________________
શ્રીમદ રાજચંદ્ર
વીસમી સદીના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક મહાપુરુષોમાં જેમનું ગૌરવપૂર્ણ સ્થાન છે, તે શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી રાજ્યના વવાણિયા ગામે થયો હતો. તે શુભ દિવસ કાર્તિક સુદ પૂનમ, વિ. સં. ૧૯૨૪ની દેવદિવાળીનો હતો. (રવિવાર તા. ૯-૧૧-૧૮૬૭)
તેમના દાદાનું નામ પંચાણભાઈ મહેતા હતું, જેઓએ પાસેના માણેકપરા ગામમાંથી વવાણિયામાં આવીને વહાણવટાનો અને શરાફનો ધંધો ચાલુ કર્યો હતો. શ્રીમદ્જીનાં માતાનું નામ દેવબા અને પિતાનું નામ રવજીભાઈ હતું. ધાર્મિક સંસ્કારોવાળા ભક્તિમાન અને સેવાભાવી દંપતીના સંદર્ભમાં બે કથાઓનું વર્ણન આવે છે : પહેલી કથા છે એક વૃદ્ધ આડતિયાની અને બીજી કથા છે એક સંત-ફકીરની. આ બંનેની તન-મન-ધનથી ખૂબ સેવાભાવસહિત આ દંપતીએ જે સેવા કરેલી તેથી પ્રસન્ન થઈ તેઓએ, “એક પ્રતાપી પુરુષ તેમને ઘેર પુત્ર તરીકે જન્મશે એવા આશીર્વાદ આપેલા. આ બનાવો બન્યા પછી કેટલાક કાળે શ્રીમદ્જીનો જન્મ દેવદિવાળીને શુભદિને થયો હતો. ગુજરાતના જનસમાજમાં આ દિવસ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના જન્મદિવસ તરીકે અને પાલીતાણાની યાત્રાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org