SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 22 શ્રીમદ્ રાજચંદ્ર n અંતિમ સાધના અને દેહવિલય (વિ. સં. ૧૯૫૨ થી ૧૯૫૭) આ સમય તેઓશ્રીની ઉગ્ર આરાધનાનો કાળ વિશેષપણે ગણી શકાય. ઉપાધિનો યોગ તે દરમિયાન ઓસરતો ગયો અને બાહ્યાંતર અસંગદશા પ્રગટ કરવાની પોતાની નેમ ઠીક ઠીક અંશે પાર પડી. આ દરમિયાન તેઓ અધ્યયન-ચિંતન-મનન ઉપરાંત આહારનો, વસ્ત્રોનો, પ્રસંગોનો, દેહાધ્યાસનો તથા અન્યનો દૃઢતાપૂર્વક અપરિચય કરતા જેથી સંયમી અને ત્યાગી જીવન સંપૂર્ણપણે અને સહજ રીતે અંગીકાર કરી શકાય. ઉત્તરસંડાના જંગલમાં, કાવિઠામાં તથા ઈડરમાં તેઓ જે રીતે ઉગ્ર એકાંતચર્યામાં રહેતા તે પ્રસંગોનો મુમુક્ષુઓએ ઉલ્લેખ કર્યો છે; જેમાં રાત્રે પોતાની સાથે કોઈને પણ ન રહેવાની આજ્ઞા આપવી, પથારીનો ઉપયોગ ન ક૨વો, એક જ વસ્ત્રનો અને એક જ આહારનો પ્રયોગ કરવો, પગરખાં ન વાપરવાં, ડાંસ-મચ્છ૨, ઠંડી-ગરમી વગેરે સમભાવે સહન કરવાં અને મૌન-ધ્યાન માટે એકાંતે નિર્જન પ્રદેશમાં રહેવું વગેરે મુખ્ય હતાં. વર્ષના ચાર, છ કે અધિક માસ સુધી મુંબઈથી બહાર સતતપણે સાધના-ક્ષેત્રોમાં સત્સંગ-અસંગદશાની સાધના અર્થે રહેવું, રેલવેની ટિકિટના પૈસા પણ પોતાની પાસે ન રાખવા, ગૃહવ્યવહારના પ્રસંગોમાં બને ત્યાં સુધી ન જવું, પત્રવ્યવહારાદિ પરમાર્થ સિવાય ભાગ્યે જ કરવો અથવા સંક્ષેપમાં કરવો ઇત્યાદિ અભ્યાસ દ્વારા વિ. સં. ૧૯૫૫માં તેઓએ વ્યાપારાદિનો ત્યાગ કરી માતા પાસે દીક્ષાજીવનની માગણી કરી, પણ બીજા વર્ષે જ તેમના શરીરે તેમને સહકાર આપવાનું છોડી દેતાં વિઘ્ન ઊભું થઈ ગયું અને વિ. સં. ૧૯૫૭માં તો તેમનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy