________________
40
|| શ્રીમદ્ રાજચંદ્ર | કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ મૂકી દેવા.
સર્વ દુઃખોથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષોથી જીવ મુક્ત થાય.
૫. ભક્તિ અને ભક્તિમાર્ગ (૧) જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત-દિવસ તે અપૂર્વ જોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org