Book Title: Rajchandrani Jivan Sadhna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001298/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્રની જીવનસાધના શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્યંત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) alEducation Internat કોબા - ૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર ) Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર [સંક્ષિપ્ત જીવનરેખા, પ્રસંગો અને બોધવચનો) લેખક પૂજ્ય શ્રી આત્માનંદજી પ્રેરક – સંસ્થાપક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) ફોન : (૦ર૭૧૨) ૭૬૨૧૯, ૭૬૪૮૪ ફેક્સ : (૦૨૭૧૨) ૭૬૧૪૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shrimad Rajchandra by Pujya Shri Atmanandji © સર્વ હક્ક લેખકના તૃતીય આવૃત્તિ : ડિસેમ્બર, ૨૦૦૦ કિંમત : વીસ રૂપિયા પ્રકાશક : જયંતભાઈ એમ. શાહ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (સત્કૃત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) આવરણ : જય પંચોલી મુખ્ય વિક્રેતા : ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી ૫૦૧, મહાકાત્ત બિલ્ડિંગ, વી. એસ. હૉસ્પિટલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન : ઉ૫૮૪૦૩૧ નવભારત સાહિત્ય મંદિર, પતાસા પોળના નાકે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૨૧૩૯૨૫૩ 1 નવભારત સાહિત્ય મંદિર પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨ મુદ્રક : દિલા પ્રીન્ટર્સ અમદાવાદ ફોનઃ ૨૧૨૦૧૨૩ ફેક્સ ૨૧૨૦૧૧૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શિષ્ટ, સંસ્કારપ્રેરક અને જીવનનાં ઉચ્ચ મૂલ્યો પ્રત્યેના અભિગમની પ્રેરણા મળે તેવું વૈવિધ્યપૂર્ણ અને રસમય સાહિત્ય જનતા જનાર્દન અને જિજ્ઞાસુઓની સેવામાં રજૂ કરવું એ આ સંસ્થાની તેના સ્થાપનાકાળથી જ પ્રણાલી રહી છે. આ પરંપરામાં જે યુગપુરુષનું નામ આ સંસ્થા સાથે સંકળાયેલું છે તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને કૃતિત્વને સંક્ષિપ્તમાં રજૂ કરતી આ લઘુ પુસ્તિકા વાચકવર્ગ સમક્ષ રજૂ કરતાં અમો સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ. આ પુસ્તિકાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને અને યુવાનોને તેમજ સામાન્ય જનતાને મહાપુરુષના જીવન વિષે સામાન્ય, સરળ અને સંક્ષિપ્ત જાણકારી થાય તે જ છે. આ કારણથી જ આ પુસ્તિકામાં તેઓશ્રીના ગહન તત્ત્વજ્ઞાનની કે ઉચ્ચ અધ્યાત્મ સાધનાની ગહન વિગતો રજૂ કરેલ નથી. વિશેષ અભ્યાસીઓએ તે માટે અન્ય વિસ્તૃત જીવનચરિત્રો આલેખન કરતાં પુસ્તકો વાંચવા નમ્ર વિનંતી છે. આ પુસ્તિકા પૂર્વે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલ; તેની તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરવાની પ્રેમ પરવાનગી આપવા બદલ તે ટ્રસ્ટના માનદ્ મંત્રી ડૉ. શ્રી કુમારપાળભાઈ દેસાઈનો અમો અંતરથી આભાર માનીએ છીએ. આવા મહાપુરુષોના જીવનમાંથી મૂલ્યલક્ષી અને સત્ત્વશીલ જીવન જીવવાની સૌ કોઈને પ્રેરણા મળે એવી ભાવના ભાવીએ છીએ. અને સંસ્થાની રજત જયંતી નિમિત્તે આ પુસ્તિકા તેમના કરકમળમાં વંદન સહિત અર્પણ કરી તેમના ઉત્તમ ગુણોનું સંસ્મરણ કરી વિરમીએ છીએ. સાહિત્ય પ્રકાશન સમિતિ Page #5 -------------------------------------------------------------------------- ________________ મોરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫ * કર્મગતિ વિચિત્ર છે. ૪૯ નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. » મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, નક પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, * ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. જ એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. શ્રીમદ્ રાજચંદ્ર – પાત્રમાંક ૫૭ www.jaineli Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર વીસમી સદીના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક મહાપુરુષોમાં જેમનું ગૌરવપૂર્ણ સ્થાન છે, તે શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી રાજ્યના વવાણિયા ગામે થયો હતો. તે શુભ દિવસ કાર્તિક સુદ પૂનમ, વિ. સં. ૧૯૨૪ની દેવદિવાળીનો હતો. (રવિવાર તા. ૯-૧૧-૧૮૬૭) તેમના દાદાનું નામ પંચાણભાઈ મહેતા હતું, જેઓએ પાસેના માણેકપરા ગામમાંથી વવાણિયામાં આવીને વહાણવટાનો અને શરાફનો ધંધો ચાલુ કર્યો હતો. શ્રીમદ્જીનાં માતાનું નામ દેવબા અને પિતાનું નામ રવજીભાઈ હતું. ધાર્મિક સંસ્કારોવાળા ભક્તિમાન અને સેવાભાવી દંપતીના સંદર્ભમાં બે કથાઓનું વર્ણન આવે છે : પહેલી કથા છે એક વૃદ્ધ આડતિયાની અને બીજી કથા છે એક સંત-ફકીરની. આ બંનેની તન-મન-ધનથી ખૂબ સેવાભાવસહિત આ દંપતીએ જે સેવા કરેલી તેથી પ્રસન્ન થઈ તેઓએ, “એક પ્રતાપી પુરુષ તેમને ઘેર પુત્ર તરીકે જન્મશે એવા આશીર્વાદ આપેલા. આ બનાવો બન્યા પછી કેટલાક કાળે શ્રીમદ્જીનો જન્મ દેવદિવાળીને શુભદિને થયો હતો. ગુજરાતના જનસમાજમાં આ દિવસ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના જન્મદિવસ તરીકે અને પાલીતાણાની યાત્રાના Page #7 -------------------------------------------------------------------------- ________________ m શ્રીમદ્ રાજચંદ્ર 0 પ્રારંભના પવિત્ર અને મંગલમય દિવસ તરીકે ઊજવાય છે. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન રાખવામાં આવ્યું હતું, પરંતુ ચાર વર્ષની વયે તે બદલીને રાયચંદ . રાજચંદ્ર એમ રાખવામાં આવ્યું, જે નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. 6 - બાલ્યકાળ બાળપણથી જ શ્રીમને તેમના કુળ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા, કારણ કે તેમના દાદાજી કૃષ્ણભક્ત હતા. તેમની પાસેથી શ્રીમદ્જીએ કૃષ્ણભક્તિની ઘણી વાતો સાંભળી હતી. અવારનવાર કથાપ્રસંગોમાં જતા. તેમાં આવતી ચમત્કારની, મહંત કે યોગી થવાની કે ભપકદાર મંડપોમાં હરિકથા કહેવાની વૃત્તિ પણ તેમને કોઈ કોઈ વાર થઈ આવતી. બીજી બાજુ માતા દેવબા જૈનધર્મના સંસ્કાર લાવ્યાં હતાં. આમ બાળપણમાં તેમનો ઉછેર વૈષ્ણવ અને જૈન સંસ્કારોના મિશ્ર વાતાવરણમાં થયો. ગામમાં જે વણિક-વસ્તી હતી તે મોટાભાગે પ્રતિમા-અપૂજક હતી. વળી તે લોકો શુદ્ધિવાળી ક્રિયાઓ ન કરતા હોવાથી તથા જગત્કર્તામાં ન માનતા હોવાથી તે ધર્માવલંબીઓ પ્રત્યે તેમને વિશેષ ઉત્સાહ આવતો નહીં. આમ છતાં વાંચનની ખૂબ જ રુચિ હોવાને લીધે જ્યારે તેમણે જૈનોના પ્રતિક્રમણાદિ સૂત્રોનું વાંચન કર્યું ત્યારે તેમાં આવતી સર્વ જીવો પ્રત્યેની દયાભાવના અને ક્ષમાપના દ્વારા પ્રગટ થતો વિનય આ બે ગુણો તેમના સંસ્કારી હૃદયને સ્પર્શી ગયા અને ધીમે ધીમે ‘જૈન સૂત્રો' પ્રત્યે તેમનો પ્રેમ વધતો ગયો. એક બાજુ ૨મતગમતમાં, ઉન્નત કલ્પનાઓમાં અને જીવનમાં આગળ જ રહેવાની ભાવનાઓમાં તેઓનો બાલ્યકાળ વીતતો હતો તો બીજી બાજુ ભક્તિપ્રધાન વૈષ્ણવ સંસ્કારો અને જ્ઞાનપ્રધાન તથા Page #8 -------------------------------------------------------------------------- ________________ - શ્રીમદ્ રાજચંદ્ર - ત્યાગપ્રધાન જૈન વાતાવ૨ણ મધ્યે, પૂર્વનો તેમનો આરાધક આત્મા વૈરાગ્યપ્રધાન એવા જૈન ધર્મ પ્રત્યે વધારે આકર્ષાતો જતો હતો. બાળજીવનની આ કુમળી વયે તેમના જીવનમાં એક મહત્ત્વનો પ્રસંગ બન્યો, તે હવે આપણે જોઈએ. જાતિસ્મરણજ્ઞાન વિ. સં. ૧૯૩૧માં, શ્રીમદના એક વડીલ સ્નેહીશ્રી અમીચંદભાઈનું સર્પદંશથી મૃત્યુ થયું. આ બાબત શ્રીમદે દાદાજીને પૂછ્યું કે મૃત્યુ એટલે શું ? દાદાજીએ પ્રથમ તો નાના બાળકને જવાબ આપવાનું ટાળ્યું, પણ છેવટે તેમણે કહ્યું, “તેમનામાંથી જીવ નીકળી ગયો અને હવે તેઓ હાલી, ચાલી કે બોલી શકે નહીં; વળી ખાવું, પીવું કશું કરી શકે નહીં માટે તેમને તળાવ પાસેના સ્મશાનમાં બાળવામાં આવશે.” 