Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj Author(s): Rajendrasuri Publisher: Rajendrasuri View full book textPage 4
________________ લગભગ બધા જ આસ્તિક દર્શનકારો રાત્રિભોજનને ત્યાજ્ય ગણાવે છે. ( રાત્રિભોજન ઃ આરોગ્યની દૃષ્ટિએ) રાત્રિ ભોજન અનેક રોગોનું મૂળ છે. શરીરના સ્વાથ્યની દ્રષ્ટિએ પણ સૂર્યાસ્ત પછી ભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. એક મજૂર પણ આખો દિવસ મજૂરી કરી રાત્રે આરામ કરે છે. તેવી રીતે દિવસમાં બે વાર, ત્રણ કે ચાર વાર ભોજન કર્યા પછી પેટને આરામ આપવો જરૂરી છે. રાત્રે ભોજના કરનારા જીવો અનેક રોગનો ભોગ બને છે. રાત્રે પાચનતંત્ર મંદ પડી જાય છે તેથી પેટ બગડે અને પેટા બગડવાથી આંખ, કાન, નાક, મગજ, દાંત, અજીર્ણ, શરીર તૂટવું, ખરાબ ઓડકાર, ઝાડા, અરૂચિ વગેરે અનેક પીડાઓ ઊભી થાય છે. રાત્રિભોજન એ બીમારીનું ઉદ્ગમ-સ્થાન છે. ડૉક્ટર-વૈધોનું સ્પષ્ટ કહેવું છે કે રાત્રે સૂતા પહેલાં ૩-૪ કલાક પૂર્વે જ ખોરાક ખાઈ લેવો જોઈએ જેથી એ ખોરાકનું સારી રીતે પાચન થાય. ભોજન પચાવવામાં જરૂરી ઓક્સિજનનું પ્રમાણ સૂર્યની હાજરીમાં મળે છે. રાત્રે હોજરીનું કમળ બીડાઈ જાય છે જે સવારે સૂર્યોદય થયા બાદ ખીલે છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ રાત્રિભોજન કુપથ્ય જ છે! (3). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50