________________
D
શ્રીમદ્ રાજચંદ્ર D
નાખો. આત્માનું કલ્યાણ કરશો તો તમને પૃથ્વી સપાટ કે ગોળ, જેવી હશે તેવી, કોઈ હ૨કત કરશે નહીં.”
*
મરણનો ભય
કચ્છના વતની પદમશીભાઈએ શ્રીમને એક વખત પૂછ્યું, “સાહેબજી, મને ભયસંજ્ઞા વિશેષ રહે છે, તો તેનો શો ઉપાય ?” શ્રીમદે પૂછ્યું, “મુખ્ય ભય શેનો રહે છે ?'
“મરણનો.”
તે માટે શ્રીમદે કહ્યું, “મરણ તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મ૨ણ તો નથી. તો પછી એનો ભય રાખવાથી શો ફાયદો ? એ રીતે મન દૃઢ રાખવું.”
*
31
બાપુને ચેતવ્યા
વવાણિયામાં શ્રીમદ્ના ઘરથી થોડે દૂર રહેતા એક ગરાશિયાને ઘોડા પર બેસી સાંજે ફરવા જવાનો નિત્યક્રમ હતો. એ રીતે ગરાશિયા બાપુ એક વખત ફરવા નીકળ્યા ત્યારે શ્રીમદ્ તેમને સામા મળ્યા. શ્રીમદે તેમને જણાવ્યું, “બાપુ, આજે ઘોડી લઈને ફરવા જવાનું માંડી વાળો.”
ઘણું કહેવા છતાં બાપુ માન્યા નહીં, ફરવા ગયા. બહારગામ પહોંચ્યા ત્યાં તો ઘોડીએ તોફાન શરૂ કર્યું અને તેમને પછાડ્યા. ખબર પડતાં ચાર જણા તેમને ચોફાળમાં ઊંચકીને ઘેર લાવ્યા, પણ થોડા સમયમાં તેમનું મરણ થયું.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org