7 બાળક રાજચંદ્ર આ સાંભળીને વિચારમગ્ન દશામાં ઘરમાં આમતેમ ફરી, છાનામાના તળાવે ગયા અને બે શાખાવાળા બાવળના ઝાડ ઉપર ચડ્યા તો ચિતા ભડ ભડ બળતી દેખાતી હતી અને ડાઘુઓ આજુબાજુમાં બેઠેલા હતા. પોતાના જ પરિચિત, સ્નેહાળ, સ્વજનને લોકો બાળી મૂકે તે કેવી વિચિત્રતા ! શું આ ક્રૂરતા છે ? આમ બનવાનું કારણ શું ? એમ શ્રીમદ્ વિચારોની શ્રેણીએ ચડી ગયા. આ ઊંડી વિચારણાથી તેમનું જ્ઞાનનું આવરણ ખસી ગયું અને તેમને આગલા ભવોનું જ્ઞાન થયું. તે આવરણ ઉત્તરોત્તર ખસતું રહીને તેઓ જ્યારે જૂનાગઢ ગયા ત્યારે તે વિશેષપણે ખસ્યાના નિર્દેશો મળે છે. આ જાતિસ્મરણજ્ઞાનની સૂચના તેઓએ ‘સ્વાત્મવૃત્તાંતકાવ્ય’માં કરી છે ઃ Page #9 -------------------------------------------------------------------------- ________________ 8 g શ્રીમદ્ રાજચંદ્ર ઇ ઓગણીસસે ને એકત્રીસે આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે. વળી, “લઘુવયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે ગતિ આગતિ કાં શોધ ?” “પુનર્જન્મ છે, જરૂ૨ છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું.” (પત્રાંક ૪૨૪) ઇત્યાદિ અન્ય પણ અનેક વચનોથી અને વાર્તાલાપોથી તેમને જાતિસ્મરણજ્ઞાન થયાનું નિશ્ચિતપણે જાણી શકાય છે. જાતિસ્મરણજ્ઞાનની તેમના પારમાર્થિક જીવનના વિકાસ ઉપર મુખ્ય અસર એ થઈ કે તેઓને પરભવનું દુઃખ ઇત્યાદિ જાણીને વૈરાગ્ય ઘણો વૃદ્ધિ પામ્યો અને મોક્ષમાર્ગમાં વિશેષ નિઃશંકપણે પ્રવૃત્તિ કરવાનું બની શક્યું. વિદ્યાભ્યાસનો કાળ સાત વર્ષની વય પછી શ્રીમને શાળાનો અભ્યાસ કરવા માટે નિશાળે બેસાડવામાં આવ્યા. બાળક રાજચંદ્રની યાદશક્તિ ઘણી તીવ્ર હતી, તેથી એક વાર નિશાળમાં શીખવાથી તેમને પાઠ સ્મૃતિમાં રહી જતા. આ પ્રકારના પોતાના ‘એકપાઠીપણા’નો નિર્દેશ તેમણે ‘સમુચ્ચયવયચર્ચા’માં કર્યો છે. આવી સ્મૃતિના પ્રભાવથી સાત વર્ષનો અભ્યાસ તેમણે બે વર્ષમાં જ પૂરો કર્યો હતો. પ્રખર અને બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે તેઓએ વિદ્યાર્થીઓમાં Page #10 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમદ્ રાજચંદ્ર | ઘણી ચાહના મેળવી હતી. એક વાર શિક્ષકે તેમને ઠપકો આપતાં તેઓ નિશાળે નહોતા ગયા. બીજે દિવસે વિદ્યાર્થીઓએ શ્રીમદ્ નિશાળમાં ન જોતાં તેઓ તેમને ઘેર ગયા અને સમાચાર મેળવી શ્રીમદ્ જ્યાં ખેતરમાં બેઠા હતા ત્યાં ગયા. આ બાજુ શિક્ષકે રાહ જોઈ પણ કોઈ વિદ્યાર્થી નિશાળમાં આવ્યો નહીં તેથી માહિતી મેળવીને ખેતરમાં જ્યાં શ્રીમદ્ બેઠા હતા ત્યાં ગયા અને સમજાવીને તેમને પાછા લઈ આવ્યા. વિદ્યા પ્રાપ્ત કરવાની અને નવી વસ્તુઓ વાંચવાની, જાણવાની અને શીખવાની તેમને ખૂબ જ જિજ્ઞાસા હતી. બાળપણમાં ચમત્કૃતિઓના આવિર્ભાવ ૧. આઠ વર્ષની વયથી તેમણે કવિતા રચવાની શરૂઆત કરી હતી “જે પાછળથી તપાસતાં સમાપ જણાઈ હતી. રામાયણ-મહાભારત ઉપર અનેક કડીઓ રચી હતી. આ વયમાં કવિત્વ એ તેમના સહજકવિપણા(Born Poet)નો પુરાવો છે. ૨. પિતાજીની દુકાન ઉપર બેસીને તેમણે ન્યાયનીતિપૂર્વક વ્યવસાય કર્યો હતો, અને કોઈને ઓછો-અધિકો ભાવ કહ્યો નહોતો કે ઓછું-અધિકું તોળી દીધું ન હતું. ૩. અગિયાર વર્ષની ઉંમરથી તેમણે કાવ્યો રચવાની શરૂઆત કરી હતી, ઇનામી નિબંધો પણ લખવા માંડ્યા હતા, છટાદાર ભાષણો આપવાની શરૂઆત કરી અને સ્ત્રી-કેળવણી વિશે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. જેમાંના કેટલાક બુદ્ધિપ્રકાશ” આદિ માસિકોમાં છપાયા હતા. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ૪. બાર વર્ષની વયે તેમણે ઘડિયાળ ઉપર ત્રણ દિવસમાં ત્રણસો કડીઓ રચી હોવાનું મનાય છે. 10 ઉપરની અનેકવિધ રચનાઓમાંથી થોડીક બાદ કરતાં કોઈ પણ કૃતિ ઉપલબ્ધ થતી નથી. ૫. ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને પ્રાકૃત – આ ભાષાઓ ઉપ૨ તેમણે તે૨-ચૌદ વર્ષ સુધીમાં ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધું હતું અને તેઓ તે ભાષાના ગ્રંથોના ભાવ બરાબર સારી રીતે સમજી શકતા હતા. ૬. છટાદાર અક્ષરો હોવાને લીધે કચ્છના દરબાર તરફથી તેમને લખવા માટે તેડું મળ્યું હતું. ૭. વિશ્વના સમગ્ર જીવો પ્રત્યે વાત્સલ્ય અને પ્રીતિભાવ તથા સહનશીલતાના ગુણો પણ આટલી ઉંમરમાં તેમનામાં વિકસેલા જણાયા હતા. કિશોરાવસ્થાની અદ્ભુત અને લોકપ્રભાવક શક્તિઓનો પ્રાદુર્ભાવ સોળથી વીસ વર્ષની વયમાં શ્રીમદ્ રાજચંદ્રની જે મુખ્ય વિશિષ્ટ શક્તિઓ ખીલી હતી તે નીચે પ્રમાણે છે : ૧. અવધાન-શક્તિ અવધાન એટલે અનેક કાર્યો ભૂલ વિના એકસાથે ક૨વાં અને યાદ રાખવાં. આ કાર્ય કરવા માટે વિશિષ્ટ સ્મૃતિ અને કેળવણી(training)ની આવશ્યકતા છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ n શ્રીમદ્ રાજચંદ્ર d સોળ વર્ષની ઉંમરે મોરબીમાં શ્રી શંકરલાલ ભટ્ટના અવધાનના પ્રયોગો શ્રીમદે પ્રથમ વખત નિહાળ્યા. પોતાની અદ્ભુત સ્મરણશક્તિ વડે તેમણે તે કરવાની વિધિ બરાબર જાણી લીધી અને બે દિવસ પછી બે હજાર માણસોની હાજરીમાં તેઓએ મોરબીમાં જ બાર અવધાનનો પ્રયોગ બતાવ્યો; જેથી કવિ, વિદ્વાન અને સાહિત્યકાર તરીકેની પ્રતિષ્ઠા ઉપરાંત અદ્ભુત સ્મરણશક્તિ માટે પણ તેઓ વિખ્યાત થયા. આ પછી અનુક્રમે જામનગરમાં સોળ અને બોટાદમાં બાવન અવધાન તેઓએ કરી બતાવ્યા હતા. બોટાદના આ અવધાનોની શક્તિની ગણતરી કરી કોઈ વિદ્વાને કહ્યું હતું કે આ પુરુષ એક કલાકમાં ૧૦૦થી પણ અધિક શ્લોકો સહેલાઈથી કંઠસ્થ કરી શકે. 11 શતાવધાન : ઓગણીસ વર્ષની વયે, તા. ૨૨-૧-૧૮૮૭ના રોજ સાંજના, મુંબઈની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં તેઓએ જાહેરસભામાં શતાવધાનનો પ્રયોગ કરી બતાવ્યો હતો. આ સભાનું પ્રમુખસ્થાન ડૉ. પીટર્સને સંભાળ્યું હતું, જેમાં સમાજના અનેકવિધ અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, વેપારીઓ, વિદ્વાનો, જ્યોતિષીઓ વગેરે બસ્સોથી પણ વધુ સંખ્યામાં હાજર હતા; અને સૌ કોઈએ એક અવાજે આ સ્મરણશક્તિની અદ્ભુત સિદ્ધિની પ્રશંસા કરી હતી. આ પ્રયોગો પછી મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સર ચાર્લ્સ સાર્જન્ટ તરફથી તેમને યુરોપના દેશોમાં આવવા આમંત્રણ મળ્યું હતું પણ શ્રીમદે તે સ્વીકાર્યું ન હતું. ૨. જ્યોતિષજ્ઞાન અવધાનમાં સફળતા પ્રાપ્ત કરીને થોડા કાળ માટે શ્રીમદે જ્યોતિષશાસ્ત્ર તરફ પણ શોખ વ્યક્ત કર્યો હતો. જોકે નાનપણમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 || શ્રીમદ્ રાજચંદ્ર | તેઓએ જ્યોતિષ શીખવાનો પ્રારંભ કર્યો હતો, છતાં તેનું ઊંડું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અને પ્રેરણા તેમને શ્રી શંકર પંચોળી તરફથી પ્રાપ્ત થઈ હતી. મુંબઈના શતાવધાનના પ્રસંગે અનેક વિદ્વાનો અને જ્યોતિષીઓ હાજર હતા તેમાંના કેટલાક તેમને મળ્યા હતા અને એમના સહયોગથી શ્રીમદે થોડા સમયમાં ‘ભદ્રબાહુસંહિતા' નામના અધિકૃત સંસ્કૃત જ્યોતિષગ્રંથનું ગહન અધ્યયન કરીને જ્યોતિષવિદ્યામાં સારી પ્રગતિ સાધી હતી. આ ઉપરાંત મનુષ્યના હાથ, મુખ વગેરેનું અવલોકન કરીને તેના ભવિષ્યનું કથન કરવાની વિદ્યા – સામુદ્રિકશાસ્ત્રવિદ્યા – પણ તેમણે હસ્તગત કરી હતી. શ્રીમદુના જ્યોતિષજ્ઞાનની પ્રશંસા સાંભળીને અનેક મિત્ર-સ્વજનોએ તેનો લાભ લીધો હતો. - આ બંને વિદ્યાઓ ઉપરાંત આંખોથી જોયા વિના માત્ર સ્પર્શ દ્વારા ગ્રંથોને ઓળખવાની શક્તિ અને જીભથી ચાખ્યા વિના વાનગીનો સ્વાદ જાણવાની અતીન્દ્રિય જ્ઞાનશકિત પણ તેમને સિદ્ધ થઈ હતી. આ બધી શક્તિઓ વિષે તે વખતના પ્રબુદ્ધ સમાજનો શું પ્રતિભાવ હતો તેની પ્રતીતિ આપણને મુંબઈ સમાચાર, જામ-જમશેદ, ગુજરાતી, Times of India, The Indian Spectator, Bombay Gazzette ઇત્યાદિ વર્તમાનપત્રોમાં માત્ર સમાચારરૂપે જ નહીં પરંતુ તેના અગ્રલેખો (Editorials) દ્વારા સારી રીતે થઈ શકે છે. શતાવધાનની સભામાં તત્કાલીન જૈન સમાજ દ્વારા તેમને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તથા “સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિશિષ્ટ શક્તિઓ ઉપરાંત કવિ-વિદ્વાન-સાહિત્યકાર તરીકે, આધ્યાત્મિક ક્રાંતિકારી તરીકે તેઓનું જે વ્યક્તિત્વ નાની Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 1 શ્રીમદ્ રાજચંદ્ર | ઉમરથી માંડીને ક્રમે ક્રમે ખીલ્યું હતું તે આપણે આગળ ઉપર યથા અવસર જોઈશું. શ્રીમન્ના આધ્યાત્મિક વિકાસના સંદર્ભમાં અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કીર્તિના શિખરને પામવાનું, ધનાદિની સહજપ્રાપ્તિનું અને વિશાળ ચાહકવર્ગ ઊભો કરવાનું જેનાથી વિપુલ પ્રમાણમાં બની શકે તેમ હતું તેવી આ અદ્ભુત શક્તિઓનો પ્રયોગ કરવાનું શ્રીમદે અનુક્રમે ૨૦ વર્ષ અને ૨૪ વર્ષની વયે બિલકુલ બંધ કરી દીધું. અવધાનપ્રયોગથી લોકસંપર્ક વધી જવાનું બનવાની સંભાવના હતી જ, તેમ વળી જ્યોતિષ દ્વારા માત્ર ભૌતિક ઉન્નતિની જ વિશેષ સંભાવના હતી જેથી તે બંનેને તેઓએ “કલ્પિત'ની શ્રેણીમાં મૂકી દીધાં અને આત્માર્થસંપન્નતા માટે શમ, વૈરાગ્ય, અધ્યયન, ચિંતન અને એકાંતચર્યાને જ પોતાના જીવનનું મુખ્ય ધ્યેય બનાવ્યું. વેપાર અને વ્યવહારમાં ગૃહસ્થ અવસ્થામાં શ્રીમદે હજારોનો વેપાર ખેડ્યો, પણ નાનપણથી જ તેમનામાં નીતિન્યાયના જે સંસ્કાર હતા તે ક્રમશઃ શાસ્ત્રાધ્યયનાદિથી વિકાસ પામતા ગયા. મોક્ષમાળાના શિક્ષાપાઠ૧૨માં તેઓએ શ્રાવકનાં જે લક્ષણો કહ્યાં છે, તે બધાં તેમણે જીવનમાં આચરીને સિદ્ધ કર્યા હતાં. શ્રી રેવાશંકર જગજીવન તથા શ્રી માણેકલાલ ત્રિવેદીના સહયોગથી ચાલતી તેમની ઝવેરાતની પેઢીએ પોતાનો વેપાર રંગૂન, અરબસ્તાન, ઇંગ્લેન્ડ તથા યુરોપના દેશો સુધી વિસ્તાર્યો હતો, તેમાં નાણાવિષયક અને યુરોપીય દેશો સાથેનું કામકાજ શ્રીમને હસ્તક હતું. માલ પોતે જાતે જ તપાસીને ખરીદવો, એક જ વેચાણભાવ Page #15 -------------------------------------------------------------------------- ________________ O શ્રીમદ્ રાજચંદ્ર રાખવો, વ્યાજબી નફો જ લેવો, કોઈનું દિલ દુભાય નહીં તેમ વર્તવું, ગમે તેટલો નફો થતો હોય તો પણ આપેલા વચનથી ફરવું નહીં, હિસાબ ચોખ્ખો અને કાળજીપૂર્વક રાખવો ઇત્યાદિ વેપારની ઉચ્ચતમ પ્રણાલિકાઓને તેઓ સતતપણે જાળવતા, જેથી થોડા જ કાળમાં તેમની પેઢીએ ઘણી પ્રગતિ કરી હતી. 14 મહાત્મા ગાંધીજી નોંધે છે, “ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ શ્રી રાયચંદભાઈએ ખોટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરતી કાળજી અને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા... આટલી કાળજી અને હોશિયારી છતાં વેપારની તાલાવેલી કે ચિંતા ન રાખતા. જેવી વેપારની વાત પૂરી થાય કે તરત જ તેઓ કોઈ ધાર્મિક પુસ્તક કે નોંધપોથી ઉઘાડી લેખન-વાંચનમાં લાગી જતા, કારણ કે તેમની રુચિનો વિષય વેપાર નહીં પણ આત્માર્થ હતો.” આમ, શ્રીમદ્ એક શિષ્ટ, પ્રામાણિક અને કુશળ વેપારી તરીકે આપણી સામે તરી આવે છે. સામાજિક ક્રાંતિના ક્ષેત્રે પણ શ્રીમદે સ્ત્રી-કેળવણી, કજોડાના સંબંધનો વિરોધ, આર્યપ્રજાની પડતીનાં કારણો, ખર્ચાળ લગ્નજમણોનો વિરોધ વગેરે વિષયો ઉપર ગદ્ય-પદ્યમય રચનાઓ દ્વારા નવજાગૃતિનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. ગૃહસ્થાશ્રમ પ્રવેશ આપણા ચારિત્રનાયકનું જીવન વિ. સં. ૧૯૪૪માં વીસ વર્ષની વયે ગૃહસ્થાશ્રમ ભણી વળે છે; અને તે અનુસાર શ્રી રેવાશંકરભાઈ જગજીવનદાસભાઈ મહેતાના મોટાભાઈ શ્રી પોપટલાલભાઈની સુપુત્રી Page #16 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમદ્ રાજચંદ્ર 15 ઝબકબહેન સાથે તેઓ વિ. સં. ૧૯૪૪ના મહા સુદ બારસને દિવસે લગ્નગ્રંથિથી જોડાય છે. શ્રીમદૂને બાળપણથી જ ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર સારી રીતે દૃઢ થયા હતા, તે આપણે આગળ જોઈ ગયા છીએ. આમ તેમની જિજ્ઞાસા ધર્મ પ્રત્યે વિશેષ હોવા છતાં તેઓ યથાસમયે સમભાવથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. આમ કરવામાં તેઓશ્રીને “ધર્મ-અર્થકામ-મોક્ષ'ના પુરુષાર્થને અવિરુદ્ધપણે અનુસરવાનું યોગ્ય લાગ્યું હશે એમ માની શકાય. તે છતાં, પૂર્વકર્મની વિચિત્રતા અને તે વયે તેઓ સર્વસંગ-પરિત્યાગની અંતરંગ જિજ્ઞાસા છતાં તેને સ્વીકાર કરવાનો નિર્ણય નહોતા લઈ શક્યા તે સ્પષ્ટ થાય છે. ગૃહસ્થાશ્રમ સ્વીકારીને પણ તેમનું લક્ષ આત્માર્થને ગૌણ કરતું નથી અને ધર્મભાવના કેવી રીતે વૃદ્ધિ પામે તેની રુચિ અને દૃષ્ટિને સતતપણે તેઓ વૃદ્ધિગત કર્યું જાય છે, અને આગલાં બે વર્ષોમાં તેઓના વ્યક્તિત્વમાં ત્યાગ, વૈરાગ્ય, નિર્લેપતા અને તત્ત્વજિજ્ઞાસા વર્ધમાન થતાં દેખાય છે. આ બાબત તેઓએ તે સમય દરમિયાન લખેલા અનેક પત્રોમાં સ્પષ્ટ થાય છે : a “સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કલ્પાયું છે. પણ તે તેમ નથી જ.” અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ છે.', n “સ્ત્રીના સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગ-દ્વેષ રાખવા મારી Page #17 -------------------------------------------------------------------------- ________________ 16 | શ્રીમદ્ રાજચંદ્ર D. અંશ માત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.' જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત-ઉદાસીન ભાવે સેવવાં યોગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થાશ્રેણી છતાં અંતરંગ નિગ્રંથશ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે. મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણાં માસ થયાં વર્તે છે.” બંને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ, મોટા હર્ષથી પ્રયત્ન કરીએ.. તમે સ્વસ્થતાને બહુ ઇચ્છજો, મારી ભક્તિને સમભાવથી ઇચ્છજો.” કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે.' આ પ્રમાણે શ્રીમદ્ ગૃહસ્થાશ્રમમાં રહેવું કોઈ અન્ય કારણે નહીં પણ પૂર્વકર્મથી નિવૃત્ત થઈ જવા માટે જ મુખ્યપણે હતું એમ માની શકાય. વળી આત્માર્થને સાધનાર માટે ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમનું જીવન એક સ્પષ્ટ પડકારરૂપ છે. મોક્ષનો ધોરીમાર્ગ અને પરોપકારની પ્રવૃત્તિનો માર્ગ જોકે નિર્ગથતામાં સર્વાગ સિદ્ધ થઈ શકે છે પણ તથારૂપ પ્રવર્તન ન બની શકે તો પ્રબુદ્ધ અને સાવધાન ગૃહસ્થ-સાધક ધર્મમાર્ગની આરાધના નિઃશંકપણે કરીને Page #18 -------------------------------------------------------------------------- ________________ 11 || શ્રીમદ્ રાજચંદ્ર . આત્મકલ્યાણ સાધી શકે છે તેવો પ્રયોગાત્મક બોધ આપણને શ્રીમદ્રના જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે; –માત્ર જરૂરિયાત છે સતત પ્રામાણિક પુરુષાર્થની અને દઢ ધર્મ-આરાધનાની. ચિંતન, મનન અને આત્મસાક્ષાત્કાર શ્રીમદ્દનું સમસ્ત વ્યક્તિત્વ ગંભીર ચિંતન અને સતત ધર્માભિમુખતાનું પ્રતિબિંબ હોવા છતાં સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યેના તેમના પ્રેમપૂર્ણ વ્યવહારનું પણ આપણને દિગ્દર્શન કરાવી જાય છે. બાળપણથી જ લાગેલી ઉન્નત જીવન જીવવાની ધૂન, જાતિસ્મરણજ્ઞાન, ગહન શાસ્ત્રાધ્યયન, વધતો જતો વૈરાગ્ય, “સેતુ”ના જ રટણ અને અનુભવની સતત ઝંખના, સતત સગુણોની વૃદ્ધિનો પુરુષાર્થ અને સત્તાસ્ત્રો દ્વારા જાણેલાં તત્ત્વોના અર્થનું ઉપશમભાવ સહિત અંતર્દષ્ટિપૂર્વક ઊંડું ચિંતન-મનન – આ બધાં વિવિધ સત્સાધનોના અનુષ્ઠાનથી વિ.સં. ૧૯૪૭માં તેમને શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થાય છે : ૧. “ઓગણીસે સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ...