________________
1 શ્રીમદ્ રાજચંદ્ર | (૨) ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સપુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે... જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.
જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય
છે.
(૩) ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે, આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
(૪) શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમજ સર્વદૂષણરહિત, કર્મમલહન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપના ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
(૫)
(તોટક છંદ) સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org