________________
શ્રીમદ્ભી ઉપદેશપ્રસાદી શ્રીમદે ૩૩ વર્ષની ટૂંકી જિંદગીમાં આપણને ઘણો વિસ્તૃત, પરમ ઉપકારક અને સર્વગ્રાહી બોધ આપ્યો છે. તે સર્વ “શ્રીમદ્ રાજચંદ્ર' નામના અગાસથી પ્રકાશિત થયેલા ગ્રંથમાં પ્રગટ થયો છે. સાધક મુમુક્ષુએ તો જરૂ૨ તેનું સત્સંગના યોગે વાંચન-મનન કરવું જોઈએ. અહીં તો માત્ર સામાન્ય વાચકવર્ગ માટે તેમના ઉપદેશમાંથી થોડી વિશેષ ઉપકારી, સરળ અને વ્યવહારજીવનમાં ઉપયોગી સામગ્રી સંક્ષેપમાં રજૂ કરીએ છીએ, જે સૌ કોઈને જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપે છે.
૧. સામાન્ય સદાચાર અને નીતિ-ન્યાય (૧) સર્વ જીવોમાં સમષ્ટિ – કિવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં.
(૨) જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકજે.
(૩) જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપ લાંબી લાગશે.
(૪) પવિત્રતાનું મૂળ સદાચાર છે.
(૫) કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિરભિમાની રહે.
(ક) તારું, તારા કુટુંબનું, મિત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સપુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org