ધન્ય રે દિવસ.” આત્મા જ્ઞાન પામ્યો તે નિઃશંસય છે; ગ્રંથિભેદ થયો તે ત્રણે કાળમાં સત્ય વાત છે.' જૈનદર્શનની રીતિએ જોતાં સમ્યગુદર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે.” માત્ર સામાન્ય સત્સંગનો યોગ મળ્યો હોવા છતાં, પોતાને ગૃહસંબંધી અને વ્યાપારસંબંધી વિવિધ ઉપાધિઓનો યોગ હોવા م له Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 | શ્રીમદ્ રાજચંદ્ર | છતાં, મુંબઈ જેવા મોહોત્પાદક ક્ષેત્રમાં મુખ્યપણે નિવાસ હોવા છતાં સતત સપુરુષાર્થથી, અંતરંગ સાધનાના બળ દ્વારા અને નિરંતર તત્ત્વદૃષ્ટિના પ્રયોગથી મનુષ્ય આધ્યાત્મિકતાની જરૂરથી વૃદ્ધિ કરી શકે છે એવો બળવાન બોધ આપણને શ્રીમના જીવનના આ મહત્ત્વપૂર્ણ અને રહસ્યમય કાળના અવલોકનથી મળી શકે છે. આ સમય (વિ. સં. ૧૯૪૭ના અષાઢ માસ પછીના થોડા માસ) પછી તરત જ તેઓશ્રીનો નિવાસ રાળજ મુકામે (ખંભાત પાસે) હતો ત્યારે લખાયેલાં ચાર કાવ્યો તેઓએ આત્મદર્શનની પ્રસાદીરૂપે આપણને આપ્યાં છે, તેનો આત્મહિતેચ્છુઓએ સ્વકલ્યાણાર્થે બરોબર ઉપયોગ કરી લેવા જેવો છે. તે ચાર કાવ્યો આ પ્રમાણે છે. (૧) હે પ્રભુ ! હે પ્રભુ! શું કહું (૨) યમ નિયમ સંયમ આપ કિયો. (૩) જડ ભાવે જડ પરિણમે .... (૪) જિનવર કહે છે જ્ઞાન ... એકાંત સાધનાનો રંગ અનંતની યાત્રાના રસિક એવા શ્રીમદ્જીને શુદ્ધ આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થઈ તો પણ તેમનો આગળની દશાપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ તો ચાલુ જ રહ્યો – બલ્ક વધારે જોર પકડતો ગયો, અને આશ્રમ ભજનાવલિમાં ગાંધીજીએ સામેલ કરેલા તથા સંત વિનોબાજીએ કંઠસ્થ કરેલા કાવ્ય “અપૂર્વ અવસર'ની ભાવના અનુસાર સર્વસંગપરિત્યાગની દિશામાં તેઓએ પુરુષાર્થ આદર્યો. કુટુંબ” અને “લક્ષ્મી' બંનેનો અપરિચય થઈ શકે તે હેતુથી Page #20 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમદ્ રાજચંદ્ર || તેઓ નિયમિતતાથી વધુ ને વધુ સમય માટે મુંબઈની બહારનાં વિવિધ “નિવૃત્તિક્ષેત્રોમાં રહેવા લાગ્યા જેથી ત્યાગ-વૈરાગ્યની વૃદ્ધિ સાથે પોતાને એકાંત અધ્યયન-ચિંતન-મનનનો યોગ પ્રતિબંધ વગર સિદ્ધ થઈ શકે. લોકપ્રતિબંધ, સ્વજન-પ્રતિબંધ, દેહાદિ-પ્રતિબંધ અને સંકલ્પવિકલ્પ-પ્રતિબંધનો અપરિચય કરવાનો તેમનો પુરુષાર્થ સમયની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચી શકાય. – વિ. સં. ૧૯૪૭થી વિ. સં. ૧૯૫૧ (પ્રથમ તબક્કો) – વિ. સં. ૧૯૫૨થી દેહવિલય પર્યત (બીજો તબક્કો), જેને આપણે હવે પછીના અંતિમ સાધનાના પ્રકરણમાં જોઈશું. પ્રથમ તબક્કો : આ તબક્કા દરમ્યાન તેમના પુરુષાર્થને અવરોધક ઘણો વિપરીત કર્મોદય હતો તેથી પ્રગતિ પણ તેટલા પ્રમાણમાં મંદ ગતિથી જ થઈ શકે તેમ હતું. યથા – ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે. ..ધન્ય “જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ, કાં તમારા સંગને ઇચ્છીએ છીએ.” ‘ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 1 શ્રીમદ્ રાજચંદ્ર | કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય.” આમ અનેક વિપરીત સંજોગો હોવા છતાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળ વડે તેઓ પોતાના પુરુષાર્થમાં જરા પણ ન્યૂનતા આવવા દેતા નથી, અને ખૂબ જ સાવધાનીથી આત્માની નિર્મળતા જળવાય અને વૃદ્ધિ પામે તેવી સાવધાની રાખ્યા કરે છે જેથી સંયમ ગ્રહણ પ્રત્યે ઉદ્યમવંત બની શકાય અને મૈત્રી, પ્રમોદ આદિ પ્રગટેલી ભાવનાઓ વિશેષપણે વૃદ્ધિગત પામે. તેઓશ્રીની આ દશા જેમાં ત્યાગી જીવનની તીવ્ર ઝંખના છતાં વ્યવહારનો યોગ રહ્યા કરે છે, તેને સમજવા માટે આધ્યાત્મિક દૃષ્ટિથી જૈનમાર્ગની સમજણ આવશ્યક છે. આવી અધ્યાત્મજ્ઞાનયુક્ત દશાને તેઓએ પ્રયોગરૂપે પોતાના જીવનમાં કેવી રીતે ઉતારી હતી તેનું સૌમ્ય; સર્વાગી અને નિષ્પક્ષ દર્શન તેઓ પરમ-સખા શ્રી સૌભાગભાઈના પત્રમાં રજૂ કરે છે : “જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય; એમ છતાં પણ તેથી નિવર્તિવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે, જોકે તે દવાના કાળને વિશે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂઝયા કર્યું છે, તો પણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે તો અલ્પકાળમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે, પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી Page #22 -------------------------------------------------------------------------- ________________ n શ્રીમદ્ રાજચંદ્ર ] 21 દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર રહેવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.' આ પ્રથમ તબક્કા દરમિયાન તેઓએ મુખ્યપણે જે નિવૃત્તિક્ષેત્રોમાં સત્સંગની અને આત્મસાધનાની આરાધના કરી હતી તેની વિગત આ પ્રમાણે છે : સમય વિ. સં. ૧૯૪૭ ભાદરવો—આસો વિ. સં. ૧૯૪૮, કાર્તિક સુદથી માગશર સુદ વિ. સં. ૧૯૪૯, ભાદરવા માસમાં આઠ-દશ દિવસ વિ. સં. ૧૯૫૧, શ્રાવણથી આસો માસ સુધીનો લગભગ બે મહિનાનો સમય નિવૃત્તિક્ષેત્ર રાળજ તથા વવાણિયા ♦ વવાણિયા, મોરબી, આણંદ પેટલાદ તથા ખંભાત ♦ વવાણિયા, રાણપુર, ધર્મજ Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 શ્રીમદ્ રાજચંદ્ર n અંતિમ સાધના અને દેહવિલય (વિ. સં. ૧૯૫૨ થી ૧૯૫૭) આ સમય તેઓશ્રીની ઉગ્ર આરાધનાનો કાળ વિશેષપણે ગણી શકાય. ઉપાધિનો યોગ તે દરમિયાન ઓસરતો ગયો અને બાહ્યાંતર અસંગદશા પ્રગટ કરવાની પોતાની નેમ ઠીક ઠીક અંશે પાર પડી. આ દરમિયાન તેઓ અધ્યયન-ચિંતન-મનન ઉપરાંત આહારનો, વસ્ત્રોનો, પ્રસંગોનો, દેહાધ્યાસનો તથા અન્યનો દૃઢતાપૂર્વક અપરિચય કરતા જેથી સંયમી અને ત્યાગી જીવન સંપૂર્ણપણે અને સહજ રીતે અંગીકાર કરી શકાય. ઉત્તરસંડાના જંગલમાં, કાવિઠામાં તથા ઈડરમાં તેઓ જે રીતે ઉગ્ર એકાંતચર્યામાં રહેતા તે પ્રસંગોનો મુમુક્ષુઓએ ઉલ્લેખ કર્યો છે; જેમાં રાત્રે પોતાની સાથે કોઈને પણ ન રહેવાની આજ્ઞા આપવી, પથારીનો ઉપયોગ ન ક૨વો, એક જ વસ્ત્રનો અને એક જ આહારનો પ્રયોગ કરવો, પગરખાં ન વાપરવાં, ડાંસ-મચ્છ૨, ઠંડી-ગરમી વગેરે સમભાવે સહન કરવાં અને મૌન-ધ્યાન માટે એકાંતે નિર્જન પ્રદેશમાં રહેવું વગેરે મુખ્ય હતાં. વર્ષના ચાર, છ કે અધિક માસ સુધી મુંબઈથી બહાર સતતપણે સાધના-ક્ષેત્રોમાં સત્સંગ-અસંગદશાની સાધના અર્થે રહેવું, રેલવેની ટિકિટના પૈસા પણ પોતાની પાસે ન રાખવા, ગૃહવ્યવહારના પ્રસંગોમાં બને ત્યાં સુધી ન જવું, પત્રવ્યવહારાદિ પરમાર્થ સિવાય ભાગ્યે જ કરવો અથવા સંક્ષેપમાં કરવો ઇત્યાદિ અભ્યાસ દ્વારા વિ. સં. ૧૯૫૫માં તેઓએ વ્યાપારાદિનો ત્યાગ કરી માતા પાસે દીક્ષાજીવનની માગણી કરી, પણ બીજા વર્ષે જ તેમના શરીરે તેમને સહકાર આપવાનું છોડી દેતાં વિઘ્ન ઊભું થઈ ગયું અને વિ. સં. ૧૯૫૭માં તો તેમનો Page #24 -------------------------------------------------------------------------- ________________ 23 1 શ્રીમદ્ રાજચંદ્ર | દેહવિલય થયો. નિવૃત્તિસાધનાના આ તબક્કા દરમિયાન તેઓની મુખ્ય સ્થિતિ નીચેનાં ગામોમાં રહી : ચરોતર પ્રદેશ : કાવિઠા, આણંદ, નડિયાદ, ઉત્તરસંડા, વસો, ખેડા, રાળજ, વડવા, ખંભાત સૌરાષ્ટ્ર પ્રદેશ : સાયલા, મોરબી, વવાણિયા, રાજકોટ, વઢવાણ, વીરમગામ અન્ય પ્રદેશો : ઈડર, અમદાવાદ, નરોડા, ધરમપુર, ઇત્યાદિ. આમ શુદ્ધાત્મજ્ઞાનના પ્રકાશ પછી પણ સતતપણે આત્મબળની વૃદ્ધિ કરી તેઓએ મોક્ષમાર્ગમાં પોતાનું પ્રયાણ દેહવિલય પર્યત અવિરત ગતિથી ચાલુ રાખ્યું હતું. આરાધક-વર્ગ જેમ જેમ પુષ્પની સુગંધી ફેલાય છે તેમ ચારે દિશાઓમાંથી ભમરાઓ તે તરફ સ્વયે આકર્ષિત થઈ જાય છે. આ જ પ્રમાણે બાળપણમાં પોતાની નિશાળના શિક્ષકો અને વિદ્યાર્થીઓથી માંડીને ગામના વડીલો, કવિતા અને સાહિત્યના રસિકો, સુંદર અક્ષરોના ચાહકો, અવધાન, જ્યોતિષ અને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા પ્રભાવિત થયેલા હજારો મનુષ્યો તથા શાસ્ત્રના ગૂઢાર્થોના રહસ્યને સમજીને વિદ્વાનો અને જિજ્ઞાસુ સાધકોને તત્ત્વજ્ઞાનના અને આત્માના અનુભવના માર્ગે દોરવાની શક્તિથી પ્રભાવિત થયેલો