SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રીમદ્ રાજચંદ્ર - ત્યાગપ્રધાન જૈન વાતાવ૨ણ મધ્યે, પૂર્વનો તેમનો આરાધક આત્મા વૈરાગ્યપ્રધાન એવા જૈન ધર્મ પ્રત્યે વધારે આકર્ષાતો જતો હતો. બાળજીવનની આ કુમળી વયે તેમના જીવનમાં એક મહત્ત્વનો પ્રસંગ બન્યો, તે હવે આપણે જોઈએ. જાતિસ્મરણજ્ઞાન વિ. સં. ૧૯૩૧માં, શ્રીમદના એક વડીલ સ્નેહીશ્રી અમીચંદભાઈનું સર્પદંશથી મૃત્યુ થયું. આ બાબત શ્રીમદે દાદાજીને પૂછ્યું કે મૃત્યુ એટલે શું ? દાદાજીએ પ્રથમ તો નાના બાળકને જવાબ આપવાનું ટાળ્યું, પણ છેવટે તેમણે કહ્યું, “તેમનામાંથી જીવ નીકળી ગયો અને હવે તેઓ હાલી, ચાલી કે બોલી શકે નહીં; વળી ખાવું, પીવું કશું કરી શકે નહીં માટે તેમને તળાવ પાસેના સ્મશાનમાં બાળવામાં આવશે.” 7 બાળક રાજચંદ્ર આ સાંભળીને વિચારમગ્ન દશામાં ઘરમાં આમતેમ ફરી, છાનામાના તળાવે ગયા અને બે શાખાવાળા બાવળના ઝાડ ઉપર ચડ્યા તો ચિતા ભડ ભડ બળતી દેખાતી હતી અને ડાઘુઓ આજુબાજુમાં બેઠેલા હતા. પોતાના જ પરિચિત, સ્નેહાળ, સ્વજનને લોકો બાળી મૂકે તે કેવી વિચિત્રતા ! શું આ ક્રૂરતા છે ? આમ બનવાનું કારણ શું ? એમ શ્રીમદ્ વિચારોની શ્રેણીએ ચડી ગયા. આ ઊંડી વિચારણાથી તેમનું જ્ઞાનનું આવરણ ખસી ગયું અને તેમને આગલા ભવોનું જ્ઞાન થયું. તે આવરણ ઉત્તરોત્તર ખસતું રહીને તેઓ જ્યારે જૂનાગઢ ગયા ત્યારે તે વિશેષપણે ખસ્યાના નિર્દેશો મળે છે. આ જાતિસ્મરણજ્ઞાનની સૂચના તેઓએ ‘સ્વાત્મવૃત્તાંતકાવ્ય’માં કરી છે ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy