________________
m શ્રીમદ્ રાજચંદ્ર 0
પ્રારંભના પવિત્ર અને મંગલમય દિવસ તરીકે ઊજવાય છે. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન રાખવામાં આવ્યું હતું, પરંતુ ચાર વર્ષની વયે તે બદલીને રાયચંદ . રાજચંદ્ર એમ રાખવામાં આવ્યું, જે નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા.
6
-
બાલ્યકાળ
બાળપણથી જ શ્રીમને તેમના કુળ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા, કારણ કે તેમના દાદાજી કૃષ્ણભક્ત હતા. તેમની પાસેથી શ્રીમદ્જીએ કૃષ્ણભક્તિની ઘણી વાતો સાંભળી હતી. અવારનવાર કથાપ્રસંગોમાં જતા. તેમાં આવતી ચમત્કારની, મહંત કે યોગી થવાની કે ભપકદાર મંડપોમાં હરિકથા કહેવાની વૃત્તિ પણ તેમને કોઈ કોઈ વાર થઈ આવતી. બીજી બાજુ માતા દેવબા જૈનધર્મના સંસ્કાર લાવ્યાં હતાં. આમ બાળપણમાં તેમનો ઉછેર વૈષ્ણવ અને જૈન સંસ્કારોના મિશ્ર વાતાવરણમાં થયો. ગામમાં જે વણિક-વસ્તી હતી તે મોટાભાગે પ્રતિમા-અપૂજક હતી. વળી તે લોકો શુદ્ધિવાળી ક્રિયાઓ ન કરતા હોવાથી તથા જગત્કર્તામાં ન માનતા હોવાથી તે ધર્માવલંબીઓ પ્રત્યે તેમને વિશેષ ઉત્સાહ આવતો નહીં. આમ છતાં વાંચનની ખૂબ જ રુચિ હોવાને લીધે જ્યારે તેમણે જૈનોના પ્રતિક્રમણાદિ સૂત્રોનું વાંચન કર્યું ત્યારે તેમાં આવતી સર્વ જીવો પ્રત્યેની દયાભાવના અને ક્ષમાપના દ્વારા પ્રગટ થતો વિનય આ બે ગુણો તેમના સંસ્કારી હૃદયને સ્પર્શી ગયા અને ધીમે ધીમે ‘જૈન સૂત્રો' પ્રત્યે તેમનો પ્રેમ વધતો ગયો.
એક બાજુ ૨મતગમતમાં, ઉન્નત કલ્પનાઓમાં અને જીવનમાં આગળ જ રહેવાની ભાવનાઓમાં તેઓનો બાલ્યકાળ વીતતો હતો તો બીજી બાજુ ભક્તિપ્રધાન વૈષ્ણવ સંસ્કારો અને જ્ઞાનપ્રધાન તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org