મોટો પ્રશંસવર્ગ – આ સૌ પોતપોતાની રીતે શ્રીમદ્જી તરફ આદર, સન્માન અને ભક્તિની દૃષ્ટિથી જોતાં થઈ જાય છે. અહીં તો માત્ર થોડા જ શિષ્યો અને જિજ્ઞાસુઓનો પરિચય પ્રસ્તુત છે : Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર (૧) શ્રીમદ્ અને શ્રી સોભાગભાઈ : શ્રીમા સમસ્ત પત્રસાહિત્યનો લગભગ ચોથો ભાગ જેના ઉપર લખાયેલો છે તેવા સ૨ળતા, સૌમ્યતા, શરણાગતિ, સાચી સંસ્કારિતા અને જિજ્ઞાસાની મૂર્તિસ્વરૂપ શ્રી સૌભાગભાઈ શ્રીમના પરમ સખા હતા. ઉંમરમાં ૪૪ વર્ષે મોટા હોવા છતાં પ્રથમ મુલાકાતના અનુભવોથી જ તેઓ શ્રીમના અનન્ય ભક્ત બની ગયા અને ક્રમશઃ તેમનો ગાઢ પ્રેમ અને માર્ગદર્શન સંપાદન કરી ખૂબ જ ઉચ્ચ અધ્યાત્મદશાને પામીને છેવટે પ્રશંસનીય સમાધિમરણની પ્રાપ્તિ કરી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના પણ શ્રીમદે શ્રી સૌભાગભાઈની વિનંતીને સ્વીકારીને જ કરી હતી. બંનેનો પારસ્પરિક સ્નેહ અને ઉપકાર અદ્વિતીય ગણી શકાય તેવા રહ્યા છે, અને આ કળિયુગમાં પણ સત્સંગના યોગે ઉચ્ચ અધ્યાત્મની શ્રેણીની પ્રાપ્તિના નમૂનારૂપ છે. શ્રીમદે પોતાનું અંતર ખોલીને નિજદશાની અને સૂક્ષ્મ-સિદ્ધાંતની ચર્ચા શ્રી સૌભાગભાઈના પત્રવ્યવહારમાં મુખ્યપણે કરી છે, તો સાથે સાથે તેઓએ શ્રી સૌભાગભાઈનો ૫૨મ ઉપકાર તેમના ઉપરના સંબોધનથી, પત્રના અંતભાગોમાં અને આત્યંતર નોંધમાં પણ સ્પષ્ટપણે દર્શાવ્યો છે. તેમના સ્મારકરૂપે ‘શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ' એ નામના ઈ. સ. ૧૯૮૫માં સાયલા મુકામે એક આશ્રમની સ્થાપના કરી છે. 24 n (૨) શ્રીમદ્ અને શ્રી લઘુરાજસ્વામી : શ્રીમના આ અનન્ય ઉપાસક ખરેખર મહાન સ્વ-પર- કલ્યાણ સાધી ગયા. મૂળમાં સ્થાનકવાસી સાધુ તરીકે દીક્ષિત થયા હોવા છતાં તેઓએ પોતાનું જીવન શ્રીમદ્દ્ન સર્વથા સમર્પણ કરીને, અનેક Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર m પ્રકારનાં કષ્ટો વેઠીને પણ અપૂર્વ ગુરુભક્તિ અને ઉગ્ર સાધના દ્વારા મહાન આત્મકલ્યાણ કર્યું. 25 શ્રીમદે પણ તેઓને પોતાના આત્મીય ગણીને મુંબઈમાં સમાધિશતકની ૧૭ ગાથાઓ સમજાવી ‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે' એ મંત્ર આપ્યો હતો અને પછી પણ ઈડરમાં અને વસોમાં ઘનિષ્ઠ અને વિશિષ્ટ બોધ આપ્યો હતો, જેને શ્રી લઘુરાજસ્વામીએ અંતરમાં ધારણ કરી રોમ રોમ ગુરુભક્તિ અને આત્માની ધૂન જગાવી હતી. ઉદાર અને વિશાળ ગુણગ્રાહક દૃષ્ટિથી અને જીવમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી તેઓએ સ્થાપેલા અગાસ આશ્રમના માધ્યમ દ્વારા ચરોતરની સામાન્ય, સાદી અને સ૨ળ જનતાને તેમણે શ્રીમદૂના તત્ત્વજ્ઞાનની ચાલુ ગામઠી ભાષામાં સમજણ આપી. તેમના યોગબળથી ઘણા મનુષ્યોને શ્રીમદ્ના સાહિત્યની અને વ્યક્તિત્વની શ્રદ્ધા થઈ, જેનો પુરાવો આજે પણ અગાસ આશ્રમમાં ચાલતો નિયમિત ભક્તિક્રમ છે. પોતાના દીર્ઘકાળના સંયમી જીવનના પ્રત્યક્ષ સમાગમથી શ્રીમદૂના વ્યક્તિત્વ અને કૃતિત્વને બહોળા પ્રમાણમાં પ્રસારિત કરવાનું શ્રેય જેટલું તેમને ફાળે જાય છે તેટલું કોઈ અન્ય શિષ્યને ફાળે જતું નથી. વિ. સં. ૧૯૯૨માં ખૂબ શાંત સમાધિભાવથી અગાસ આશ્રમમાં તેઓનો દેહોત્સર્ગ થયો, જ્યાં તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. (૩) શ્રીમદ્ અને શ્રી અંબાલાલભાઈ મૂળ ખંભાતના વતની અને શ્રી જૂઠાભાઈ દ્વારા શ્રીમદૂના સંપર્કમાં આવેલા આ સજ્જન જિજ્ઞાસુએ સેવાથી, ભક્તિથી, પ્રશંસનીય Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 1 શ્રીમદ્ રાજચંદ્ર | ક્ષયોપશમથી અને વૈરાગ્યથી આત્મકલ્યાણની ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત કરી. વારંવાર તેઓની નિશ્રામાં અનેક મુમુક્ષુઓ શ્રીમને બોલાવતા અને સૌ શ્રીમદ્ભા અપૂર્વ બોધનો લાભ મેળવતા. તેમની તીવ્ર સ્મરણશક્તિને લીધે શ્રીમદ્ તેમને શાસ્ત્રના કે પત્રોના ઉતારા કરવા માટે આપતા. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના નડિયાદ મુકામે વિ. સં. ૧૯પરના આસો વદ એકમની સાંજે થઈ, ત્યારે શ્રીમદ્રની પાસે ફાનસ લઈ ઊભા રહેનાર શ્રી અંબાલાલભાઈ જ હતા. આત્મસિદ્ધિના જે અર્થ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છપાયા છે તેનું લેખન પણ શ્રી અંબાલાલભાઈએ જ કર્યું હતું. અને પાછળથી તે શ્રીમની દૃષ્ટિ નીચેથી પણ પસાર થયું હતું. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં લગભગ ૧૨૭ જેટલા પત્રો શ્રી અંબાલાલભાઈ ઉપર લખાયેલા છે જે તેમની શ્રીમ સાથેની ઘનિષ્ઠતા સૂચવે છે. શ્રીમના દેહાવસાન પછી તેમનું સાહિત્ય એકત્રિત કરવામાં અને વ્યવસ્થિત કરવામાં તેઓનો અનન્ય સહયોગ શ્રી મનસુખભાઈને (શ્રીમન્ના નાના ભાઈ) પ્રાપ્ત થયો હતો. વિ. સં. ૧૯૬૧માં એક મુમુક્ષુની સેવા કરતાં તેમને પ્લેગનો રોગ લાગુ પડ્યો અને તેઓનો દેહોત્સર્ગ થયો. (૪) શ્રીમદ્ અને શ્રી જૂઠાભાઈ શ્રીમના અલ્પકાળના સાનિધ્યથી પોતાનું આત્મકલ્યાણ નાની ઉંમરમાં કરનાર આ એક મહાન જિજ્ઞાસુ આત્મા હતા. વિ. સં. ૧૯૪૪માં જ્યારે શ્રીમદ્ મોક્ષમાળા છપાવવા અમદાવાદ આવ્યા ત્યારે શ્રી જેસિંગભાઈના નાના ભાઈ તરીકે તેઓ શ્રીમદ્ભા પરિચયમાં આવ્યા અને પૂર્વસંસ્કારની બળવત્તરતા અને જ્ઞાનીના Page #28 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમદ્ રાજચંદ્ર L. 27 બોધને ધારણ કરીને અધ્યાત્મવિકાસ સાધ્યો. શ્રીમદે તેમને સંબોધીને લખેલાં વિશેષણો પરથી તેમની ઉચ્ચ અંતરંગ દશાનો આપણને ખ્યાલ આવી શકે છે. ત્રેવીસ વર્ષની યુવાન વયે વિ.સં. ૧૯૪૬માં તેઓએ સ્વર્ગવાસ કર્યો. (૫) શ્રીમદ્ અને મનસુખભાઈ મોરબીના રહીશ શ્રી મનસુખભાઈ કીરતચંદ મહેતાએ શ્રીમને થોડા કાળના પરિચયમાં જ્ઞાની તરીકે ઓળખી લીધા હતા, અને શ્રીમદ્ પ્રત્યે તેમને અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ હતી. શ્રીમદ્ભા બોધથી તેઓની સદાચારમાં દૃઢપણે સ્થિરતા થઈ હતી. વિશાળ શાસ્ત્ર-અધ્યયન, વિદ્વત્તા, સાહિત્યનિપુણતા અને ભક્તિના સમન્વયથી તેમણે શ્રીમદુના હૃદયમાં પણ સારું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. શ્રીમદ્ તેમને જે કામ આપતા તે તેઓ ખૂબ ચીવટથી કરતા અને “શાંત સુધારસ” ગ્રંથનો અનુવાદ તેમણે શ્રીમદ્ભી આજ્ઞાથી જ કર્યો હતો. તેઓએ લખેલો “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા” નામનો ગ્રંથ પ્રકાશિત થયેલ છે. તેમના સુપુત્ર ડૉ. ભગવાનદાસભાઈએ “પ્રજ્ઞાવબોધમોક્ષમાળા” અને “અધ્યાત્મ રાજચંદ્ર' નામના ગ્રંથો ભક્તિભાવથી લખેલ છે. (૭) શ્રીમદ્દ અને ગાંધીજી ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષોમાં, આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ રાજચંદ્ર (કવિ રાયચંદભાઈ) અગ્રગણ્ય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ 28 I શ્રીમદ્ રાજચંદ્ર | “સત્ય”, “અહિંસા” અને “બ્રહ્મચર્ય સંબંધીની પ્રેરણા પોતે શ્રીમદુના જીવનમાંથી લીધેલી છે તેવો નિર્દેશ ગાંધીજીએ કરેલ છે, અને સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ એક વ્યક્તિના જીવનમાંથી હું સૌથી વધારે શીખ્યો હોઉં તો તે શ્રી રાયચંદભાઈના જીવનમાંથી શીખ્યો છું. આફ્રિકાના વસવાટ દરમિયાનના ધર્મમંથનના કામમાં ગાંધીજીએ ૨૭ પ્રશ્નો શ્રીમજીને પૂછ્યા હતા જેનો ખુલાસો મેળવીને ગાંધીજીએ પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ધર્મને બદલવા માટેની મિત્રોની સલાહને અસ્વીકાર કર્યો હતો. શ્રીમદ્દની જન્મજયંતિનાં વ્યાખ્યાનોમાંથી તથા આત્મકથામાંથી શ્રીમદ્ પ્રત્યે ગાંધીજીએ વ્યક્ત કરેલો આદરભાવ આપણને સારી રીતે જાણવા મળે છે. ગાંધીજીને એક “મહાત્મા” અને શ્રીમને એક “ધર્માત્મા'નું બિરુદ ઘણા લેખકોએ આપેલું છે, તે બંનેના વ્યક્તિત્વમાં રહેલું સામ્ય પ્રગટ કરવાની સાથે સાથે બંનેના જીવનધ્યેયની ભિન્નતાનો પણ નિર્દેશ કરે છે. ઉપર્યુક્ત મહાનુભાવો ઉપર શ્રીમદ્ રાજચંદ્રજીની ખૂબ જ અસર થઈ અને તેમના જીવનની દિશા જ જાણે કે બદલાઈ ગઈ ! પરંતુ આ ઉપરાંત બીજા પણ અનેક પુરુષો ઉપર તેમના જીવનની અને બોધની અસર પડી જેમાં મુખ્ય છે : શ્રી પોપટલાલ મહોકમચંદભાઈ શાહ “ભાઈશ્રી', જેઓએ કાવિઠામાં બોધ પામી વડવા મુકામે શ્રીમદ્ રાજચંદ્રના નામે સંસ્થા ઊભી કરી. 