________________
35
| શ્રીમદ્ રાજચંદ્ર , સમાજસુધારક, અહિંસા-સત્યના પ્રયોગવીર અને પૂજારી, સ્ત્રી જાતિની સુધારણાના અને ભારતની સંસ્કૃતિના મહાન હિમાયતી અને સર્વધર્મ સમભાવના એક વિશિષ્ટ જ્યોતિર્ધર હતા.
અધ્યાત્મપ્રેમી સજ્જનોએ, સમાજના સાચા હિતેચ્છુઓએ, ભારતની અસ્મિતાના અગ્રેસરોએ, ગુજરાતી સાહિત્યકારોએ, જૈનધર્મના આરાધકોએ અને શ્રીમદૂના અનુયાયીવર્ગે આ વાતને ન વિસરવી જોઈએ કે જે પ્રમાણમાં આપણે શ્રી દયાનંદ સરસ્વતી, શ્રીમોટા, મહર્ષિય શ્રી રમણ અને શ્રી અરવિંદ, આચાર્યદ્રય શ્રી વિજયવલ્લભ કે શ્રી બુદ્ધિસાગરના વ્યક્તિત્વને સમાજમાં ઉપસાવ્યું છે, તે રીતે આ મહાપુરુષના વ્યક્તિત્વને ઉપસાવી શક્યા નથી. શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રીમોક્ષમાળા, અપૂર્વ અવસર, અને બીજા અનેક આધ્યાત્મિક પત્રો અને કાવ્યો દ્વારા આધ્યાત્મિક સાધકોને, અને સમાજ તથા ધર્મની નીતિમત્તાનાં ધોરણોને ઊંચે લાવવા નિષ્પક્ષપણે ઉચ્ચ કક્ષાનું સર્વતોમુખી માર્ગદર્શન આપનાર આ મહાપુરુષને ગમે તે કારણોસર આપણે યથાર્થપણે ઓળખી શક્યા નથી અને તેથી તેમના ઉપદેશનો યથાયોગ્ય લાભ પણ લઈ શક્યા નથી.
કેવળ ભાવુકતા કે કેવળ દોષદર્શનને બાજુમાં રાખી, ખરેખર મધ્યસ્થ થઈ, આપણે સૌ જો તેમને ઓળખીશું તો તે આપણને ઘણા લાભનું કારણ બનશે અને દૂર-સુદૂરના લોકોને પણ તેમણે બોધેલા શાશ્વત સત્ય-સિદ્ધાંતોની જાણ થવાની સાથે સાથે શાંતિ, પ્રેમ, સદ્ગુણો પ્રત્યેનો પ્રમોદ, વિચારોની સહિષ્ણુતા, સાત્ત્વિકતા, સત્ય-અહિંસા અને વિશ્વબંધુત્વનો સમાજમાં ફેલાવો થશે જે સૌ કોઈને કલ્યાણનું જ કારણ છે.
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org