ઓળખવી જોઈએ. આ તીર્થ વસ્તુ એવી છે કે મોટામાં મોટો માણસ અને નાનામાં નાનું બાળક પણ એને એવી શકે ? છ ખંડનો માલિક યક્રવતી અને લાકડાની ભારીઓ વેચી પેટ ભરનારો કઠિયારો,-એ બેય સેવી શકે પણ એ બધામાં યોગ્યતા જોઈએ. યોગ્યતા કેટલી? ચક્રવર્તી ચક્રવર્તીપણું મૂકી દે અને ભિખારી ભિખારીપણું મૂકી દે એટલી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org