SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર (૧) શ્રીમદ્ અને શ્રી સોભાગભાઈ : શ્રીમા સમસ્ત પત્રસાહિત્યનો લગભગ ચોથો ભાગ જેના ઉપર લખાયેલો છે તેવા સ૨ળતા, સૌમ્યતા, શરણાગતિ, સાચી સંસ્કારિતા અને જિજ્ઞાસાની મૂર્તિસ્વરૂપ શ્રી સૌભાગભાઈ શ્રીમના પરમ સખા હતા. ઉંમરમાં ૪૪ વર્ષે મોટા હોવા છતાં પ્રથમ મુલાકાતના અનુભવોથી જ તેઓ શ્રીમના અનન્ય ભક્ત બની ગયા અને ક્રમશઃ તેમનો ગાઢ પ્રેમ અને માર્ગદર્શન સંપાદન કરી ખૂબ જ ઉચ્ચ અધ્યાત્મદશાને પામીને છેવટે પ્રશંસનીય સમાધિમરણની પ્રાપ્તિ કરી. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના પણ શ્રીમદે શ્રી સૌભાગભાઈની વિનંતીને સ્વીકારીને જ કરી હતી. બંનેનો પારસ્પરિક સ્નેહ અને ઉપકાર અદ્વિતીય ગણી શકાય તેવા રહ્યા છે, અને આ કળિયુગમાં પણ સત્સંગના યોગે ઉચ્ચ અધ્યાત્મની શ્રેણીની પ્રાપ્તિના નમૂનારૂપ છે. શ્રીમદે પોતાનું અંતર ખોલીને નિજદશાની અને સૂક્ષ્મ-સિદ્ધાંતની ચર્ચા શ્રી સૌભાગભાઈના પત્રવ્યવહારમાં મુખ્યપણે કરી છે, તો સાથે સાથે તેઓએ શ્રી સૌભાગભાઈનો ૫૨મ ઉપકાર તેમના ઉપરના સંબોધનથી, પત્રના અંતભાગોમાં અને આત્યંતર નોંધમાં પણ સ્પષ્ટપણે દર્શાવ્યો છે. તેમના સ્મારકરૂપે ‘શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ' એ નામના ઈ. સ. ૧૯૮૫માં સાયલા મુકામે એક આશ્રમની સ્થાપના કરી છે. 24 n (૨) શ્રીમદ્ અને શ્રી લઘુરાજસ્વામી : શ્રીમના આ અનન્ય ઉપાસક ખરેખર મહાન સ્વ-પર- કલ્યાણ સાધી ગયા. મૂળમાં સ્થાનકવાસી સાધુ તરીકે દીક્ષિત થયા હોવા છતાં તેઓએ પોતાનું જીવન શ્રીમદ્દ્ન સર્વથા સમર્પણ કરીને, અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001298
Book TitleRajchandrani Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy