Book Title: Aatmtattva Vichar Part 02
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
[ આત્મતત્વવિચાર
-
ગોત્રકમને ઉદય પણ ચાલુ છે, કારણ કે આપણે ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્રમાંથી એક ગોત્રમાં તે અવશ્ય હોઈએ છીએ.
અને અંતરાયકર્મનો ઉદય પણ ચાલુ હોય છે, કારણકે આત્માના ગુણે અનંત દાન, અનંત લાભ, અનંત વીર્ય આપણને હોતા નથી. આપણને દાન-લાભ-ગ-ઉપભેગવીર્યને જે અનુભવ થાય છે, તે અંતરાયકર્મના ક્ષપશમભાવને લઈને છે. આ રીતે આઠે કર્મને ઉદય ચાલુ હોય છે.
અબાધાકાળ જ્યાં સુધી કમ ઉદયમાં આવી ફળ ન આપે, ત્યાં સુધીનો સમય અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ એટલે કર્મની બાધા-પીડા ન ઉપજાવનાર કાળ. સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હોય, તે અત્યારે તમને કશી હરકત કરી ન શકે. જ્યારે ઉદયમાં આવે ત્યારે જ કરી શકે.
અહીં પ્રશ્ન થશે કે અમુક મુદત પછી કર્મનો ઉદય કેમ? વચ્ચે અબાધાકાળ શાથી? નશાની વાત ધ્યાનમાં રાખશે તે આ વસ્તુ બરાબર સમજાશે. જેમ કેઈએ ભાંગ પીધી, તે એ ભાંગને નશો તરત નહિ ચડે, અમુક મુદત પછી ચડશે. એવી જ રીતે ગાંજા, ચડસ અને દારૂ માટે પણ સમજવું. અફીણુ પણ તરત અસર નથી કરતું. અફીણને કકડે લાવી ખાધે હોય કે તેને કસુંબો કાઢીને પીધે હોય પણ તેનો નશે તે અમુક મુદત પછી જ ચડે છે
કિમના ઉદય ] - આ જ રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મનાં પુગલેની અસર પણ | અમુક મુદત પછી જ થાય છે.
અખાધાકાળ એટલે મુદતિયા હુંડી. શુભ કે અશુભ કર્મ કાળ પાકે ત્યારે ઉદયમાં આવે. ઉત્કૃષ્ટ અખાધાકાળ જેમ ૭૦૦૦ વર્ષ હોય,* તેમ જઘન્ય અબાધાકાળ અંતમુહૂર્તને હોય. અગિયારમા, બારમા, તેરમા ગુણસ્થાનકે એ પણ નહિ, કેમ કે ત્યાં એક સાતવેદનીય કર્મને બંધ છે અને કષાયો નથી, માટે કર્મની સ્થિતિ પણ નથી. ત્યાં પહેલા સમયે બંધ, બીજા સમયે ઉદય (ભેગ) અને ત્રીજા સમયે ક્ષય હોય છે.
સત્તામાં પડેલાં કર્મમાં ફેરફાર થાય છે.
એટલું યાદ રાખે કે જે કર્મ સત્તામાં પડ્યું હોય, તેની અંદર ફેરફાર થાય છે અને તે પરિપકવ થયા પછી જ ઉદયમાં આવે છે. કમ એક વખત ફળ આપે, એટલે ખરી જાય. ખરી ગયેલાં કર્મ આત્માને લાગે નહિ કે હેરાન કરે નહિ. આમ અબાધાકાળ દરમિયાન તેમાં ફેરફાર થયા જ કરે, પણ જે કર્મ નિકાચિત બાંધ્યું હોય, તેમાં કશે ફેરફાર ન થાય. તે સિવાય બીજા પ્રકારોમાં ફેરફાર થાય. જે કર્મ બદ્ધ હોય તે સ્પષ્ટ કે નિધત્ત બને, નિધન હોય. - ૪ સામાન્ય નિયમ એ છે કે કોઈ પણ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કેડીકેડી સાગરોપમ વર્ષની હોય, તેટલા સે વર્ષને અબાધા કાળ હોય. દાખલા તરીકે મોહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કડાકડી સાગરોપમ વર્ષની છે, તે તેને અબાધાકાળ ૭૦૦૦ વર્ષને હોય