________________
n શ્રીમદ્ રાજચંદ્ર
પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક
કરી લેવું.
38
માનવપણું વિદ્વાનો એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યનો નિર્ણય સમજીને ૫૨મતત્ત્વ, ઉત્તમ આચાર અને સત્ ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી; પરંતુ તેના વિવેકને લઈને કહે છે.
કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી.... કેટલાક મૂર્ખા દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે.
મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું.
(૨) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો.
(૩) સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખ પ્રાપ્ત કરવાની જે ઇચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે; તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે; એમ માત્ર મોહદૃષ્ટિથી થયું છે.
(૪) ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને ૫૨માર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org