0 મોરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સંઘવી, જેઓ શ્રીમન્ના Page #30 -------------------------------------------------------------------------- ________________ | શ્રીમદ્ રાજચંદ્ર | 29 વિશિષ્ટ જ્ઞાનથી પ્રભાવિત થયા હતા અને અંતિમ ચર્યામાં સેવામાં રહ્યા હતા. શ્રી માણેકલાલ ઘેલાભાઈ, જેઓ શ્રીમદે રચેલી આત્મસિદ્ધિના વાંચન માટે સર્વપ્રથમ થયેલી ચાર પ્રતમાંથી એક પ્રત મેળવવા માટે ભાગ્યશાળી થયા હતા. શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરી, જેઓએ શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની વ્યવસ્થા ઘણાં વર્ષો સુધી સંભાળી હતી. શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, જેઓ શ્રીમના નાના ભાઈ હતા. જીવનની માત્ર છેલ્લી અવસ્થામાં જ તેઓ શ્રીમન્ને કંઈક અંશે ઓળખી શક્યા. શ્રીમતું સાહિત્ય પ્રગટ કરવામાં તેમણે મુખ્ય અને પ્રશંસનીય કહી શકાય તેવું કાર્ય કર્યું. શ્રી ત્રિભોવન માણેકચંદ, જેઓ ખંભાતના એક અગ્રગણ્ય મુમુક્ષુ હતા. શ્રી ઝવેરભાઈ શેઠ, જેઓ શ્રીમની કાવિઠાની એકાંત ચર્યા વખતે તેમની સેવામાં રહેતા. શ્રી જેસિંગભાઈ ઉજમશી, જેઓ “મોક્ષમાળા' પ્રગટ કરવામાં સહાયક થયા હતા અને જેઓના વંશજો હજુ સુધી સારી રીતે શ્રીમન્ના ભક્ત-ઉપાસક રહ્યા છે. આ ઉપરાંત સર્વશ્રી મોતીચંદ ગિરધર કાપડિયા, લહેરચંદભાઈ, ખીમજી દેવજી, વ્રજલાલભાઈ, શંકરભાઈ, ડુંગરશીભાઈ, છોટાલાલ માણેકચંદ, વિનયચંદ્ર પોપટભાઈ દફતરી, અનુપચંદ મલકચંદ વગેરે સજ્જનો ઉપર પણ શ્રીમો ઠીક ઠીક પ્રભાવ પડ્યો હતો. Page #31 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રેરક પ્રસંગો શાંતિનો પ્રભાવ ખંભાતના શ્રી છોટાલાલ માણેકચંદ વગેરે સાથે એક વખત શ્રીમદ્ ધર્મજથી વીરસદ જતા હતા. રસ્તામાં એક સાંકડી કેડી આવી. તે પરથી બધા પસાર થતા હતા. તે વખતે તેઓએ તે કેડી પર સામેથી બે સાંઢને લડતા લડતા આવતા જોયા. સામેથી ધસી આવતા સાંઢને જોઈને બીજા સર્વેને ગભરાટ છૂટ્યો, પણ શ્રીમદે બધાને જણાવ્યું કે સાંઢ નજીક આવશે ત્યારે શાંત થઈ જશે. તેમ છતાં ભયને લીધે છોટાભાઈ વગેરે સાથીઓ પાસેના ખેતરમાં છુપાઈ ગયા. માત્ર શ્રીમદ્ અને તેમની પાછળ શ્રી સૌભાગભાઈ તથા ડુંગરશીભાઈ શાંતિથી આગળ વધ્યા. બંને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઊભા રહી ગયા, અને બધા શાંતિથી પસાર થઈ ગયા. આત્માની ચિંતા એક જિજ્ઞાસુએ શ્રીમદુને પ્રશ્ન કર્યો : “પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલમાં શોધકો ગોળ કહે છે, તેમાં ખરું શું?” શ્રીમદે સામો સવાલ પૂછયો : તમને સપાટ હોય તો ફાયદો કે ગોળ હોય તો ફાયદો ?” જિજ્ઞાસુએ કહ્યું : “હું એ જ જાણવા માગું છું.” શ્રીમદે પૂછ્યું : “તમે તીર્થકર ભગવાનમાં શક્તિ વધારે માનો છો કે હાલના શોધકોમાં ?” જિજ્ઞાસુએ જણાવ્યું : “તીર્થકર ભગવાન પર.” શ્રીમદે કહ્યું : “તીર્થંકર પર શ્રદ્ધા રાખો અને શંકા કાઢી Page #32 -------------------------------------------------------------------------- ________________ D શ્રીમદ્ રાજચંદ્ર D નાખો. આત્માનું કલ્યાણ કરશો તો તમને પૃથ્વી સપાટ કે ગોળ, જેવી હશે તેવી, કોઈ હ૨કત કરશે નહીં.” * મરણનો ભય કચ્છના વતની પદમશીભાઈએ શ્રીમને એક વખત પૂછ્યું, “સાહેબજી, મને ભયસંજ્ઞા વિશેષ રહે છે, તો તેનો શો ઉપાય ?” શ્રીમદે પૂછ્યું, “મુખ્ય ભય શેનો રહે છે ?' “મરણનો.” તે માટે શ્રીમદે કહ્યું, “મરણ તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મ૨ણ તો નથી. તો પછી એનો ભય રાખવાથી શો ફાયદો ? એ રીતે મન દૃઢ રાખવું.” * 31 બાપુને ચેતવ્યા વવાણિયામાં શ્રીમદ્ના ઘરથી થોડે દૂર રહેતા એક ગરાશિયાને ઘોડા પર બેસી સાંજે ફરવા જવાનો નિત્યક્રમ હતો. એ રીતે ગરાશિયા બાપુ એક વખત ફરવા નીકળ્યા ત્યારે શ્રીમદ્ તેમને સામા મળ્યા. શ્રીમદે તેમને જણાવ્યું, “બાપુ, આજે ઘોડી લઈને ફરવા જવાનું માંડી વાળો.” ઘણું કહેવા છતાં બાપુ માન્યા નહીં, ફરવા ગયા. બહારગામ પહોંચ્યા ત્યાં તો ઘોડીએ તોફાન શરૂ કર્યું અને તેમને પછાડ્યા. ખબર પડતાં ચાર જણા તેમને ચોફાળમાં ઊંચકીને ઘેર લાવ્યા, પણ થોડા સમયમાં તેમનું મરણ થયું. * Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 n શ્રીમદ્ રાજચંદ્ર D છ મહિના પછી પરણજો શ્રીમદ્ વીરજી દેસાઈ નામના એક ભાઈને કાકા કહેતા. તેઓ બંને એક વખત સાંજે ફરવા ગયા હતા, ત્યારે શ્રીમદે દેસાઈને પૂછ્યું કે, “કાકા, મારાં કાકીને કાંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા ?” દેસાઈએ કાંઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ બાદ દેસાઈનાં પત્ની મરણ પામ્યાં. ત્યારપછી સાથે જવાનો ફરીથી પ્રસંગ આવ્યો ત્યારે શ્રીમદે દેસાઈને પૂછ્યું, “કાકા, તમે હવે પરણશો ?” દેસાઈએ જવાબ ન આપતાં માત્ર મોઢું મલકાવ્યું. શ્રીમદે કહ્યું, “કાકા, તમે પરણવાનો વિચાર કરતા હો તો તે છ માસ પછી રાખજો.” છ મહિના થયા. રાંધણછઠનો દિવસ આવ્યો. તે વખતે વીરજી દેસાઈ સાંજે બહારથી ઘેર આવ્યા ત્યારે ખાળમાંથી નીકળેલો સર્પ તેમને કરડ્યો. સર્પનું ઝેર ઉતારવા ઘણી મહેનત કરી, પણ ઝે૨ ઊતર્યું નહીં, ત્યારે દેસાઈએ કહ્યું, “નવા ઉપચાર કરી મારો ચોવિહાર ભંગાવશો નહીં. મને તો કહેનારે એ વાત કહી દીધી છે.” * પ્રામાણિકતા એક વખત શ્રી ત્રિભુવનદાસ ભાણજી અને શ્રીમદ્ મુંબઈમાં હાઈકોર્ટ પાસેના બૅન્ડસ્ટૅન્ડ તરફ ફરવા ગયા હતા ત્યારે ત્રિભુવનભાઈએ એમને પ્રશ્ન કર્યો હતો કે, “એક જૈન તરીકે પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ ?” એના ઉત્ત૨માં શ્રીમદે હાઈકોર્ટનો બુરજ દેખાડી તેમને કહ્યું Page #34 -------------------------------------------------------------------------- ________________ _33 | શ્રીમદ્ રાજચંદ્ર | કે, “પેલી દૂર જે હાઈકોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું જે પ્રામાણિકપણું હોય તેના કરતાં જૈનનું પ્રામાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ. એટલે કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કોઈને પણ શંકા ન થવી જોઈએ, એટલું જ નહીં પણ તે અપ્રામાણિક છે એમ કોઈ કહે તો સાંભળનાર તે વાત સાચી પણ ન માને, એવું તેનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ. સત્યનો આગ્રહ શ્રીમની લગભગ ૧૩ વર્ષની વયે બનેલો એક પ્રસંગ છે. એક વખત જેઠમલજી નામના વિદ્વાન મનાતા સાધુએ શ્રીમદ્દના જ્ઞાનથી ખુશ થઈ મોરબીમાં તેમને કહ્યું કે, તમે “ઢેઢકમત' દીપાવો. તે વખતે સત્યના આગ્રહી શ્રીમદે તત્કાળ જવાબ આપ્યો કે, સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે.' નિષ્કારણ કરુણા શ્રીમદ્ એક વખત મોરબીથી વવાણિયા જતા હતા. સ્ટેશને મૂકવા માટે શ્રી મનસુખભાઈ મહેતા આદિ કેટલાક મુમુક્ષુઓ ગયા હતા. ગાડી આવવાનો સમય હતો તેથી બધા ધર્મચર્ચા કરતા હતા. તે અરસામાં મનસુખભાઈને કોઈ બોલાવવા આવતાં ઘેર જવું પડ્યું. તેથી ગાડી આવતાં સુધીનો સત્સંગનો લાભ જવા બદલ તેમને મનમાં ને મનમાં ખૂબ ખેદ થયો. તે ખેદ પ્રગટ ન કરતાં મનસુખભાઈ ઘેર ગયા. પણ એ ખેદ શ્રીમદ્ પામી ગયા અને પછીથી ગાડી આવી ગઈ હોવા છતાં તેઓ વવાણિયા ન જતાં બધા સાથે મોરબી પાછા ફર્યા Page #35 -------------------------------------------------------------------------- ________________ 34 1 શ્રીમદ્ રાજચંદ્ર | અને બીજે દિવસે મનસુખભાઈને સત્સંગનો લાભ આપ્યો. જ્ઞાનીની નિષ્કારણ કરુણા તે આ. મનને નવરું ન રાખવું એક વખત મુનિ મોહનલાલજીએ શ્રીમદ્દ પ્રશ્ન કર્યો કે, “મન સ્થિર થતું નથી, તો શો ઉપાય કરવો ?” - શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું કે, “એક પળ પણ નકામો કાળ કાઢવો નહીં. કોઈ સારું પુસ્તક ન હોય તો છેવટે માળા ગણવી. પણ જો મનને નવરું રાખશો તો ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સવિચારરૂપ ખોરાક આપવો. જેમ ઢોરને કાંઈ ને કાંઈ ખાવાનું જોઈએ, દાણાનો ટોપલો આગળ મૂક્યો હોય તો તે ખાધા કરે છે, તેમ મન ઢોર જેવું છે. બીજા વિકલ્પ બંધ કરવા માટે સર્વિચારરૂપ ખોરાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ થઈ તણાઈ જવું નહીં, તેને ગમે તેથી આપણે બીજે ચાલવું.” ઉપસંહાર આમ શ્રીમદ્ રાજચંદ્રજીનું મુખ્ય વ્યક્તિત્વ આધ્યાત્મિક રહ્યું છે, અને તેમના ટૂંકા આયુષ્યને લીધે તેમનો જીવનસંદેશ તેમના વિદ્યમાનપણામાં બહુજન સમાજ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ આપણે એ ન ભૂલીએ કે તેઓ માત્ર એક મહાન સંત જ નહીં પણ એક પ્રબુદ્ધ કેળવણીકાર, જન્મજાત કવિ, લોકોત્તર સ્મરણશક્તિધારક, વિશિષ્ટ તર્કપટુતાના સ્વામી, અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના અધિકારી, Page #36 -------------------------------------------------------------------------- ________________ 35 | શ્રીમદ્ રાજચંદ્ર , સમાજસુધારક, અહિંસા-સત્યના પ્રયોગવીર અને પૂજારી, સ્ત્રી જાતિની સુધારણાના અને ભારતની સંસ્કૃતિના મહાન હિમાયતી અને સર્વધર્મ સમભાવના એક વિશિષ્ટ જ્યોતિર્ધર હતા. અધ્યાત્મપ્રેમી સજ્જનોએ, સમાજના સાચા હિતેચ્છુઓએ, ભારતની અસ્મિતાના અગ્રેસરોએ, ગુજરાતી સાહિત્યકારોએ, જૈનધર્મના આરાધકોએ અને શ્રીમદૂના અનુયાયીવર્ગે આ વાતને ન વિસરવી જોઈએ કે જે પ્રમાણમાં આપણે શ્રી દયાનંદ સરસ્વતી, શ્રીમોટા, મહર્ષિય શ્રી રમણ અને શ્રી અરવિંદ, આચાર્યદ્રય શ્રી વિજયવલ્લભ કે શ્રી બુદ્ધિસાગરના વ્યક્તિત્વને સમાજમાં ઉપસાવ્યું છે, તે રીતે આ મહાપુરુષના વ્યક્તિત્વને ઉપસાવી શક્યા નથી. શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રીમોક્ષમાળા, અપૂર્વ અવસર, અને બીજા અનેક આધ્યાત્મિક પત્રો અને કાવ્યો દ્વારા આધ્યાત્મિક સાધકોને, અને સમાજ તથા ધર્મની નીતિમત્તાનાં ધોરણોને ઊંચે લાવવા નિષ્પક્ષપણે ઉચ્ચ કક્ષાનું સર્વતોમુખી માર્ગદર્શન આપનાર આ મહાપુરુષને ગમે તે કારણોસર આપણે યથાર્થપણે ઓળખી શક્યા નથી અને તેથી તેમના ઉપદેશનો યથાયોગ્ય લાભ પણ લઈ શક્યા નથી. કેવળ ભાવુકતા કે કેવળ દોષદર્શનને બાજુમાં રાખી, ખરેખર મધ્યસ્થ થઈ, આપણે સૌ જો તેમને ઓળખીશું તો તે આપણને ઘણા લાભનું કારણ બનશે અને દૂર-સુદૂરના લોકોને પણ તેમણે બોધેલા શાશ્વત સત્ય-સિદ્ધાંતોની જાણ થવાની સાથે સાથે શાંતિ, પ્રેમ, સદ્ગુણો પ્રત્યેનો પ્રમોદ, વિચારોની સહિષ્ણુતા, સાત્ત્વિકતા, સત્ય-અહિંસા અને વિશ્વબંધુત્વનો સમાજમાં ફેલાવો થશે જે સૌ કોઈને કલ્યાણનું જ કારણ છે. national Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ભી ઉપદેશપ્રસાદી શ્રીમદે ૩૩ વર્ષની ટૂંકી જિંદગીમાં આપણને ઘણો વિસ્તૃત, પરમ ઉપકારક અને સર્વગ્રાહી બોધ આપ્યો છે. તે સર્વ “શ્રીમદ્ રાજચંદ્ર' નામના અગાસથી પ્રકાશિત થયેલા ગ્રંથમાં પ્રગટ થયો છે. સાધક મુમુક્ષુએ તો જરૂ૨ તેનું સત્સંગના યોગે વાંચન-મનન કરવું જોઈએ. અહીં તો માત્ર સામાન્ય વાચકવર્ગ માટે તેમના ઉપદેશમાંથી થોડી વિશેષ ઉપકારી, સરળ અને વ્યવહારજીવનમાં ઉપયોગી સામગ્રી સંક્ષેપમાં રજૂ કરીએ છીએ, જે સૌ કોઈને જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપે છે. ૧. સામાન્ય સદાચાર અને નીતિ-ન્યાય (૧) સર્વ જીવોમાં સમષ્ટિ – કિવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. (૨) જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકજે. (૩) જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપ લાંબી લાગશે. (૪) પવિત્રતાનું મૂળ સદાચાર છે. (૫) કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે. (ક) તારું, તારા કુટુંબનું, મિત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સપુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ n શ્રીમદ્ રાજચંદ્ર (૭) પરનિંદા એ જ સબળ પાપ માનવું. (૮) આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસા૨પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. ૨. સર્વધર્મ સમભાવ (૧) તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. (૨) (૩) (દોહરા) ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. (દોહરા) જાતિ વેષનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય; સાધે તો મુક્તિ લડે, એમાં ભેદ ન કોય. 37 (૪) અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તો તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે. (૫) રૂઢિ એ કંઈ કલ્યાણ નથી, આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. ૩. માનવદેહ (૧) જ્ઞાનીઓ કહે છે કે એ (માનવ)ભવ બહુ દુર્લભ છે. અતિ Page #39 -------------------------------------------------------------------------- ________________ n શ્રીમદ્ રાજચંદ્ર પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. 38 માનવપણું વિદ્વાનો એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને ૫૨મતત્ત્વ, ઉત્તમ આચાર અને સત્ ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી; પરંતુ તેના વિવેકને લઈને કહે છે. કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી.... કેટલાક મૂર્ખા દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. (૨) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. (૩) સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખ પ્રાપ્ત કરવાની જે ઇચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે; તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે; એમ માત્ર મોહદૃષ્ટિથી થયું છે. (૪) ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને ૫૨માર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું Page #40 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રીમદ્ રાજચંદ્ર D ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો. ૪. સત્સંગ સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ ... આત્માને સત્યરંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે... જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાનધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સ૨ળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે. 39 મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દૈઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષોના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ કે એના જેવું પરમ હિતસ્ત્રી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આથી આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ Page #41 -------------------------------------------------------------------------- ________________ 40 || શ્રીમદ્ રાજચંદ્ર | કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ મૂકી દેવા. સર્વ દુઃખોથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષોથી જીવ મુક્ત થાય. ૫. ભક્તિ અને ભક્તિમાર્ગ (૧) જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત-દિવસ તે અપૂર્વ જોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રીમદ્ રાજચંદ્ર | (૨) ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સપુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે... જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. (૩) ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે, આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. (૪) શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમજ સર્વદૂષણરહિત, કર્મમલહન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપના ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. (૫) (તોટક છંદ) સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. Page #43 -------------------------------------------------------------------------- ________________ 42 1 શ્રીમદ્ રાજચંદ્ર . . સુખ ' (૧) જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે, વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું, એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે. (૨) જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે... જે સુખ ભયવાળાં હોય છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભોગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે; તેમજ પરિણામે મહા તાપ, અનંત શોક અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે; વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. (૩) અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. એ ક્રમ યથાયોગ્ય ચલાવતો રહીશ તો તું મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. (૪) માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવાનો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. (૫) દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એવો Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર - 43 આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો ! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ, ક્યાંથી પ્રતીતિમાં આવે ? ૭. વૈરાગ્ય (૧) ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. (૨) વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. (૩) સત્પુરુષ કરતાં મુમુક્ષુનાં ત્યાગ-વૈરાગ્ય વધી જવા જોઈએ. મુમુક્ષુઓએ જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાના વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. (૪) જ્ઞાન, વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે, એકલાં ન હોય. (૫) (દોહરા) વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. Page #45 -------------------------------------------------------------------------- ________________ 44 'બહર) શ્રીમદ્ રાજચંદ્ર ૮. સદ્ગુરુ-સપુરુષ (૧) ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે : (૧) કાષ્ઠસ્વરૂપ (૨) કાગળસ્વરૂપ (૩) પથ્થરસ્વરૂપ. કાષ્ઠસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે, કારણ કે સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે છે અને તારી શકે છે. કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસારસમુદ્રને પોતે તરી શકે નહીં, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે એ બીજાને તારી શકે નહીં. પથ્થરસ્વરૂપ તે પોતે બૂડે અને પરને પણ બુડાડે. કાષ્ઠસ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. (ર) (દોહરા) ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમ કૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૩) સદ્ગુરુનું માહાત્મ : (દોહરા) સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. Page #46 -------------------------------------------------------------------------- ________________ - શ્રીમદ્ રાજચંદ્ર (૪) નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પવિકલ્પની મંદતા જેને થઈ છે. પંચ વિષયથી વિરક્તબુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૫) આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી, ઘણો કાળ વીતતાં સત્પુરુષનો માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઈ ગયા જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવો ઓછા હોવાથી, જીવને સત્પુરુષની ઓળખાણ તત્કાળ થતી નથી. ઘણા જીવો તો સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છ કાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્ર ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે; પણ તે યથાર્થ નથી. ૯. મુમુક્ષુ-આત્માર્થી-જિજ્ઞાસુ 45 (૧) મુમુક્ષુતા એ છે કે સર્વ પ્રકા૨ની મોહાસક્તિથી મૂંઝાઈ એક ‘મોક્ષ’ને વિષે જ યત્ન કરવો; અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. મુમુક્ષુ જીવમાં શમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. નિત્ય તેવો પરિચય રાખતાં, Page #47 -------------------------------------------------------------------------- ________________ n શ્રીમદ્ રાજચંદ્ર m તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરી ફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે, તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે. 46 વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યગ્દર્શન ક્યાંથી થાય ? સભ્યચરિત્ર ક્યાંથી થાય ? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. (દોહરા) (૨) દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; તોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. કષાયથી ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પછી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. (૩) આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ ઘટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ ક૨વામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે ને ક૨વા યોગ્ય પણ તેમ Page #48 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રીમદ્ રાજચંદ્ર | જ છે કે આરંભપરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. ૧૦. જ્ઞાન (૧) જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. (૨) જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. (૩) જ્ઞાન તો છે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. (૪) જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન “અજ્ઞાન” કહેવા યોગ્ય છે. અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. (ચોપાઈ) જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તણા શંકા નહીં સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. (૬) સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત્વસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્ માત્ર સંશય નથી... સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. Page #49 -------------------------------------------------------------------------- ________________ 48 (૭) (૮) n શ્રીમદ્ રાજચંદ્ર (દોહરા) જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહીં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક. (હરિગીત) નહીં ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિચાતુરી, નહીં મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહીં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. O Page #50 -------------------------------------------------------------------------- ________________ ‘હું આ છું, આનો સેવક છું. સૌનો મિત્ર છે.? પૂજ્ય સંત શ્રી આત્માનંદજી બક ભાવના ) આધ્યાત્મિક સ્થાન કોબા - 3 સત્સંગ ભક્તિ 'સ્વાધ્યાય સંગીત છાટ રેe" સેવા -1 ( 2007 - III રજત જયંતી મહોત્સવ Education opaterers hdse jainelib