________________
n શ્રીમદ્ રાજચંદ્ર (૭) પરનિંદા એ જ સબળ પાપ માનવું.
(૮) આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસા૨પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ.
૨. સર્વધર્મ સમભાવ
(૧) તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.
(૨)
(૩)
(દોહરા)
ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ.
(દોહરા)
જાતિ વેષનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય; સાધે તો મુક્તિ લડે, એમાં ભેદ ન કોય.
37
(૪) અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તો તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે.
(૫) રૂઢિ એ કંઈ કલ્યાણ નથી, આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં.
૩. માનવદેહ
(૧) જ્ઞાનીઓ કહે છે કે એ (માનવ)ભવ બહુ દુર્લભ છે. અતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International