________________
12
|| શ્રીમદ્ રાજચંદ્ર | તેઓએ જ્યોતિષ શીખવાનો પ્રારંભ કર્યો હતો, છતાં તેનું ઊંડું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા અને પ્રેરણા તેમને શ્રી શંકર પંચોળી તરફથી પ્રાપ્ત થઈ હતી. મુંબઈના શતાવધાનના પ્રસંગે અનેક વિદ્વાનો અને
જ્યોતિષીઓ હાજર હતા તેમાંના કેટલાક તેમને મળ્યા હતા અને એમના સહયોગથી શ્રીમદે થોડા સમયમાં ‘ભદ્રબાહુસંહિતા' નામના અધિકૃત સંસ્કૃત જ્યોતિષગ્રંથનું ગહન અધ્યયન કરીને જ્યોતિષવિદ્યામાં સારી પ્રગતિ સાધી હતી. આ ઉપરાંત મનુષ્યના હાથ, મુખ વગેરેનું અવલોકન કરીને તેના ભવિષ્યનું કથન કરવાની વિદ્યા – સામુદ્રિકશાસ્ત્રવિદ્યા – પણ તેમણે હસ્તગત કરી હતી. શ્રીમદુના
જ્યોતિષજ્ઞાનની પ્રશંસા સાંભળીને અનેક મિત્ર-સ્વજનોએ તેનો લાભ લીધો હતો. - આ બંને વિદ્યાઓ ઉપરાંત આંખોથી જોયા વિના માત્ર સ્પર્શ દ્વારા ગ્રંથોને ઓળખવાની શક્તિ અને જીભથી ચાખ્યા વિના વાનગીનો સ્વાદ જાણવાની અતીન્દ્રિય જ્ઞાનશકિત પણ તેમને સિદ્ધ થઈ હતી. આ બધી શક્તિઓ વિષે તે વખતના પ્રબુદ્ધ સમાજનો શું પ્રતિભાવ હતો તેની પ્રતીતિ આપણને મુંબઈ સમાચાર, જામ-જમશેદ, ગુજરાતી, Times of India, The Indian Spectator, Bombay Gazzette ઇત્યાદિ વર્તમાનપત્રોમાં માત્ર સમાચારરૂપે જ નહીં પરંતુ તેના અગ્રલેખો (Editorials) દ્વારા સારી રીતે થઈ શકે છે. શતાવધાનની સભામાં તત્કાલીન જૈન સમાજ દ્વારા તેમને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો તથા “સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વિશિષ્ટ શક્તિઓ ઉપરાંત કવિ-વિદ્વાન-સાહિત્યકાર તરીકે, આધ્યાત્મિક ક્રાંતિકારી તરીકે તેઓનું જે વ્યક્તિત્વ નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org