SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૪. બાર વર્ષની વયે તેમણે ઘડિયાળ ઉપર ત્રણ દિવસમાં ત્રણસો કડીઓ રચી હોવાનું મનાય છે. 10 ઉપરની અનેકવિધ રચનાઓમાંથી થોડીક બાદ કરતાં કોઈ પણ કૃતિ ઉપલબ્ધ થતી નથી. ૫. ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને પ્રાકૃત – આ ભાષાઓ ઉપ૨ તેમણે તે૨-ચૌદ વર્ષ સુધીમાં ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધું હતું અને તેઓ તે ભાષાના ગ્રંથોના ભાવ બરાબર સારી રીતે સમજી શકતા હતા. ૬. છટાદાર અક્ષરો હોવાને લીધે કચ્છના દરબાર તરફથી તેમને લખવા માટે તેડું મળ્યું હતું. ૭. વિશ્વના સમગ્ર જીવો પ્રત્યે વાત્સલ્ય અને પ્રીતિભાવ તથા સહનશીલતાના ગુણો પણ આટલી ઉંમરમાં તેમનામાં વિકસેલા જણાયા હતા. કિશોરાવસ્થાની અદ્ભુત અને લોકપ્રભાવક શક્તિઓનો પ્રાદુર્ભાવ સોળથી વીસ વર્ષની વયમાં શ્રીમદ્ રાજચંદ્રની જે મુખ્ય વિશિષ્ટ શક્તિઓ ખીલી હતી તે નીચે પ્રમાણે છે : ૧. અવધાન-શક્તિ અવધાન એટલે અનેક કાર્યો ભૂલ વિના એકસાથે ક૨વાં અને યાદ રાખવાં. આ કાર્ય કરવા માટે વિશિષ્ટ સ્મૃતિ અને કેળવણી(training)ની આવશ્યકતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy