Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 5
________________ વિદ્યાર્થીઓને ભક્ષ્ય અને અભક્ષ્ય ભોજનના વિષયમાં રર વજય અભક્ષ્ય પદાર્થોનું વિવેચન વૈજ્ઞાનિક રીતે સુસ્પષ્ટ દાખલાદલીલ દષ્ટાંત સાથે સમજાવવામાં આવે છે. ત્યારે આ બાળકે ઉમળકાભેર અભક્ષ્ય ખાન-પાનના ત્યાગને નિયમ સ્વીકારે છે. પેટ કરાવે વેઠ વગેરે કહેવત આપણે અનેકવાર લોકમુખથી સાંભળીએ છીએ. આજનો વૈજ્ઞાનિક વિશ્વના અનેક પરિબળે પર વિજય મેળવ્યાને દાવો કરતા હોય છતાં હજી સુધી કેઈ વૈજ્ઞાનિક પેટની ભુખ ભાંગવા સમર્થ બન્યો નથી. જ્યારે આવો માર્ગ પરમતારક શ્રી જિનેશ્વર દેવોએ દર્શાવી જીવ માત્રને અનંત સુખમય મેક્ષના અણાહારી–હાર દેખાડ્યાં છે. અણહારીપણાની અવસ્થા પ્રાપ્ત કરવા માટે પરમ ઉપકારીઓએ મનુષ્યોને અહિંસા-તપ-સંયમ કેળવવા કહ્યું છે કે જેથી મનુષ્ય આહારને કે રસના ગુલામ ન બને. અશુદ્ધ આહારથી નિષ્ફર...વિકારી કે તામસી ન બને તે માટે “આહારશુદ્ધિ ઉપર પ્રકાશ પાડે છે. જ્ઞાની ભગવંતાએ વિચાર અને આચારની શુદ્ધિ પહેલાં આહારશુદ્ધિની વાત ખૂબ જ સમજપૂર્વક કહી છે. શુદ્ધ આહાર વગર મન શાંત અને શુદ્ધ નહીં બને. પ્રશાંત ચિત્ત વગર યોગસાધના અસંભવિત છે. જીવસૃષ્ટિમાં માનવદેહ એ સાધના માટે ઉત્કૃષ્ટ શક્તિઓના નિર્માણનું સાધન છે. આ સાધનને આપણે આહારસંજ્ઞાથી બહેકાવવાને બદલે આહાર સંજ્ઞાની જીત માટે વાપરીએ તો જ યથાર્થ કહેવાય. જડવાદી પશ્ચિમની સંસ્કૃતિ એટલે આહાર, નિંદ્રા, લાય અને મૈથુન પુષ્ટ કરવાનું જીવન, જ્યારે જિનશાસનની સંસ્કૃતિ એ આહારાદિ સંજ્ઞાઓના વિજયમાં રહેલી છે માટે જ જ્ઞાની ભગવંતોએ અભક્ષ્ય આહારને નિષેધ આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માટે કર્યો છે. આ ગ્રંથના સંકલિત સંગ્રહમાં યુવકવર્ગને તથા બાળકોને જૈન ધર્મના આ સનાતન સત્યને ઘૂંટડે જલદી ગળે ઊતરી જાય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 288