________________
| શ્રીમદ્ રાજચંદ્ર | ઘણી ચાહના મેળવી હતી. એક વાર શિક્ષકે તેમને ઠપકો આપતાં તેઓ નિશાળે નહોતા ગયા. બીજે દિવસે વિદ્યાર્થીઓએ શ્રીમદ્ નિશાળમાં ન જોતાં તેઓ તેમને ઘેર ગયા અને સમાચાર મેળવી શ્રીમદ્ જ્યાં ખેતરમાં બેઠા હતા ત્યાં ગયા. આ બાજુ શિક્ષકે રાહ જોઈ પણ કોઈ વિદ્યાર્થી નિશાળમાં આવ્યો નહીં તેથી માહિતી મેળવીને ખેતરમાં જ્યાં શ્રીમદ્ બેઠા હતા ત્યાં ગયા અને સમજાવીને તેમને પાછા લઈ આવ્યા.
વિદ્યા પ્રાપ્ત કરવાની અને નવી વસ્તુઓ વાંચવાની, જાણવાની અને શીખવાની તેમને ખૂબ જ જિજ્ઞાસા હતી.
બાળપણમાં ચમત્કૃતિઓના આવિર્ભાવ ૧. આઠ વર્ષની વયથી તેમણે કવિતા રચવાની શરૂઆત કરી હતી “જે પાછળથી તપાસતાં સમાપ જણાઈ હતી. રામાયણ-મહાભારત ઉપર અનેક કડીઓ રચી હતી. આ વયમાં કવિત્વ એ તેમના સહજકવિપણા(Born Poet)નો પુરાવો છે.
૨. પિતાજીની દુકાન ઉપર બેસીને તેમણે ન્યાયનીતિપૂર્વક વ્યવસાય કર્યો હતો, અને કોઈને ઓછો-અધિકો ભાવ કહ્યો નહોતો કે ઓછું-અધિકું તોળી દીધું ન હતું.
૩. અગિયાર વર્ષની ઉંમરથી તેમણે કાવ્યો રચવાની શરૂઆત કરી હતી, ઇનામી નિબંધો પણ લખવા માંડ્યા હતા, છટાદાર ભાષણો આપવાની શરૂઆત કરી અને સ્ત્રી-કેળવણી વિશે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા. જેમાંના કેટલાક બુદ્ધિપ્રકાશ” આદિ માસિકોમાં છપાયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org