________________
8
g શ્રીમદ્ રાજચંદ્ર ઇ
ઓગણીસસે ને એકત્રીસે આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાલીસે અદ્ભુત વૈરાગ્ય ધાર રે. વળી,
“લઘુવયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે ગતિ આગતિ કાં શોધ ?”
“પુનર્જન્મ છે, જરૂ૨ છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું.” (પત્રાંક ૪૨૪) ઇત્યાદિ અન્ય પણ અનેક વચનોથી અને વાર્તાલાપોથી તેમને જાતિસ્મરણજ્ઞાન થયાનું નિશ્ચિતપણે જાણી શકાય છે.
જાતિસ્મરણજ્ઞાનની તેમના પારમાર્થિક જીવનના વિકાસ ઉપર મુખ્ય અસર એ થઈ કે તેઓને પરભવનું દુઃખ ઇત્યાદિ જાણીને વૈરાગ્ય ઘણો વૃદ્ધિ પામ્યો અને મોક્ષમાર્ગમાં વિશેષ નિઃશંકપણે પ્રવૃત્તિ કરવાનું બની શક્યું.
વિદ્યાભ્યાસનો કાળ
સાત વર્ષની વય પછી શ્રીમને શાળાનો અભ્યાસ કરવા માટે નિશાળે બેસાડવામાં આવ્યા.
બાળક રાજચંદ્રની યાદશક્તિ ઘણી તીવ્ર હતી, તેથી એક વાર નિશાળમાં શીખવાથી તેમને પાઠ સ્મૃતિમાં રહી જતા. આ પ્રકારના પોતાના ‘એકપાઠીપણા’નો નિર્દેશ તેમણે ‘સમુચ્ચયવયચર્ચા’માં કર્યો છે. આવી સ્મૃતિના પ્રભાવથી સાત વર્ષનો અભ્યાસ તેમણે બે વર્ષમાં જ પૂરો કર્યો હતો.
પ્રખર અને બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે તેઓએ વિદ્યાર્થીઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org