SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 23 1 શ્રીમદ્ રાજચંદ્ર | દેહવિલય થયો. નિવૃત્તિસાધનાના આ તબક્કા દરમિયાન તેઓની મુખ્ય સ્થિતિ નીચેનાં ગામોમાં રહી : ચરોતર પ્રદેશ : કાવિઠા, આણંદ, નડિયાદ, ઉત્તરસંડા, વસો, ખેડા, રાળજ, વડવા, ખંભાત સૌરાષ્ટ્ર પ્રદેશ : સાયલા, મોરબી, વવાણિયા, રાજકોટ, વઢવાણ, વીરમગામ અન્ય પ્રદેશો : ઈડર, અમદાવાદ, નરોડા, ધરમપુર, ઇત્યાદિ. આમ શુદ્ધાત્મજ્ઞાનના પ્રકાશ પછી પણ સતતપણે આત્મબળની વૃદ્ધિ કરી તેઓએ મોક્ષમાર્ગમાં પોતાનું પ્રયાણ દેહવિલય પર્યત અવિરત ગતિથી ચાલુ રાખ્યું હતું. આરાધક-વર્ગ જેમ જેમ પુષ્પની સુગંધી ફેલાય છે તેમ ચારે દિશાઓમાંથી ભમરાઓ તે તરફ સ્વયે આકર્ષિત થઈ જાય છે. આ જ પ્રમાણે બાળપણમાં પોતાની નિશાળના શિક્ષકો અને વિદ્યાર્થીઓથી માંડીને ગામના વડીલો, કવિતા અને સાહિત્યના રસિકો, સુંદર અક્ષરોના ચાહકો, અવધાન, જ્યોતિષ અને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા પ્રભાવિત થયેલા હજારો મનુષ્યો તથા શાસ્ત્રના ગૂઢાર્થોના રહસ્યને સમજીને વિદ્વાનો અને જિજ્ઞાસુ સાધકોને તત્ત્વજ્ઞાનના અને આત્માના અનુભવના માર્ગે દોરવાની શક્તિથી પ્રભાવિત થયેલો મોટો પ્રશંસવર્ગ – આ સૌ પોતપોતાની રીતે શ્રીમદ્જી તરફ આદર, સન્માન અને ભક્તિની દૃષ્ટિથી જોતાં થઈ જાય છે. અહીં તો માત્ર થોડા જ શિષ્યો અને જિજ્ઞાસુઓનો પરિચય પ્રસ્તુત છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy