________________
_33
| શ્રીમદ્ રાજચંદ્ર | કે, “પેલી દૂર જે હાઈકોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું જે પ્રામાણિકપણું હોય તેના કરતાં જૈનનું પ્રામાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ. એટલે કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કોઈને પણ શંકા ન થવી જોઈએ, એટલું જ નહીં પણ તે અપ્રામાણિક છે એમ કોઈ કહે તો સાંભળનાર તે વાત સાચી પણ ન માને, એવું તેનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ.
સત્યનો આગ્રહ શ્રીમની લગભગ ૧૩ વર્ષની વયે બનેલો એક પ્રસંગ છે. એક વખત જેઠમલજી નામના વિદ્વાન મનાતા સાધુએ શ્રીમદ્દના જ્ઞાનથી ખુશ થઈ મોરબીમાં તેમને કહ્યું કે, તમે “ઢેઢકમત' દીપાવો.
તે વખતે સત્યના આગ્રહી શ્રીમદે તત્કાળ જવાબ આપ્યો કે, સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે.'
નિષ્કારણ કરુણા શ્રીમદ્ એક વખત મોરબીથી વવાણિયા જતા હતા. સ્ટેશને મૂકવા માટે શ્રી મનસુખભાઈ મહેતા આદિ કેટલાક મુમુક્ષુઓ ગયા હતા. ગાડી આવવાનો સમય હતો તેથી બધા ધર્મચર્ચા કરતા હતા. તે અરસામાં મનસુખભાઈને કોઈ બોલાવવા આવતાં ઘેર જવું પડ્યું. તેથી ગાડી આવતાં સુધીનો સત્સંગનો લાભ જવા બદલ તેમને મનમાં ને મનમાં ખૂબ ખેદ થયો. તે ખેદ પ્રગટ ન કરતાં મનસુખભાઈ ઘેર ગયા. પણ એ ખેદ શ્રીમદ્ પામી ગયા અને પછીથી ગાડી આવી ગઈ હોવા છતાં તેઓ વવાણિયા ન જતાં બધા સાથે મોરબી પાછા ફર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org